AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેવભૂમિ બની રહી છે ડિજિટલ ભૂમિ, ઉત્તરાખંડના ચારધામ 5G કનેક્ટિવિટી સાથે જોડાયા, અશ્વિની વૈષ્ણવે કર્યું લોન્ચ

Two Lakh 5G site of India at Gangotri: અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આજે દર મિનિટે 5G સાઇટ અપલોડ થઈ રહી છે. દર મિનિટે એક 5G સાઇટ પ્રસારિત થઈ રહી છે. મોદી સરકારનું કામ જોઈને આખી દુનિયા આશ્ચર્યમાં છે.

દેવભૂમિ બની રહી છે ડિજિટલ ભૂમિ, ઉત્તરાખંડના ચારધામ 5G કનેક્ટિવિટી સાથે જોડાયા, અશ્વિની વૈષ્ણવે કર્યું લોન્ચ
5G connectivity
TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2023 | 12:30 PM
Share

Two Lakh 5G site of India at Gangotri: કેન્દ્રીય રેલ્વે અને ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે ચારધામમાંથી એક ગંગોત્રીમાં દેશની 2 લાખમી 5G સાઇટનું ઉદ્ઘાટન કર્યું. આ સાથે તેમણે ચારધામ (બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી) ફાઈબર કનેક્ટિવિટી પ્રોજેક્ટ પણ લોન્ચ કર્યો. આ દરમિયાન તેમણે કહ્યું કે દેવભૂમિ હવે ડિજિટલ ભૂમિ બની રહી છે. વૈષ્ણવે કહ્યું કે 5G કનેક્ટિવિટી સાથે ચારધામની યાત્રા કરતા ભક્તોને બહેતર કોલ કનેક્ટિવિટી, વીડિયો કૉલ, ઇન્ટરનેટ કનેક્ટિવિટીની વધુ સારી સુવિધા મળશે.

તેમણે કહ્યું કે 5G કનેક્ટિવિટી સાથે અહીં આવતા લાખો શ્રદ્ધાળુઓ હાઈ-સ્પીડ ડેટા નેટવર્કનો લાભ લઈ શકશે. ટેલિકોમ મંત્રીએ કહ્યું કે આ દેશે ટેલિકોમ ક્રાંતિના ઘણા સ્વરૂપો જોયા છે.એક સમય હતો જ્યારે કેબલ જમીનની અંદર પાથરવામાં આવતા, ઘરના કેબલ ફોનમાં રીંગ વાગતી,તે એક સમયગાળો હતો, અને હવે આધુનિક સમય છે.

એરટેલ 5જી પ્લસ સાથે મળશે WIFI જેવી સ્પીડ, મજબૂત કનેક્ટિવિટી બની ગેમ-ચેન્જર

5Gમાં રેકોર્ડ બન્યો છે

એક સમય એવો આવ્યો જ્યારે વિશ્વમાં ક્રાંતિ થઈ રહી હતી, પરંતુ ભારતમાં ટેલિકોમ સેક્ટરની એક અલગ છબી ઊભી થઈ હતી. અનેક કૌભાંડ થયા 2G, 3Gનો જે પણ યુગ હતો તે પાછળ ગયો છે, 4G અને 5G પર કામ કરવું પડશે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે 4Gમાં સારી પ્રગતિ થઈ છે પરંતુ 5Gમાં રેકોર્ડ બન્યો છે.

પીએમ મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધ્યો

ટેલિકોમ મંત્રીએ કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં દેશે જે પ્રગતિ કરી છે તે આજે દેખાઈ રહી છે. ટેલિકોમ મંત્રીએ કહ્યું કે આજે દર મિનિટે એક 5G સાઈટ અપલોડ થઈ રહી છે. દર મિનિટે એક 5G સાઇટ પ્રસારિત થઈ રહી છે. આજે આખી દુનિયા આશ્ચર્યચકિત છે કે કેવી રીતે મોદી સરકારે રેકોર્ડ સમયમાં 5G સ્પેક્ટ્રમની હરાજી પૂર્ણ કરી.

ગંગોત્રીમાં 5G ની 2 લાખમી સાઇટ ઇન્સ્ટોલ થઈ

અશ્વિની વૈષ્ણવે કહ્યું કે તે ગર્વની ક્ષણ છે કે ચારધામમાંથી એક ગંગોત્રીમાં 5Gની બે લાખમી સાઈટની સ્થાપના કરવામાં આવી છે. તેમણે કહ્યું કે દેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ મને ચારેય ધામોમાં 5G લગાવવાનું કહ્યું હતું અને આજે ચારેય ધામોમાં હાઈ-સ્પીડ કનેક્ટિવિટી ફાઈબર બનાવવામાં આવી છે.

6G પર કામ ચાલુ છે, દુનિયામાં લીડ કરશે

ટેલિકોમ મંત્રીએ વધુમાં કહ્યું કે 5Gમાં આટલી ઝડપથી કામ કરવાની સાથે વડાપ્રધાને વધુ એક ટાર્ગેટ આપ્યો હતો. 5Gમાં વિશ્વની બરાબરી પર ઊભા રહેશે પરંતુ 6Gમાં વિશ્વનું નેતૃત્વ કરશે. તમને જાણીને આનંદ થશે કે અમારા એન્જિનિયરોએ 6G માટે પેટન્ટ લેવાનું શરૂ કરી દીધું છે. જ્યાં સુધી મને ખબર છે, 6G ટેક્નોલોજી માટે ભારતના એન્જિનિયરો દ્વારા 100 થી વધુ પેટન્ટ પ્રાપ્ત થઈ છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">