AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પહેલા આતંકી હુમલો થતો ત્યારે માત્ર નિવેદનો જ અપાતા હતા, હવે ભારત પણ ઈઝરાયેલ- અમેરિકાની જેમ જવાબ આપે છેઃ અમિત શાહ

શાહે કહ્યું કે સરકાર હવાલા વ્યવહારો (hawala transactions), આતંકવાદીઓને નાણાકીય સહાય અને સંબંધિત પ્રવૃત્તિઓ, નકલી ચલણ, નાર્કોટિક્સ (narcotics), ગેરકાયદેસર હથિયારોની દાણચોરી પર નજર રાખવા માટે રાષ્ટ્રીય ડેટાબેઝ તૈયાર કરી રહી છે.

પહેલા આતંકી હુમલો થતો ત્યારે માત્ર નિવેદનો જ અપાતા હતા, હવે ભારત પણ ઈઝરાયેલ- અમેરિકાની જેમ જવાબ આપે છેઃ અમિત શાહ
Amit Shah - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2022 | 8:38 AM
Share

કર્ણાટક પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Union Home Minister Amit Shah) સરહદી સુરક્ષા (Border security) મુદ્દે વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે પહેલા જ્યારે આતંકી હુમલો (terrorist attack) થાય ત્યારે માત્ર નિવેદન જ જાહેર કરવામાં આવતું હતું. પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. શાહે કહ્યું કે ભારત હવે સરહદ પર હસ્તક્ષેપ કરનારાઓ સામે યુએસએ (USA) અને ઇઝરાયેલની (Israel) જેમ કાર્યવાહી કરે છે. આ દરમિયાન તેમણે માહિતી આપી હતી કે સરકાર હવાલા, આતંકવાદી ગતિવિધિઓ પર નજર રાખવા માટે ડેટાબેઝ તૈયાર કરી રહી છે.

અમિત શાહે બેંગ્લોરમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપી હતી. તેમણે સુરક્ષા પગલાંમાં ઢીલાશ માટે જૂની કોંગ્રેસ સરકારની ટીકા કરી હતી. “પહેલાં, જ્યારે પણ પાકિસ્તાન સમર્થિત ઉગ્રવાદીઓ દ્વારા આતંકવાદી હુમલાઓ કરવામાં આવતા હતા, ત્યારે ભારત ફક્ત નિવેદનો જ આપતું હતું, પરંતુ નરેન્દ્ર મોદી પીએમ બન્યા પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. પહેલા માત્ર અમેરિકા અને ઈઝરાયેલ તેમની સરહદ અને સેનામાં દખલ કરનારાઓને જડબાતોડ જવાબ આપતા હતા. હવે ભારત પણ આ ગ્રુપમાં સામેલ થઈ ગયું છે. અને સેના કે સરહદ સામે દખલ કરનારને એની જ ભાષામાં જવાબ આપવામાં આવે છે.

તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી પીએમ બન્યા પછી ઉરી (2016) અને પુલવામા (2019)માં આતંકી હુમલા થયા. શાહે કહ્યું, “અમે 10 દિવસમાં પાકિસ્તાનની અંદર સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક સાથે જવાબ આપ્યો. કેટલાક લોકોએ પ્રશ્ન કર્યો કે તેની કોઈ અસર થઈ. હું તેમને કહું છું કે તેની ઘણી અસર છે. હવે આખી દુનિયા જાણે છે કે ભારતીય સરહદોમાં કોઈ દખલ કરી શકે નહીં, નહીં તો જડબાતોડ જવાબ આપવામાં આવશે.

નેશનલ ઈન્ટેલિજન્સ ગ્રીડ (NATGRID)ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં શાહે જણાવ્યું હતું કે સરકાર હવાલા વ્યવહારો, આતંકવાદી ધિરાણ અને સંબંધિત પ્રવૃત્તિઓ, નકલી ચલણ, નાર્કોટિક્સ, બોમ્બની ધમકીઓ અને ગેરકાયદેસર હથિયારોની દાણચોરી પર નજર રાખવા માટે એક રાષ્ટ્રીય ડેટાબેઝ તૈયાર કરી રહી છે, કારણ કે સરકાર આતંકવાદ સામે ‘ઝીરો ટોલરન્સ પોલિસી’ ધરાવે છે.

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
g clip-path="url(#clip0_868_265)">