પ્રયાગરાજ સ્ટેશને ચાલતા કામને કારણે અમદાવાદ ડિવિઝનની આટલી ટ્રેન થશે પ્રભાવિત, જાણો કઈ કઈ ટ્રેન છે ?

|

Oct 11, 2024 | 6:12 PM

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં રેલવે ટ્રેક અંગે ચાલતા કેટલાક કામને કારણે, અમદાવાદ ડિવિઝનની આવતી અને જતી કેટલીક ટ્રેન પ્રભાવિત થશે. જાણો કઈ કઈ ટ્રેનને કેવી અસર થશે. ?

પ્રયાગરાજ સ્ટેશને ચાલતા કામને કારણે અમદાવાદ ડિવિઝનની આટલી ટ્રેન થશે પ્રભાવિત, જાણો કઈ કઈ ટ્રેન છે ?

Follow us on

ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજ સ્ટેશન પર યાર્ડ રિમેડલિંગ અને રૂટ રિલે ઈન્ટરલોકિંગ (આરઆરઆઈ) ને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ (ઈઆઈ )માં રૂપાંતરિત કરવાને કારણે, અમદાવાદ મંડળમાંથી ચાલતી કે પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થવાની છે. પ્રભાવિત ટ્રેનોની વિગતો આ મુજબ છે. આ ટ્રેનમાં મુસાફરી કરનારા મુસાફરોએ અગાઉથી ધ્યાને લેવુ જરૂરી છે.

રદ કરાયેલી ટ્રેનો:

  1. 16 ઓક્ટોબર, 2024ની ટ્રેન નંબર 09525 હાપા-નાહરલાગુન સ્પેશિયલ
  2. 19 ઓક્ટોબર, 2024ની ટ્રેન નંબર 09526 નાહરલાગુન-હાપા સ્પેશિયલ

પરિવર્તિત માર્ગ પર ચાલનારી ટ્રેનો:

  1. 16 ઓક્ટોબર, 2024ની ટ્રેન નંબર 09447 અમદાવાદ-પટના સુપરફાસ્ટ સ્પેશિયલને પરિવર્તિત માર્ગ વાયા કાનપુર સેન્ટ્રલ-લખનૌ-પંડિત દીનદયાલ ઉપાધ્યાય ના માર્ગ પર ચલાવવામાં આવશે.
  2. 18 ઓક્ટોબર, 2024ની ટ્રેન નંબર 09448 પટના-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ પરિવર્તીત માર્ગ વાયા પંડિત દીન દયાલ ઉપાધ્યાય-લખનૌ-કાનપુર સેન્ટ્રલ ના માર્ગ પર ચલાવવામાં આવશે.
  3. Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
    Useful Almond peels : પલાળેલી બદામની છાલને ફેંકી દેતા હોવ તો પહેલા જાણી લો તેનો સાચો ઉપયોગ
    કઈ એક ભૂલને કારણે રિસાઈ જાય છે દેવી લક્ષ્મી, જાણો પ્રેમાનંદ મહારાજ પાસેથી
    ગુજરાતનો એક એવો જિલ્લો જે એક સમયે હતો રાજ્ય
    પેચોટી ખસી ગઇ છે તે કેવી રીતે ખબર પડે ?
    વિનોદ કાંબલીએ છેલ્લા છ મહિનાથી તેનો ફોન વાપર્યો નથી
  4. 17 ઓક્ટોબર, 2024ની ટ્રેન નંબર 22468, ગાંધીનગર કેપિટલ-વારાણસી એક્સપ્રેસ ને વારાણસી-લખનૌ-કાનપુર સેન્ટ્રલ-ગોવિંદપુરી-ભીમસેન ના માર્ગ પર ચલાવવામાં આવશે.
  5. 17 ઓક્ટોબર, 2024ની ટ્રેન નંબર 22969 ઓખા-બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ ને પરિવર્તિત માર્ગ વાયા જંઘઈ – લખનૌ – કાનપુર સેન્ટ્રલ ના માર્ગ પર ચલાવવામાં આવશે.
  6. 19 ઓક્ટોબર, 2024ની ટ્રેન નંબર 22970 બનારસ-ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ ને પરિવર્તિત માર્ગ વાયા કાનપુર સેન્ટ્રલ-લખનૌ-જંઘઈ ના માર્ગ પર ચલાવવામાં આવશે.

શોર્ટ ટર્મિનેટ અને શોર્ટ ઓરિજિનેટ થનારી ટ્રેનો:

  1.  17 ઓક્ટોબર, 2024ની ટ્રેન નંબર 22967 અમદાવાદ-પ્રયાગરાજ સુપરફાસ્ટ એક્સપ્રેસ પ્રયાગરાજ છિવકી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ (સમાપ્ત) થશે.
  2. 18 ઓક્ટોબર, 2024ની ટ્રેન નંબર 22968 પ્રયાગરાજ-અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ પ્રયાગરાજ છિવકી સ્ટેશનથી શોર્ટ ઓરીજીનેટ (પ્રારંભ) થશે.

મુસાફરો કૃપા કરીને ટ્રેનના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Next Article