ચૂંટણીપંચે કાયદાપ્રધાનને કરી દરખાસ્ત, ચૂંટણી સોગંધનામામાં ખોટી માહિતી રજૂ કરવા પર થાય બે વર્ષની સજા

મુખ્ય ચૂંટણી કમિશનર (Chief Election Commissioner) સુશીલ ચંદ્રા (Sushil Chandra)એ કહ્યું કે  બીજી દરખાસ્ત મતદારયાદીને આધાર સાથે જોડવાની છે.

ચૂંટણીપંચે કાયદાપ્રધાનને કરી દરખાસ્ત, ચૂંટણી સોગંધનામામાં ખોટી માહિતી રજૂ કરવા પર થાય બે વર્ષની સજા
FILE PHOTO : Chief Election Commissioner
Follow Us:
| Updated on: Jun 08, 2021 | 7:57 PM

મુખ્ય ચૂંટણી કમિશનર (Chief Election Commissioner) સુશીલ ચંદ્રા (Sushil Chandra)એ કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ (Ravishankar Prasad) ને એક પત્ર લખીને ચૂંટણીના સોગંદનામા (Election affidavit)માં ઉમેદવારો દ્વારા ખોટી માહિતી આપવા બદલ બે વર્ષની જેલની જોગવાઈ સહિતના અનેક ચૂંટણી સુધારાને લગતી દરખાસ્તો ઝડપથી કરવા તાકીદ કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કહ્યું, “મેં કાયદા પ્રધાનને પત્ર લખ્યો છે કે આ દરખાસ્તો તુરંત ધ્યાનમાં લેવી જોઈએ અને આશા છે કે ટૂંક સમયમાં મંત્રાલય દ્વારા આ અંગે વિચારણા કરવામાં આવશે.” આ સાથે જ ચૂંટણીપંચ (Election Commission) એ એવી પણ દરખાસ્ત કરી છે કે પેઈડ ન્યૂઝને જન પ્રતિનિધિત્વ કાયદા (Laws of public representation) હેઠળ ગુનો બનાવવો જોઈએ.

ખોટી માહિતી બદલ બે વર્ષની સજા થાય ચૂંટણીપંચ (Election Commission) એ સૂચવેલા ચૂંટણી સુધારામાંની એક મુખ્ય દરખાસ્ત ચૂંટણીના સોગંદનામા (Election affidavit)માં ખોટી માહિતી આપવા બદલ જેલની મુદત છ મહિનાથી વધારીને બે વર્ષ કરવાની જોગવાઈને લગતી છે. બે વર્ષ કેદની સજા થવાથી સંબંધિત ઉમેદવાર પર ચૂંટણીમાં લડવા છ વર્ષ સુધીનો પ્રતિબંધ લાગુ કરવામાં આવે. મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ જણાવ્યું છે કે, હાલમાં છ મહિનાની જેલની જોગવાઈ છે જે કોઈને પણ ગેરલાયક ઠેરવશે નહીં.

સાયલેન્ટ પીરીયડમાં જાહેરાતો પર પ્રતિબંધ લાગુ કરવામાં આવે ચૂંટણીપંચ (Election Commission) એ એવી પણ દરખાસ્ત કરી છે કે પેઈડ ન્યૂઝને જન પ્રતિનિધિત્વ કાયદા (Laws of public representation) હેઠળ ગુનો બનાવવો જોઈએ અને આ માટેની જોગવાઈઓ થવી જોઈએ. મુખ્ય ચૂંટણી કમિશનરે યાદ કરાવ્યું કે પંચે ચૂંટણી પ્રચાર પૂરો થવાના અને મતદાનના દિવસની વચ્ચેના ‘સાયલેન્ટ પીરીયડ’ દરમિયાન સમાચારપત્રો (Newspapers) માં રાજકીય જાહેરાતો પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જેથી મતદારો પ્રભાવિત ન થાય અને ખુલ્લા મનથી તેમના મતાધિકારનો ઉપયોગ કરે. આ પગલા માટે જન પ્રતિનિધિત્વ અધિનિયમમાં સુધારાની જરૂર રહેશે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

મતદાન પહેલા સમાચારપત્રોમાં જાહેરાત પર પ્રતિબંધની દરખાસ્ત મુખ્ય ચૂંટણી કમિશનર (Chief Election Commissioner) સુશીલ ચંદ્રા (Sushil Chandra)એ કહ્યું કે મતદાનના 48 કલાક પહેલા પ્રચાર સંબંધિત કાયદામાં ફેરફાર સૂચવવા માટે રચાયેલી સમિતિએ ભલામણ કરી હતી કે મતદાનના દિવસે સમાચારપત્રોમાં જાહેરાતો પર પ્રતિબંધ મૂકવામાં આવે. હાલમાં, ઇલેક્ટ્રોનિક મીડિયાને મતદાન પૂર્ણ થયાના 48 કલાક પહેલા પ્રચાર સામગ્રી બતાવવા પર પ્રતિબંધ છે. પરંતુ સમિતિએ ભલામણ કરી છે કે સમાચારપત્રો પર પણ આ પ્રતિબંધ લાગુ કરવામાં આવે.

ચૂંટણીકાર્ડને આધાર સાથે જોડવામાં આવે મુખ્ય ચૂંટણી કમિશનર (Chief Election Commissioner) સુશીલ ચંદ્રા (Sushil Chandra)એ કહ્યું કે  બીજી દરખાસ્ત મતદારયાદીને આધાર સાથે જોડવાની છે. જેથી મતદારયાદીમાં નામ એક કરતા વધારે જગ્યાએ રોકી શકાય. કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે તાજેતરમાં લોકસભામાં એક સવાલના લેખિત જવાબમાં કહ્યું હતું કે ચૂંટણીપંચની દરખાસ્ત સરકારની વિચારણા હેઠળ છે અને આ માટે ચૂંટણીના કાયદામાં સુધારો કરવો પડશે.

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">