AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાહુલના નેતૃત્વમાં કોંગ્રેસની 99 હાર: વર્ષ 2000 થી 2026 સુધીમાં કોંગ્રેસનો હારનો સિલસિલો યથાવત, ભાજપે કર્યો કટાક્ષ

જેવા 2026ની વિધાનસભા ચૂંટણીઓમાં શરૂઆતી રૂઝાનોમાં પશ્ચિમ બંગાળ અને અસમમાં લીડ મળતી જોવા મળી, તુરંત ભાજપે રાહુલ ગાંધી પર પ્રહાર કરવાનું શરૂ કર્યુય ભાજપે તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી, જેમા 2000 ના દશકના મધ્યથી તેમના નેતૃત્વમાં કોંગ્રેસને મળેલી 99 ચૂંટણી હારોને ઉજાગર કરવામાં આવી અને તેને સતત હારનો સિલસિલો ગણાવ્યો.

રાહુલના નેતૃત્વમાં કોંગ્રેસની 99 હાર: વર્ષ 2000 થી 2026 સુધીમાં કોંગ્રેસનો હારનો સિલસિલો યથાવત, ભાજપે કર્યો કટાક્ષ
Image Credit source: BJP Social Media
| Updated on: May 04, 2026 | 4:07 PM
Share

5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં 4 રાજ્યોમાં કોંગ્રેસની કરારી હાર થઈ છે. કેરલ ને બાદ કરતા અન્ય 4 રાજ્યોમાં કોંગ્રેસ ચૂંટણીમાં ભારે સંઘર્ષ કરતી જોવા મળી રહી છે. ત્યારે હાલ જ્યારે મતગણતરી ચાલી રહી છે અને જે પ્રકારે રૂજાનો સામે આવી રહ્યા છે તેના પરથી કોંગ્રેસનું ફરી એકવાર કંગાળ પ્રદર્શન સામે આવ્યુ છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને આસામમાં ભાજપ આગળ હોવાનું દર્શાવતા પક્ષે રાહુલ ગાંધીની ટીકા કરી. ભાજપે છેલ્લા 26 વર્ષમાં કોંગ્રેસને મળેલી 99 હારનો સિલસિલો ગણાવ્યો.

એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ભાજપે વ્યંગ કરતા એક ઈન્ફોગ્રાફિક ઈમેજ શેર કરી, દેમા રાહુલ ગાંધી પર પ્રહાર કરવામાં આવ્યો. રાહુલ ગાંધી લોકસભામાં નેતા વિપક્ષ પણ છે. પાર્ટીએ દાવો કર્યો કે વર્ષ 2000 ના દશકના મધ્યથી લઈને અત્યાર સુધી, રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ને રાજ્યો ની વિધાનસભા ચૂંટણીઓ અને લોકસભાની ચૂંટણી મળીને કૂલ 99 વખત હારનો સામનો કરવો પડ્યો છે.

Image

આ પોસ્ટમાં કોંગ્રેસની સતત હારની હારમાળા દર્શાવવામાં આવી છે અને સંકેત આપવામાં આવ્યો છે કે કોંગ્રેસ હારની સેન્ચ્યુરી પુરી કરવાની નજીક છે. ઈન્ફોગ્રાફિક માં રાજ્યોવાર ચૂંટણી હારની યાદી આપવામાં આવી

આ ઈન્ફોગ્રાફિકમાં એક નક્શો સામેલ કરવામાં આવ્યો છે. જેમા એ વર્ષોને ચિન્હીત કરવામાં આવ્યા હતા જ્યારે કોંગ્રેસને પશ્ચિમ બંગાળ, અસમ, કેરળ અને તમિલનાડુ જેવા રાજ્યોની સાથે સાથે 2026 સુધીમાં અન્ય ચૂંટણીઓમાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો. BJP ની પોસ્ટ અનુસાર આ પરિણામો રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના નેતૃત્વ ને વારંવાર જાકારો મળવાનું દર્શાવે છે.

BJP એ રાજ્યોવાર કોંગ્રેસની હારની યાદી આપી

આ ઈન્ફોગ્રાફિક મેપ દ્વારા ભાજપે કોંગ્રેસની ચૂંટણી હારની યાદી આપી છે. જેમા એ વર્ષોને ખાસ હાઈલાઈટ કરવામાં આવ્યા છે જ્યારે કોંગ્રેસ પશ્ચિમ બંગાળ, અસમ, કેરલ અને તમિલનાડુ જેવા રાજ્યોની સાથોસાથ 2026 સુધી અન્ય ચૂંટણીઓમાં પણ હારી ગઈ હતી. BJPની પોસ્ટ અનુસાર આ પરિણામો રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસને વારંવાર મળેલી અસ્વીકૃતિને દર્શાવે છે.

આ પોસ્ટ ત્યારે શેર કરવામાં આવી હતી જ્યારે પાંચ રાજ્યોની મતોની ગણતરી ચાલી રહી હતી. એ સમયે પરિણામો અનુસાર, ભાજપ અસમ અને પશ્ચિમ બંગાળમાં આગળ ચાલી રહી હતી, જ્યારે કોંગ્રેસે કેરલમાં લીડ બનાવી રાખી છે. જ્યારે NDA પુડ્ડુચેરીમાં આગળ ચાલી રહી છે.

આ પરિણામોમાં ચાલી રહેલી રસાકરી ભાજપ કોંગ્રેસ વચ્ચેની રાજકીય પ્રતિસ્પર્ધાને ઉજાગર કરે છે. આ એ પડકારોને પણ દર્શાવે છે જેનો સામનો કોંગ્રેસને અનેક રાજ્યોમાં કરવો પડે છે. જે હાલ ચાલી રહેલી ગણતરી પ્રક્રિયા દરમિયાન આવી રહેલા રૂઝાનો પરથી ખબર પડે છે.

તમિલનાડુમાં MGR બાદ થલપતિ વિજયે બતાવ્યો કમાલ, EVM પર પણ દેખાયો Box-office જેવો જાદુ

Follow Us
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
g clip-path="url(#clip0_868_265)">