Manika Batra અને ફેડરેશન વચ્ચેના વિવાદ વચ્ચે, સ્ટાર ખેલાડી TTFI વિરુદ્ધ હાઈકોર્ટ પહોંચી

ટોક્યો ઓલિમ્પિકથી ભારતની સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા અને TTFI વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

Manika Batra અને ફેડરેશન વચ્ચેના વિવાદ વચ્ચે, સ્ટાર ખેલાડી TTFI વિરુદ્ધ હાઈકોર્ટ પહોંચી
manika batra decides to move delhi high court againt ttfi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2021 | 10:15 AM

Manika Batra : ભારતીય ટેબલ ટેનિસ સ્ટાર મનિકા બત્રા (Manika Batra)અને ટેબલ ટેનિસ ફેડરેશન વચ્ચે ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)બાદ શરૂ થયેલા વિવાદે નવો વળાંક લીધો છે. 2018 કોમનવેલ્થ ગેમ્સ(Commonwealth Games) માં દેશ માટે ચાર ગોલ્ડ મેડલ જીતનાર મનિકા બત્રાની એશિયન ચેમ્પિયનશિપ (Asian Championship) માટે પસંદગી કરવામાં આવી ન હતી. ફેડરેશનના નિર્ણયથી નારાજ માનિકાએ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે.

ટોક્યો ઓલિમ્પિકમાં(Tokyo Olympics) મનિકા બત્રા રાષ્ટ્રીય કોચ વિના રમવા આવી હતી. આ પછી ટીટીએફઆઈ(Table Tennis Federation of India)એ તેમને કારણદર્શક નોટિસ આપી હતી. મનિકા બત્રાએ જવાબ આપ્યો કે તેણે રોયની મદદ લેવાનો ઇનકાર કરીને રમતની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું હતું. મનિકાએ આરોપ લગાવ્યો હતો કે, રોયે તેને માર્ચમાં ઓલિમ્પિક ક્વોલિફાયર દરમિયાન મેચ હારવાનું કહ્યું હતું અને તેથી જ તેણે ટોક્યો ઓલિમ્પિકમાં સિંગલ્સ ઇવેન્ટમાં રોયની મદદ લેવાનો ઇનકાર કર્યો હતો.

મનિકા બત્રાએ હાઇકોર્ટમાં અપીલ કરી

નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર

મનિકા બત્રાએ ટોક્યો ઓલિમ્પિક(Tokyo Olympics) બાદ રાષ્ટ્રીય શિબિરમાં ભાગ લીધો ન હતો. તેણીએ કહ્યું હતું કે, તે તેના અંગત કોચ સાથે તાલીમ લઈ રહી છે અને તેથી જ તે સોનીપતમાં આયોજિત રાષ્ટ્રીય શિબિરમાં ભાગ લઈ શકશે નહિ. ટોક્યો ઓલિમ્પિક બાદ ફેડરેશને ખેલાડીઓને રાષ્ટ્રીય શિબિરમાં ભાગ લેવો ફરજિયાત બનાવ્યો હતો.

તાજેતરમાં ફેડરેશને એશિયન ચેમ્પિયનશિપ (Asian Championships) માટે ટીમની જાહેરાત કરી હતી. જોકે આ ટીમમાં મનિકાનું નામ સામેલ હતું. ફેડરેશનના આ નિર્ણયથી નારાજ મનિકાએ દિલ્હી હાઈકોર્ટમાં (Delhi High Court)અપીલ કરી છે. તેની સુનાવણી જસ્ટિસ લેખા પલ્લી કરશે.

મનિકા અને ફેડરેશન વચ્ચે લાંબા સમયથી વિવાદ છે

મનિકા બત્રા (Manika Batra)એ રાષ્ટ્રીય કોચ પર ફિક્સિંગ (Fixing)નો આરોપ લગાવ્યો હતો. જો કે, ટેબલ ટેનિસ એસોસિએશન (Table Tennis Federation of India) એ દાવો કર્યો હતો કે મનિકાએ માર્ચમાં રાષ્ટ્રીય કોચ સૌમ્યદીપ રોય સામે કથિત મેચ ફિક્સિંગ અંગે માહિતી આપી ન હતી. મનિકાએ વળતો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે, ‘હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે ટીટીએફઆઈ નોટિસ અને પત્રના લેખિત જવાબમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, મેં તેમને માર્ચ મહિનામાં જ આ બાબતની જાણ કરી હતી. માનિકા( (Manika Batra))એ આગળ કહ્યું, ‘મને ખબર નથી કે હવે હું પાંચ મહિના સુધી આ માહિતી ન આપવાનો ખોટો દાવો કેમ કરું છું. નોટીસનો મારો જવાબ મારી માહિતી વહેંચણીની સ્પષ્ટ પુષ્ટિ કરે છે.

આ પણ વાંચો : IPL 2021: વિરાટ કોહલી નવ વર્ષ RCB ના કેપ્ટન પદે રહ્યો પરંતુ એક વાર પણ ટ્રોફી પોતાના હાથમાં ઉંચકી શક્યો નહી, માંડ ત્રણ વાર પ્લેઓફમાં પહોંચ્યો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">