વૈશ્વિક મહામારી કોરોનાની દેશ સાહિત સમગ્ર વિશ્વ લડી રહ્યું છે. તો દેશમાં કોરોનાથી દેશવાસીને બચાવવા માટે DRDO સતત પ્રયત્નશીલ છે.કોરોનાની સારવાર માટે 2DG દવા બાદ DRDOએ વધુ એક સિદ્ધી મેળવી છે. DRDOએ કોરોનાની એન્ટીબોડી ટેસ્ટ કીટ DIPCOVAN વિકસિત કરી છે.
એન્ટીબોડી ટેસ્ટ કીટ DIPCOVAN DRDOએ કોરોના વાયરસની એન્ટિબોડી ટેસ્ટ કીટ તૈયાર કરી છે. કીટનું નામ ‘DIPCOVAN’ રાખવામાં આવ્યું છે.આ ટેસ્ટ કીટ દ્વારા SARS-CoV-2 વાયરસ સાથે સાથે ન્યુક્લિયોકેપ્સિડ પ્રોટીન પણ 97% ની ઉચ્ચ સંવેદનશીલતા અને 99% ની વિશિષ્ટતા સાથે શોધી શકાય છે.
દિલ્હી સ્થિત વાનગાર્ડ ડાયગ્નોસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી આ એન્ટિબોડી ટેસ્ટ કીટ વિકસિત કરવામાં આવી છે. આ કીટ સંપૂર્ણ સ્વદેશી છે અને દેશના જ વૈજ્ઞાનિકોએ વિકસાવી છે.દિલ્હીની વિવિધ COVID હોસ્પિટલોમાં 1000 થી વધુ દર્દીઓના નમૂનાઓ પર વિસ્તૃત પરીક્ષણ કર્યા બાદ તેની ક્ષમતા ચકાસવામાં આવી હતી.
ICMR, DCGI એ પણ મંજુરી આપી દીધી છે છેલ્લા એક વર્ષમાં DRDOની આ એન્ટિબોડી ટેસ્ટ કીટ DIPCOVAN ની ત્રણ બેચને માન્યતા આપવામાં આવી છે.એપ્રિલ 2021 માં ICMR એ આ કિટને માન્યતા આપી. હવે મે મહિનામાં આ ઉત્પાદનને ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલ (DCGI) દ્વારા પણ મંજૂરી આપવામાં આવી છે. હવે આ કીટ ખુલ્લા બજારમાં વેચી શકાશે.
માનવ શરીરમાં કોરોના સામે લડવા માટે જરૂરી એન્ટિબોડીઝ અથવા પ્લાઝ્મા શોધી કાઢવું એ DIPCOVAN કીટ તૈયાર કરવાનો હેતુ એ છે. આ કીટની વેલીડીટી 18 મહિનાની હશે. ડીઆરડીઓ દ્વારા વાનગાર્ડ ડાયગ્નોસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી આ કીટ બનાવવામાં આવી છે.
Raksha Mantri Shri @rajnathsingh has appreciated the efforts of @DRDO_India and the industry in developing the kit at the time of need. This kit will help the people in their fight against COVID-19 Pandemic. https://t.co/EV4EfndsLW
— रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) May 21, 2021
જૂનના પહેલા અઠવાડિયામાં થશે લોંચ વાનગાર્ડ DIPCOVAN કીટને જૂનના પહેલા અઠવાડિયામાં લોંચ કરશે. પ્રથમ બેચમાં 100 કીટ આપવામાં આવશે. ત્યારબાદ દર મહિને 500 કીટ તૈયાર થશે. આ કિટની કિંમત પ્રતિ ટેસ્ટ રૂ.75 જેટલી હશે. આ કીટ વ્યક્તિની કોરોના અને કોરોના થયા પહેલાના ઇતિહાસ સામે લડવાની ક્ષમતા વિશે શોધવામાં મદદ કરશે.