AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે ગાંધી પરિવારને મળશો ? રાજીવ ગાંધી હત્યાની દોષિત નલિનીએ આપ્યો આ જવાબ

સુપ્રીમ કોર્ટે શુક્રવારે રાજીવ ગાંધી હત્યા કેસમાં (Rajiv Gandhi assassination) લગભગ ત્રણ દાયકાથી આજીવન કેદની સજા ભોગવી રહેલા નલિની શ્રીહરન અને અન્ય પાંચ દોષિતોને સમય પહેલા મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો હતો.

શું તમે ગાંધી પરિવારને મળશો ? રાજીવ ગાંધી હત્યાની દોષિત નલિનીએ આપ્યો આ જવાબ
Nalini, convicted of Rajiv Gandhi assassination
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2022 | 9:18 AM
Share

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના કેસમાં નલિની શ્રીહરન અને અન્ય દોષિતોને શનિવારે તમિલનાડુની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. આ તમામ દોષિતો 30 વર્ષથી વધુ સમયથી જેલમાં હતા. જેલમાંથી મુક્ત થયા બાદ નલિનીએ તમિલનાડુ અને કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે તેણી નિર્દોષ હોવાના દૃઢ વિશ્વાસે તેણીને આટલા વર્ષો સુધી જીવતી રાખી હતી. વેલ્લોર જેલમાંથી છૂટ્યા પછી તરત જ, નલિની વેલ્લોર સેન્ટ્રલ જેલમાં ગઈ, જ્યાંથી તેના પતિ વી. શ્રીહરન ઉર્ફે મુરુગનને મુક્ત કરવામાં આવ્યો. પતિને મળ્યા બાદ નલિની ભાવુક થઈ ગઈ હતી.

નલિનીએ વેલ્લોરમાં કહ્યું, “આ 32 વર્ષ દરમિયાન જેલમાં નરકનો અનુભવ હતો. મારી આ પ્રતીતિએ મને ઘણા વર્ષો સુધી જીવંત રાખી છે કે હું નિર્દોષ છું. અલબત્ત, હું નિયમિત રીતે યોગ કરીને અને IGNOUના કલાસ દ્વારા મારી જાતને જેલમાં વ્યસ્ત રાખી શકી હતી.’ નલિનીએ તેના ભાવિ આયોજન વિશે પણ વાત કરી અને કહ્યું કે તેના પરિવારના તમામ સભ્યો લાંબા સમયથી તેની રાહ જોઈ રહ્યા છે. અને હવે તે ઈચ્છે છે માત્ર તેમની સાથે રહે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તે મુક્ત થયા પછી ગાંધી પરિવારમાં કોઈને મળશે? નલિનીએ કહ્યું કે તે આવું કરવાનું વિચારી રહી નથી. તેણે એમ પણ કહ્યું કે, ‘મારા પતિ જ્યાં પણ જશે, હું ત્યાં જઈશ.’

પતિ અને પુત્રીનું ધ્યાન રાખવાની ઈચ્છા વ્યક્ત કરી

નલિનીએ કહ્યું, ‘શું તમને લાગે છે કે મેં પૂર્વ વડાપ્રધાનની હત્યા કરી છે? મારી સામે હત્યાના 17 કેસ નોંધાયેલા છે. નલિનીએ લંડનમાં તેની પુત્રી પાસે જવાની અને ભવિષ્યમાં તેના પતિ અને પુત્રીનું ધ્યાન રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારો અને તેમની મુક્તિને સમર્થન આપનારા તમામ લોકોનો આભાર માન્યો હતો. મુરુગન ઉપરાંત, આ કેસના અન્ય દોષિતની મુક્તિ પછી પોલીસ વાહનમાં રાજ્યના તિરુચિરાપલ્લીમાં એક વિશેષ શરણાર્થી શિબિરમાં લઈ જવામાં આવ્યો હતો. બંને શ્રીલંકાના નાગરિક છે.

રાજીવ ગાંધી હત્યા કેસના દોષિતો રોબર્ટ પાયસ અને જયકુમારને અહીંની પુઝહલ જેલમાંથી છૂટ્યા બાદ વિશેષ શરણાર્થી શિબિરમાં લઈ જવામાં આવ્યા હતા. પાયસ અને રાજકુમાર પણ શ્રીલંકાના નાગરિક છે. સુપ્રીમ કોર્ટના શુક્રવારના આદેશની નકલ પ્રાપ્ત કર્યા પછી, જેલ સત્તાવાળાઓએ શ્રીલંકાના ચાર નાગરિકો સહિત તમામ છ દોષિતોને મુક્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી.

મહિલા આત્મઘાતી બોમ્બર માર્યા ગયા

કોર્ટે નોંધ્યું હતું કે અન્ય દોષિત એ.જી. પેરારીવલનને મુક્ત કરવાનો તેનો અગાઉનો આદેશ આ દોષિતોને સમાન રીતે લાગુ પડે છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે રાજીવ ગાંધી હત્યા કેસમાં લગભગ ત્રણ દાયકાથી આજીવન કેદની સજા ભોગવી રહેલા નલિની શ્રીહરન અને અન્ય પાંચ દોષિતોને સમય પહેલા મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો હતો. ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની 21 મે 1991ના રોજ તમિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં ચૂંટણી રેલી દરમિયાન એક મહિલા આત્મઘાતી બોમ્બર દ્વારા હત્યા કરવામાં આવી હતી.

નલિની ઉપરાંત તેના પતિ વી. શ્રીહરન ઉર્ફે મુરુગન, આર.પી. રવિચંદ્રન, સંથન, રોબર્ટ પાયસ અને જયકુમારને મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. શ્રીહરન, સંથન, રોબર્ટ અને જયકુમાર શ્રીલંકાના નાગરિકો છે, જ્યારે નલિની અને રવિચંદ્રન તમિલનાડુના છે.

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
g clip-path="url(#clip0_868_265)">