નીતિશકુમારના નવા પ્રધાનમંડળમાં 31 પ્રધાનનો સમાવેશ, જુઓ સંપૂર્ણ યાદી

Bihar Cabinet Latest Update : બિહાર રાજ્યમાં શાસક મહાગઠબંધનના ઘટક પક્ષો વચ્ચે સૈદ્ધાંતિક સમજૂતી હેઠળ, બિહાર વિધાનસભાની સૌથી મોટી પાર્ટી આરજેડીને સૌથી વધુ મંત્રી પદો ફાળવવામાં આવ્યા છે.

નીતિશકુમારના નવા પ્રધાનમંડળમાં 31 પ્રધાનનો સમાવેશ, જુઓ સંપૂર્ણ યાદી
Nitish Kumar and Tejashwi Yadav
Image Credit source: PTI
TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Aug 16, 2022 | 1:15 PM

બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર (Nitish Kumar) અને નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી પ્રસાદ યાદવના (Tejashwi Yadav) પ્રધાનમંડળનું વિસ્તરણ થયુ છે. રાજ્યપાલ ફાગુ ચૌહાણે 5-5 મંત્રીઓના ક્રમમાં ધારાસભ્યોને શપથ લેવડાવ્યાં છે. આજે 31 ધારાસભ્યોને શપથ લેવડાવવામાં આવ્યા છે. શપથ લેનારા ધારાસભ્યોમાંથી આરજેડીના 16, જેડીયુના 11, કોંગ્રેસના બે, અને અન્યો બેનો સમાવેશ થાય છે. આજે મંગળવારે આ મંત્રીઓને સામેલ કર્યા બાદ કેબિનેટ વિસ્તરણ દ્વારા ભવિષ્યમાં અન્ય ખાલી જગ્યાઓ ભરવામાં આવે તેવી અપેક્ષા છે. બિહાર રાજ્યમાં શાસક મહાગઠબંધનના ઘટક પક્ષો વચ્ચે સૈદ્ધાંતિક સમજૂતી હેઠળ, બિહાર વિધાનસભાની સૌથી મોટી પાર્ટી આરજેડી પાસે સૌથી વધુ મંત્રી પદો હશે, જ્યારે મુખ્ય પ્રધાન નીતિશ કુમારની પાર્ટી જેડીયુ બીજા નંબરે રહેશે તેમ માનવામાં આવી રહ્યું હતું. તે મુજબ જ આરજેડીના સૌથી વધુ અને જેડીયુના તેનાથી ઓછા સભ્યોને પ્રધાનમંડળમાં સમાવવામાં આવ્યાં છે.

પહેલા ક્રમમાં આ ધારાસભ્યોએ લીધા શપથ

 1. વિજય કુમાર ચૌધરી
 2. આલોક કુમાર મહેતા
 3. તેજ પ્રતાપ યાદવ
 4. વિજેન્દ્ર યાદવ
 5. ચંદ્રશેખર

બીજા ક્રમમાં આ ધારાસભ્યોએ શપથ લીધા

 1. અશોક ચૌધરી
 2. શ્રવણ કુમાર
 3. લેસી સિંઘ
 4. રામાનંદ યાદવ
 5. સુરેન્દ્ર ચૌધરી

ત્રીજા ક્રમમાં આ ધારાસભ્યોએ શપથ લીધા

 1. સંજય ઝા
 2. સંતોષ કુમાર સુમન (હમ)
 3. મદન સાહની
 4. લલિત યાદવ
 5. અફાક આલમ (કોંગ્રેસ)

ચોથા ક્રમમાં આ ધારાસભ્યોએ શપથ લીધા

 1. શીલા મંડળ (JDU)
 2. સુમિત કુમાર સિંઘ (અપક્ષ)
 3. સુનીલ કુમાર (JDU)
 4. સમીર મહાસેઠ (RJD)
 5. ચંદ્રશેખર (RJD)

આ ધારાસભ્યોએ પાંચમા રાઉન્ડના શપથ ગ્રહણમાં ભાગ લીધો

 1. જામા ખાન (JDU)
 2. અનિતા દેવી RJD
 3. જયંત રાજ (JDU)
 4. સુધાકર સિંહ
 5. જિતેન્દ્ર યાદવ

છેલ્લા રાઉન્ડમાં 6 ધારાસભ્યોએ લીધા શપથ

 1. મુરારી ગૌતમ
 2. ઇઝરાયેલ મન્સૂરી
 3. કાર્તિક કુમાર
 4. શમીમ અહેમદ
 5. શાહનવાઝ
 6. સુરેન્દ્ર કુમાર

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati