CM યોગી આદિત્યનાથના હેલિકોપ્ટરનું વારાણસીમાં ઈમરજન્સી લેન્ડિંગ, હવે વિશેષ વિમાન દ્વારા લખનૌ જશે

હાલમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ(CM Yogi Adityanath)સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું કહેવાય છે. કહેવામાં આવી રહ્યું છે કે સીએમ યોગી આદિત્યનાથ હવે વિશેષ વિમાન દ્વારા લખનૌ જવા રવાના થશે.

CM યોગી આદિત્યનાથના હેલિકોપ્ટરનું વારાણસીમાં ઈમરજન્સી લેન્ડિંગ, હવે વિશેષ વિમાન દ્વારા લખનૌ જશે
UP CM Yogi AdityanathImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2022 | 11:01 AM

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ(CM Yogi Adityanath)ના હેલિકોપ્ટરનું વારાણસીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટર પક્ષી સાથે અથડાયા બાદ ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. હાલમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું કહેવાય છે. કહેવામાં આવી રહ્યું છે કે સીએમ યોગી આદિત્યનાથ હવે વિશેષ વિમાન દ્વારા લખનૌ જવા રવાના થશે.

જણાવવામાં આવી રહ્યું છે કે યોગી આદિત્યનાથ કોઈ કાર્યક્રમમાં હાજરી આપવા વારાણસી પહોંચ્યા હતા. અહીંથી ઉડાન ભર્યા બાદ લખનૌ જતાં તેમનું હેલિકોપ્ટર પક્ષી સાથે અથડાયું હતું. આ પછી હેલિકોપ્ટરમાં હાજર સુરક્ષા અધિકારીઓએ સીએમ યોગીના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું.

મળતી માહિતી મુજબ હેલિકોપ્ટરના ઈમરજન્સી લેન્ડિંગ બાદ યોગી આદિત્યનાથ વારાણસીના સર્કિટ હાઉસમાં થોડો સમય રોકાયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે સીએમ યોગી હવે સ્પેશિયલ પ્લેન દ્વારા લખનૌ જવા રવાના થશે. યોગી આદિત્યનાથ લખનૌમાં અનેક કાર્યક્રમોમાં સામેલ થશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

જણાવવામાં આવી રહ્યું છે કે યોગી આદિત્યનાથ ગુરુ પૂર્ણિમા કાર્યક્રમની તૈયારીઓનું નિરીક્ષણ કરવા વારાણસી પહોંચ્યા હતા. આ સિવાય તેઓ પીએમ મોદીના પ્રસ્તાવિત કાર્યક્રમની તૈયારીઓ જોવા પણ અહીં પહોંચ્યા હતા. યોગી આદિત્યનાથે અહીં કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા પણ કરી હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે રવિવારે વારાણસીથી લખનૌ માટે ઉડાન ભર્યાના થોડી જ વારમાં તેમનું હેલિકોપ્ટર પક્ષી સાથે અથડાયું હતું. આ પછી હેલિકોપ્ટરમાં હાજર સુરક્ષા અધિકારીઓએ સીએમ યોગીના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટર પક્ષી સાથે અથડાયા બાદ દુર્ઘટનાની સંભાવનાને જોતા સુરક્ષાકર્મીઓએ હેલિકોપ્ટરને લેન્ડિંગ કરવાનો આદેશ આપ્યો હતો.

પટનામાં પ્લેન અથડાયા બાદ ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું

આપને જણાવી દઈએ કે તાજેતરમાં આવી જ એક ઘટનામાં પટનામાં સ્પાઈસ જેટના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાન પક્ષી સાથે અથડાયા બાદ વિમાનમાં આગ લાગી હતી. આ પછી દિલ્હી જઈ રહેલા આ પ્લેનને પટના એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું. આ પ્લેનમાં 185 લોકો સવાર હતા. બીજી તરફ આગ લાગ્યા બાદ પાયલોટે સંવેદનશીલતા દાખવતા પટનાના જયપ્રકાશ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">