Delhi Air Pollution: વરસાદને કારણે દિલ્હીની હવામાં થયો સુધારો, આજે AQI 53 પર પહોંચતા ઝેરી હવામાંથી મળી રાહત

રાજધાની દિલ્લીમાં સતત પડી રહેલા વરસાદને કારણે એક તરફ ઠંડીમાં વધારો થયો છે તો બીજી તરફ હવા શ્વાસ લેવા જેવી બની છે. આ સમયગાળા દરમિયાન વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર સુધારો થયો છે.

Delhi Air Pollution: વરસાદને કારણે દિલ્હીની હવામાં થયો સુધારો, આજે AQI 53 પર પહોંચતા ઝેરી હવામાંથી મળી રાહત
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2022 | 9:57 AM

દેશની રાજધાની દિલ્હીમાં(Delhi) ભારે પવન સાથે વરસાદે રાજધાનીના પ્રદૂષણમાં રાહત મળી છે. તે જ સમયે, સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (SAFAR) અનુસાર, દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) હાલમાં ‘સંતોષકારક’ શ્રેણીમાં 53 પર નોંધાયેલ છે. આવી સ્થિતિમાં, શનિવારે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર, દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક 100 પોઇન્ટથી નીચે નોંધાયો હતો. આ સ્તરની હવા સંતોષકારક શ્રેણીમાં રાખવામાં આવી છે.

દિલ્લીવાસીઓએ નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં અત્યંત પ્રદૂષિત હવામાં શ્વાસ લીધો છે. આ સમય દરમિયાન હવામાનના વિવિધ પરિબળોને કારણે એર ક્વોલિટી ઈન્ડેક્સ 300 પોઈન્ટથી ઉપર રહ્યો છે, એટલે કે લાંબા સમય સુધી ખૂબ જ નબળી અથવા ગંભીર શ્રેણીમાં રહ્યો છે. જોકે, છેલ્લા 3 દિવસમાં હવામાનની ગતિવિધિઓને કારણે એર ક્વોલિટી ઈન્ડેક્સમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

હાલ રાજધાનીની હવા ગ્રીન ઝોનમાં આવી ગઈ છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, શનિવારે દિલ્હીનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક 91 પોઈન્ટ રહ્યો હતો. આ સ્તરની હવા સંતોષકારક શ્રેણીમાં રાખવામાં આવી છે. આવી સ્થિતિમાં, દિલ્હીના મોટાભાગના મોનિટરિંગ કેન્દ્રોનો AQI 100 પોઇન્ટથી નીચે રહ્યો.

2 દિવસ તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે

તમને જણાવી દઈએ કે વરસાદ અને તેજ પવનને કારણે આ રાહત લાંબો સમય ટકવાની નથી. જો કે, આગામી બે દિવસમાં તાપમાનમાં ઘટાડો થવાની સાથે પવનની ગતિ પણ ધીમી પડશે તેવો અંદાજ છે. જેના કારણે પ્રદુષણનું સ્તર પણ વધવા લાગશે.

જાણો પ્રદૂષણનું પ્રમાણ શું છે?

નોંધનીય છે કે દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 90 છે. જે સંતોષકારક શ્રેણીમાં છે. છેલ્લી વખત દિલ્હીની હવા ગયા વર્ષે 25 ઓક્ટોબરે આ શ્રેણીમાં હતી. તે જ સમયે, નોઇડા, ગ્રેટર નોઇડા, ગાઝિયાબાદ અને ફરીદાબાદમાં હવાની ગુણવત્તામાં જબરદસ્ત સુધારો થયો છે. શૂન્ય અને 50 ની વચ્ચે AQI ‘સારું’, 51 થી 100 ‘સંતોષકારક’, 101 થી 200 ‘મધ્યમ’, 201 થી 300 ‘ખરાબ’, 301 થી 400 ‘ખૂબ જ ખરાબ’ છે. અને 401 થી 500 ની વચ્ચેને ‘ગંભીર’માં ગણવામાં આવે છે.

આ પણ વાંચો : Uttarakhand Snowfall: સતત હિમવર્ષા બાદ જનજીવન થયું પ્રભાવિત, ગંગોત્રી-યમુનોત્રી હાઈવે 30 કલાકથી બંધ હોય ઘણી જગ્યાએ પ્રવાસીઓ ફસાયા

આ પણ વાંચો : Jammu Kashmir: કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, બે આતંકવાદીઓ ઠાર, હથિયારો અને દારૂગોળો જપ્ત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">