DRDOને મળી મોટી સફળતા, પાયલટ વગર ઉડાવ્યુ ‘ફાઈટર એરક્રાફ્ટ’
DRDOએ એક નિવેદનમાં કહ્યું કે આ કવાયત શુક્રવારે કર્ણાટકના ચિત્રદુર્ગમાં એરોનોટિકલ ટેસ્ટ રેન્જમાં કરવામાં આવી હતી. માનવરહિત એરિયલ વ્હીકલ (UAV)ને 'ઓટોનોમસ ફ્લાઈંગ વિંગ ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેટર' તરીકે પણ ઓળખવામાં આવે છે.
ડિફેન્સ રિચર્સ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનને (Defence Research and Development Organisation) અત્યાધુનિક પાયલોટ વગર વિમાનના વિકાસમાં મોટી સફળતા મેળવી છે. DRDOએ ઓટોનોમસ ફ્લાઈંગ વિંગ ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેટરની (Autonomous Flying Wing Technology Demonstrator) પ્રથમ ઉડાન સફળતાપૂર્વક પાર પાડી છે. આ ફ્લાઈટની ખાસિયત એ છે કે તે પાઈલટ વગર પણ ઉડી શકે છે. આટલું જ નહીં, તે ટેકઓફથી લઈને લેન્ડિંગ સુધીના તમામ કામ પણ કોઈની મદદ વગર પોતાની જાતે જ સંભાળી શકે છે.
Congratulations to @DRDO_India on successful maiden flight of the Autonomous Flying Wing Technology Demonstrator from Chitradurga ATR.
It is a major achievement towards autonomous aircrafts which will pave the way for Aatmanirbhar Bharat in terms of critical military systems. pic.twitter.com/pQ4wAhA2ax
— Rajnath Singh (@rajnathsingh) July 1, 2022
DRDOએ એક નિવેદનમાં કહ્યું કે આ કવાયત શુક્રવારે કર્ણાટકના ચિત્રદુર્ગમાં એરોનોટિકલ ટેસ્ટ રેન્જમાં કરવામાં આવી હતી. માનવરહિત એરિયલ વ્હીકલ (UAV)ને ‘ઓટોનોમસ ફ્લાઈંગ વિંગ ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેટર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. એરક્રાફ્ટ વિશે વધુ વિગતો આપતા સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ‘વિમાન સંપૂર્ણ સ્વાયત્ત મોડમાં ઓપરેટ કરે છે. એરક્રાફ્ટે સફળ ઉડાન ભરી, જેમાં ટેકઓફ, વે પોઈન્ટ નેવિગેશન અને સ્મૂધ ટચડાઉનનો સમાવેશ થાય છે. આ એરક્રાફ્ટ આગામી પાઈલટલેસ એરક્રાફ્ટના વિકાસમાં એક સીમાચિહ્નરૂપ છે. તે આત્મનિર્ભરતા તરફનું એક મહત્વપૂર્ણ પગલું પણ છે.
એરક્રાફ્ટે જાતે ભરી ઉડાન
ન્યૂઝ એજન્સી ANI અનુસાર DRDOએ એક નિવેદનમાં જણાવ્યું કે વિમાને સફળતાપૂર્વક ટેકઓફ કર્યું. આ વિમાને જ આ કવાયત હાથ ધરી હતી. આ એરક્રાફ્ટ આવી વ્યૂહાત્મક સંરક્ષણ તકનીકોમાં આત્મનિર્ભરતા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ એરક્રાફ્ટને એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ, બેંગ્લોર દ્વારા ડિઝાઈન અને વિકસાવવામાં આવ્યું છે. ADEએ DRDO હેઠળની અગ્રણી સંશોધન પ્રયોગશાળા છે.