AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અરવિંદ કેજરીવાલને દારુ કૌંભાડ કેસમાં EDનુ તેડુ, 2 નવેમ્બરે પુછપરછ માટે બોલાવ્યા

આમ આદમી પાર્ટીની કાયદાકીય મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાતા નથી. સુપ્રીમ કોર્ટે આજે સોમવારે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી. ત્યાર બાદ આજે મોડી સાંજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને નોટિસ પાઠવી છે. ઈડીએ નોટિસ દ્વારા સીએમ કેજરીવાલને 2 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.

અરવિંદ કેજરીવાલને દારુ કૌંભાડ કેસમાં EDનુ તેડુ, 2 નવેમ્બરે પુછપરછ માટે બોલાવ્યા
Arvind Kejriwal
| Updated on: Oct 30, 2023 | 11:54 PM
Share

એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે એ દારૂ કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલી છે. સીએમ અરવિંદ કેજરીવાલને આગામી 2 નવેમ્બરના રોજ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ પહેલા દિલ્હીના સીએમ કેજરીવાલને સીબીઆઈએ, ગત એપ્રિલ મહિનામાં પૂછપરછ માટે બોલાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે દારુ કૌંભાડ કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા છેલ્લા 8 મહિનાથી જેલમાં છે.

કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે દિલ્હીના કથિત દારૂ કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તપાસનો વિસ્તાર વધાર્યો છે. EDએ હવે આ મામલામાં પૂછપરછ માટે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે અરવિંદ કેજરીવાલને દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે આગામી 2 નવેમ્બરે હાજર થવા કહ્યું છે.

એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ દારૂ કૌભાંડ કેસમાં સતત કાર્યવાહી કરી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે આ જ કેસમાં, ગત 4 ઓક્ટોબર 2023ના રોજ આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ સંજય સિંહની ધરપકડ કરી હતી. આ પહેલા 26 ફેબ્રુઆરીએ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની 8 કલાકની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ વર્ષે દારૂ કૌભાંડ કેસની ચાર્જશીટમાં સંજય સિંહનું નામ ઉમેર્યું છે. 4 ઓક્ટોબરે સવારે 7 વાગ્યે EDના અધિકારીઓ સંજય સિંહના દિલ્હીના ઘરે પહોંચ્યા હતા. લગભગ 10 કલાક સુધી ચાલેલા દરોડામાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે AAP નેતા સંજય સિંહની ધરપકડ કરી હતી.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">