Delhi Air Pollution: દિલ્હીનો AQI ફરી 256 પર પહોંચ્યો, વાયુ પ્રદૂષણ મુદ્દે દિલ્હી સરકારની આજે સમીક્ષા બેઠક

10 ડિસેમ્બરે એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન (CAQM) એ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે દિલ્હી-NCRમાં કુલ 1534 સાઇટ્સનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને 228 સાઇટ્સને બંધ કરવાની નોટિસ આપવામાં આવી છે. જ્યારે તેમાંથી 111ને બંધ કરવામાં આવી છે.

Delhi Air Pollution: દિલ્હીનો AQI ફરી 256 પર પહોંચ્યો, વાયુ પ્રદૂષણ મુદ્દે દિલ્હી સરકારની આજે સમીક્ષા બેઠક
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2021 | 9:49 AM

સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (SAFAR) અનુસાર, દિલ્હીનો(Delhi Air Pollution)  હવા ગુણવત્તા સૂચકાંક (Delhi Today AQI) સોમવારે સવારે 256 ની ‘નબળી’ શ્રેણીમાં છે. બીજી તરફ, પર્યાવરણ મંત્રી ગોપાલ રાય આજે વરિષ્ઠ અધિકારીઓ સાથે દિલ્હીના વાયુ પ્રદૂષણની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરશે.

પ્રદૂષણના કારણે લાદવામાં આવેલા નિયંત્રણો વચ્ચે આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મીટિંગમાં છૂટછાટ  મળી શકે છે. આ સંદર્ભમાં, કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) સાથે ચર્ચા કરવામાં આવશે કે આ સંજોગોમાં કઈ બાબતોને હળવી કરી શકાય.

જો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 0 થી 50 ની વચ્ચે હોય તો તેને સારી શ્રેણીમાં રાખવામાં આવે છે. 51 અને 100 ની વચ્ચે હોવાને સંતોષકારક માનવામાં આવે છે, જ્યારે 101 અને 200 ની વચ્ચે મધ્યમ માનવામાં આવે છે. તે જ સમયે, જો હવાની ગુણવત્તા 201 થી 300 ની વચ્ચે રહે છે, તો તે    ગંભીર  શ્રેણીમાં આવે છે અને 301 થી 400 ની વચ્ચે ખૂબ જ નબળી છે. આ સિવાય 401 થી 500 ની વચ્ચે એર ક્વોલિટી ઇન્ડેક્સ ગંભીર શ્રેણીમાં આવે છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

દિલ્હી-NCRમાં 111 ફેક્ટરીઓ અને કન્સ્ટ્રક્શન સાઇટ્સ બંધ તમને જણાવી દઈએ કે, 10 ડિસેમ્બરે એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન (CAQM) એ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે દિલ્હી-NCR રાજ્યોમાં 40 ફ્લાઈંગ સ્ક્વોડ્સ દ્વારા ફેક્ટરીઓ અને કન્સ્ટ્રક્શન સાઇટ્સ સહિત કુલ 1,534 સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે, અને વાયુ પ્રદૂષણના સ્તરને અંકુશમાં લેવા માટે 228 સાઇટ્સને બંધ કરવા નોટિસ આપવામાં આવી હતી, જ્યારે તેમાંથી 111 બંધ કરવામાં આવી છે.

જણાવી દઈએ કે, 2 ડિસેમ્બરે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર દિલ્હી સરકારે બાળકોના સ્વાસ્થ્ય પર પ્રદૂષણની અસરને ઘટાડવા માટે આગામી આદેશો સુધી તમામ શાળાઓને બંધ રાખવાની જાહેરાત કરી હતી. તે પહેલા, બાંધકામ પ્રવૃત્તિઓ અને ટ્રકોના શહેરમાં પ્રવેશ પર આગામી આદેશ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે, સીએનજીથી ચાલતા વાહનો, ઈ-ટ્રક અને આવશ્યક ચીજવસ્તુઓ વહન કરતા વાહનોને મુક્તિ આપવામાં આવી હતી.

રવિવારે પણ દિલ્હી-NCRની હવામાં નજીવો સુધારો થયો છે. હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાંથી  ખરાબ  શ્રેણી આવી ગઈ છે. સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ અનુસાર, રવિવારે દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 256 નોંધાયો છે. આ પહેલા શનિવારે દિલ્હીનો AQI 281 હતો. આના એક દિવસ પહેલા તે 314 નોંધાયો હતો.

આ સિવાય ફરીદાબાદનો AQI 221, ગાઝિયાબાદનો 264, ગ્રેટર નોઈડામાં 192, ગુરુગ્રામનો 268 અને નોઈડાનો AQI 218 નોંધાયો હતો. આગામી બે-ત્રણ દિવસ સુધી, હવાની ગુણવત્તા રાત્રે ખૂબ જ ખરાબ  કેટેગરીમાં અને દિવસ દરમિયાન ખરાબ  શ્રેણીમાં રહેશે. તેનું મુખ્ય કારણ રાત્રે ગગડતો પારો અને દિવસ દરમિયાન તડકો પડતો હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચો : દુબઈની સરકાર વિશ્વની પહેલી 100 ટકા પેપરલેસ સરકાર બની, ક્રાઉન પ્રિન્સ શેખ હમદાને આપી માહિતી

આ પણ વાંચો : Happy birthday Venkatesh: બોલિવૂડનો ‘અનાડી’ કેવી રીતે બન્યો સાઉથનો સુપરસ્ટાર? વેંકટેશના જન્મદિવસ પર જાણો તેમની સાથે જોડાયેલી ખાસ વાતો

g clip-path="url(#clip0_868_265)">