બંગાળમાં ત્રાટક્યું ED, સૈન્યની જમીન હડપ કરનારા પર તવાઈ

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Bipin Prajapati

Updated on: Nov 04, 2022 | 10:50 AM

પશ્ચિમ બંગાળમાં (West Bengal) દુર્ગા પૂજા અને દીપાવલી બાદ ED અને CBIની કાર્યવાહી ચાલી રહી છે. શુક્રવારે સવારે, ED અને CBI અધિકારીઓએ સોલ્ટ લેકના એક વેપારીને ત્યાં દરોડા પાડ્યા હતા.

બંગાળમાં ત્રાટક્યું ED, સૈન્યની જમીન હડપ કરનારા પર તવાઈ
ED

પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા અને દીપાવલી બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઈની કાર્યવાહી ફરી શરુ થઈ ગઈ છે. EDના અધિકારીઓએ શુક્રવારે સવારે કોલકાતામાં ઘણી જગ્યાએ દરોડા પાડવાનું શરૂ કર્યું છે. સોલ્ટ લેકના એચબી બ્લોકમાં EDના દરોડા ચાલુ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક બિઝનેસમેનના ઘરે EDનું ઓપરેશન ચાલી રહ્યું છે. EDના 5 અધિકારીઓ દરોડાની કાર્યવાહીમાં સામેલ છે. અમિત અગ્રવાલ નામના વેપારીના પરિસરમાં સર્ચ ચાલી રહ્યું છે અને આ બિઝનેસમેન પર સેનાની જમીન ગેરકાયદેસર રીતે હડપ કરવાનો આરોપ છે. EDની ટીમ આ મામલે તપાસ કરી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દુર્ગા પૂજા પૂરી થતાની સાથે જ રાજ્યમાં ED-CBIના દરોડાના કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. તપાસકર્તાઓએ એક પછી એક રાજકારણીઓ અને મંત્રીઓને બોલાવવાનું શરૂ કર્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં EDની ગતિવિધિઓ વધી છે.

પશ્ચિમ બંગાળમાં CBI અને ED ફરી એકશનમાં

TMC હેવીવેઇટ લીડર અનુબ્રતા મંડલની પુત્રી સુકન્યા મંડલને ગૌવંશની તસ્કરી કેસમાં ત્રણ વખત સમન્સ પાઠવવામાં આવ્યું છે. ED અનુબ્રત મંડલની પૂછપરછ કરીને તેના પર દબાણ લાવવા માંગે છે. માત્ર સુકન્યા મંડલ જ નહીં પરંતુ અનુબ્રત મંડલના એકાઉન્ટન્ટ મનીષ કોથિરીને ફરીથી સમન્સ પાઠવવામાં આવ્યા છે. દરમિયાન સીબીઆઈએ ગૌવંશની તસ્કરીના કેસમાં ગતિવિધિઓ શરૂ કરી છે. અનુબ્રત મંડલના નજીકના ટીએમસી નેતા કરીમ ખાનને સમન્સ પાઠવવામાં આવ્યા છે. તેઓ ગઈકાલે નિઝામ પેલેસમાં સીબીઆઈ અધિકારીઓને મળ્યા હતા. તપાસકર્તાઓનો દાવો છે કે કરીમ ખાન નાનુરમાં ગૌવંશની તસ્કરીના કેસમાં સામેલ હતો. તેમને આજે ફરી સમન્સ પાઠવવામાં આવ્યા છે.

મંત્રી અરૂપ વિશ્વાસના ભાઈને પણ સમન્સ પાઠવ્યું

આ દરમિયાન પશ્ચિમ બંગાળના મંત્રી અરૂપ બિસ્વાસના ભાઈને ફરીથી સમન્સ મોકલવામાં આવ્યા છે. આ સિવાય SSC ભ્રષ્ટાચાર કેસમાં પણ ED સક્રિય થઈ ગઈ છે. તપાસકર્તાઓએ ગઈ કાલે ફરીથી માણિક ભટ્ટાચાર્યના નજીકના મિત્ર તાપસ મંડલની પૂછપરછ કરી. પૂછપરછ દ્વારા એક પછી એક સનસનીખેજ માહિતી મળી રહી છે. દરમિયાન, શુક્રવારે સવારે, EDએ સોલ્ટ લેકના એચબી બ્લોકમાં ફરી સર્ચ શરૂ કર્યું છે. તપાસકર્તાઓએ એક વેપારીના ઘરની તપાસ શરૂ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે EDના અધિકારીઓ ત્યાં 5 સભ્યોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર EDની ચાર ટીમોએ શુક્રવારે સવારે સોલ્ટ લેકમાં બે સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે સોલ્ટ લેકમાં બે વેપારીઓના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બંનેનો વિદેશમાં બિઝનેસ છે.

દિલીપ ઘોષે કહ્યું- ઝડપી તપાસની જરૂર પડશે અને ધરપકડ કરવામાં આવશે

દરમિયાન, ભાજપના અખિલ ભારતીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષને આશા છે કે રાજ્યમાં કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તપાસ ઝડપી કરવામાં આવશે. રાજ્યમાં ઈડી અને સીબીઆઈની તપાસ અંગે બીજેપી સાંસદે કહ્યું, “તપાસ ચાલુ છે, તપાસની ઝડપ વધશે. વધુ માહિતી પ્રાપ્ત થશે, અને ધરપકડ કરવામાં આવશે.” લાંબી પ્રતીક્ષા છે, પરંતુ અમે ઈચ્છીએ છીએ કે તે જલદી થાય. લોકો ખૂબ જ નિરાશ છે.”

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati