Earthquake : જમ્મુ-કાશ્મીરમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતા
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અધિકારીઓએ જણાવ્યું કે, બુધવારે સવારે લગભગ 5.43 વાગ્યે જમ્મુ અને કાશ્મીરના પહેલગામથી 15 કિમી દક્ષિણ-પશ્ચિમમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
Earthquake: જમ્મુ-કાશ્મીરમાં (Jammu-Kashmir) આજે સવારે ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.2 માપવામાં આવી હતી. જો કે હજુ સુધી જાનમાલ નુકસાનના કોઈ અહેવાલ મળ્યા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના (National Center for Seismology) અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતુ કે, બુધવારે સવારે લગભગ 5.43 વાગ્યે જમ્મુ અને કાશ્મીરના પહેલગામથી 15 કિમી દક્ષિણ-પશ્ચિમમાં ભુકંપના આંચકા અનુભવાયા હતા.
An earthquake of magnitude 3.2 occurred 15 km South-Southwest of Pahalgam, Jammu and Kashmir at around 5.43 am today, as per National Center for Seismology.
— ANI (@ANI) February 16, 2022
ઉલ્લેખનીય છે કે, આ પહેલા 10 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.8 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ આ માહિતી આપી હતી. અધિકારીઓએ કહ્યુ હતુ કે, ભૂકંપનું કેન્દ્ર ગિલગિટ-બાલ્ટિસ્તાનના કેલમાં 29 કિલોમીટરની ઊંડાઈએ હતુ. આ પહેલા પણ એટલે કે 5 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીર સહિત ઘાટીના ઘણા વિસ્તારોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.7 માપવામાં આવી હતી.
આ કારણે આવે છે ભુકંપ
પૃથ્વી ચાર સ્તરોથી બનેલી છે. આંતરિક કોર, બાહ્ય કોર, મેન્ટલ અને ક્રસ્ટ કોર.ઉપલુ આવરણ કોર લિથોસ્ફિયર તરીકે ઓળખાય છે. આ 50 કિમી જાડા સ્તરને કેટલાક વિભાગોમાં વહેંચવામાં આવે છે. જેને ટેક્ટોનિક પ્લેટ્સ કહેવામાં આવે છે. આ ટેકટોનિક પ્લેટો તેમની જગ્યાએ ફરતી રહે છે. જ્યારે આ પ્લેટ ખૂબ જ હલનચલન કરવા લાગે છે, ત્યારે તેને ભૂકંપ કહેવામાં આવે છે. આ પ્લેટો તેમની જગ્યાએથી આડી અને ઊભી બંને રીતે ખસી શકે છે.
3 રિક્ટરની તીવ્રતાનો ભૂકંપ સામાન્ય
ભૂકંપને સિસ્મોગ્રાફ વડે માપવામાં આવે છે. ધરતીકંપની ક્ષણની તીવ્રતા પરંપરાગત રીતે માપવામાં આવે છે અથવા સંબંધિત અને અપ્રચલિત રિક્ટર મેગ્નિટ્યુડ લેવામાં આવે છે. 3 રિક્ટરની તીવ્રતા સાથેનો ભૂકંપ સામાન્ય છે, જ્યારે 7 રિક્ટરની તીવ્રતા ધરાવતો ભૂકંપ ગંભીર નુકસાન પહોંચાડે છે. ભૂકંપ ઈમારતો, રસ્તાઓ, ડેમ અને પુલ વગેરેને પણ ઘણું નુકસાન પહોંચાડે છે.
આ પણ વાંચો : Bihar: નીતિશ સરકાર વિરૂદ્ધ પટનાના રસ્તાઓ પર LJP-Rનો હોબાળો, પોલીસે કર્યો લાઠી ચાર્જ, ચિરાગ પાસવાનની કરી અટકાયત