દુધમાં તુલસીનાં પાન ઉકાળીને પીવાથી દુર થાય છે આ પાંચ રોગ, જાણો ક્યારે અને કેવી રીતે પીશો
કોરોનાની મહામારી વચ્ચે શરીરને સ્વસ્થ રાખવું ઘણુ જરૂરી છે તો રોગપ્રતિકારક શક્તિને પણ વધારવા માટે નુસખા અપનાવવા જોઈએ. અમે તમને બતાવવા જઈ રહ્યા છે આવા જ એક ઘરેલું નુસખા કે જેને માટે તમારે બહાર કશે જવાની જરૂર નથી, આ ઔષધી આપ સૌ કૌઈનાં ઘરમાં પણ ઉપલબ્ધ છે. જરૂર છે તો માત્ર તેને કઈ રીતે વાપરવી […]

કોરોનાની મહામારી વચ્ચે શરીરને સ્વસ્થ રાખવું ઘણુ જરૂરી છે તો રોગપ્રતિકારક શક્તિને પણ વધારવા માટે નુસખા અપનાવવા જોઈએ. અમે તમને બતાવવા જઈ રહ્યા છે આવા જ એક ઘરેલું નુસખા કે જેને માટે તમારે બહાર કશે જવાની જરૂર નથી, આ ઔષધી આપ સૌ કૌઈનાં ઘરમાં પણ ઉપલબ્ધ છે. જરૂર છે તો માત્ર તેને કઈ રીતે વાપરવી અને ઉપયોગમાં લેવી. વાત કરી રહ્યા છે તુલસીના પાનની કે જે ઔષધિય ગુણોથી ભરપૂર છે. મોટા ભાગે લોકો શરદી અને ખાંસીથી બચવા માટે તુલસીનાં પાનનો ઉપયોગ કરે છે પરંતુ શું આપ જાણો છો કે શરદી ખાંસી સિવાય તુલસીનાં પાનને રોજ દુધમાં ઉકાળીને પાંચ રોગમાંથી આપ મુક્તિ મેળવી શકો છો
દમનાં રોગમાંથી મુક્તિ: અગર તમે શ્વાસ સંબંધી સમસ્યા દમથી પરેશાન છો તો દુધ સાથે તુલસીના પાનને ઉકાળીને પીવુ જોઈએ, આમ કરવાથી દમનાં રોગીઓને ચોક્કસ ફાયદો થશે
માઈગ્રેન: દુધમાં તુલસીનાં પત્તાને ઉકાળીને પીવાથી માઈગ્રેન જેવી સમસ્યાઓમાંથી રાહત મળી શકે છે. નિયમિત રૂપથી તુલસી અને દુધનું સેવન કરવાથી આ સમસ્યાને જડ મૂળથી સમાપ્ત તકી શકાય છે
ડિપ્રેશન: ઓફિસના ટેન્શનમાં કે પછી કામનાં તણાવથી ડિપ્રેશનમાં ઘેરાયેલા રહો છો તો દુધમાં તુલસીનાં પાનને ઉકાળીને પીવાથી માનસિક તાણ અને ચિંતા દુર થઈ શકે છે.
પથરી: અગર કોઈ વ્યક્તિને પથરીની સમસ્યા છે તો તેણે નિયમિત રૂપથી ખાલી પેટ તુલસી વાળું દુધ પીવું જોઈએ, આવું કરવાથી કિડનીનાં પથરીની સમસ્યા અને દુ:ખાવો દુર થાય છે.
રોગ પ્રતિકારક શક્તિ: તુલસીનાં પાનમાં એન્ટીઓક્સિડેન્ટનાં ગુણ હોવાથી તે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. આ સિવાય તુલસીનાં પાનમાં એન્ટીબેક્ટરીયલ અને એન્ટીવાયરલ ગુણ પણ હોય છે કે જે શરદી,ખાંસી અને તાવને દુર રાખે છે.
કેવી રીતે કરવું જોઈએ તુલસી દુધનું સેવન
તુલસી દુધ બનાવવા માટે સૌથી પહેલા દોઢ ગ્લાસ દુધમાં 8 થી 10 પત્તા તુલસીનાં નાખીને તેને ઉકાળવા દો. જ્યારે એક ગ્લાસ રહી જાય ત્યારે ગેસને બંધ કરી દો. હલકું નવશેકુ રહી જાય ત્યારે તેને પીવું. આ દુધનું નિયમિત સેવન કરવાથી બિમારીઓથી છુટકારો મેળવી શકાય છે.
