AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akash-NG surface-to-air missile: DRDOએ જમીનથી હવામાં લક્ષ્ય સાધી શકતી મિસાઇલ આકાશ-NGનું કર્યું સફળ પરીક્ષણ

ઉત્પાદન એજન્સીઓ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) પણ આ પરીક્ષણમાં સામેલ થઇ હતી.

Akash-NG surface-to-air missile: DRDOએ જમીનથી હવામાં લક્ષ્ય સાધી શકતી મિસાઇલ આકાશ-NGનું કર્યું સફળ પરીક્ષણ
આ ઉડાનનું પરીક્ષણ જમીન આધારિત પ્લેટફોર્મ પરથી બપોરે લગભગ 12:45 વાગે કરવામાં આવ્યું હતું
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2021 | 9:23 AM
Share

Akash-NG surface-to-air missile: સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ 21 જુલાઇ 2021ના રોજ ઓડિશાના દરિયાકાંઠાની નજીક એકીકૃત પરીક્ષણ રેન્જ (ITR) પરથી જમીનથી હવામાં લક્ષ્ય સાધી શકતી નવી જનરેશનની આકાશ મિસાઇલ (આકાશ-NG)નું સફળ પરીક્ષણ કર્યું હતું .

આ ઉડાનનું પરીક્ષણ જમીન આધારિત પ્લેટફોર્મ પરથી બપોરે લગભગ 12:45 વાગે કરવામાં આવ્યું હતું જેમાં મલ્ટી ફંકશન રડાર, કમાન્ડ, કંટ્રોલ એન્ડ કમ્યુનિકેશન સિસ્ટમ અને ડિપ્લોયમેન્ટ કન્ફિગરેશનમાં ભાગ લેનારા લોન્ચર જેવી તમામ હથિયાર પ્રણાલીઓ હતી.

આ મિસાઇલ સિસ્ટમને હૈદરાબાદ સ્થિત સંરક્ષણ સંશોધન અને વિકાસ લેબોરેટરી (DRDL) દ્વારા અન્ય DRDO લેબોરેટરીઓના સહયોગથી તૈયાર કરવામાં આવી છે. ભારતીય વાયુસેનાના પ્રતિનિધિઓ આ લોન્ચિંગના સાક્ષી બન્યા હતા. ઉડાનના ડેટા પ્રાપ્ત કરવા માટે ITR દ્વારા ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ, રડાર અને ટેલિમેટ્રી જેવા સંખ્યાબંધ રેન્જ સ્ટેશનોને તૈનાત કરવામાં આવ્યા હતા.

આ સિસ્ટમ્સ દ્વારા કેપ્ચર કરવામાં આવેલા સંપૂર્ણ ઉડાન ડેટાથી સંપૂર્ણ હથિયાર પ્રણાલીના ખામીમુક્ત પરફોર્મન્સની પુષ્ટિ થઇ ગઇ છે. પરીક્ષણ દરમિયાન, મિસાઇલે ઝડપી અને સ્ફુર્તિલા હવાઇ જોખમોને નાબૂદ કરવા માટે આવશ્યક ઉચ્ચ સ્તરીય ગતિશીલતાનું પ્રદર્શન કર્યું છે.

એક વાર તૈનાત કર્યા પછી આકાશ-NG હથિયાર પ્રણાલી ભારતીય વાયુસેનાની હવાઇ સુરક્ષા ક્ષમતામાં ખૂબ જ સારી વૃદ્ધિ કરનારી સાબિત થશે. ઉત્પાદન એજન્સીઓ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) પણ આ પરીક્ષણમાં સામેલ થઇ હતી.

સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહે આ સફળ પરીક્ષણ બદલ DRDO, DBL, BEL, ભારતીય વાયુસેના અને ઉદ્યોગજગતને અભિનંદન પાઠવ્યા હતા. સંરક્ષણ સંશોધન અને વિકાસ વિભાગના સચિવ અને DRDOના અધ્યક્ષે ટીમના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, આ મિસાઇલ ભારતીય વાયુસેનાને વધારે મજબૂત બનાવશે.

આ પણ વાંચો:  Phone Technology: હવે જાતે રિપેર થઇ જશે તમારા ફોનની સ્ક્રિન, આવશે નવી જબરદસ્ત ટેક્નોલોજી

આ પણ વાંચો: KUTCH : 53 કરોડના ખર્ચે કંડલા દિનદયાલ પોર્ટનું થશે ડીઝીટલાઈઝેશન, પોર્ટની તમામ ગતિવિધિ પર રહેશે ચાંપતી નજર

g clip-path="url(#clip0_868_265)">