હરિયાણાના ગુરુગ્રામમાં લૂંટની મોટી ઘટના સામે આવી, 5 બદમાશોએ કેશ વાનમાંથી કરી 1 કરોડ રૂપિયાની લૂંટ
કેશ વાનમાંથી રૂ. 1 કરોડની લૂંટ કરનાર ગુનેગારોને શોધી કાઢવામાં પોલીસે તપાસ તેજ કરી છે. ગુરુગ્રામમાં (Gurugram) છેલ્લા દિવસોમાં ગુનાહિત ઘટનાઓમાં ઝડપથી વધારો થયો છે.
હરિયાણાના (Haryana) ગુરુગ્રામમાં લૂંટની એક મોટી ઘટના સામે આવી છે. 5 હથિયારધારી બદમાશોએ કેશ વાનમાંથી (Cash Van) 1 કરોડ રૂપિયાની લૂંટ કરી હતી. સમાચાર અનુસાર, બદમાશોએ કેશ વાનના ડ્રાઈવરની આંખમાં મરચાનો પાવડર નાખીને આ મોટી લૂંટને અંજામ આપ્યો હતો. મળતી માહિતી મુજબ, બદમાશોએ પહેલા ડ્રાઈવર અને કર્મચારીની આંખમાં મરચાંનો પાવડર નાખ્યો અને પછી પિસ્તોલથી ડરાવીને મોટી રકમ પર હાથ સાફ કર્યા. આ બનાવથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સાથે જ લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાયબર સિટી ગુરુગ્રામના લોકોને ડર છે કે જ્યારે બદમાશો ધોળા દિવસે સિક્યુરિટી કેશ વેનમાંથી 1 કરોડ રૂપિયા લૂંટી શકે છે, તો ત્યાંના રહેવાશીઓની શું હાલત થશે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી. નજીકમાં લાગેલા સીસીટીવીના આધારે પોલીસે ગુનેગારોની ઓળખ કરવાનું શરૂ કરી દીધું છે. આ સાથે લૂંટમાં સંડોવાયેલા વાહનોના નંબર ટ્રેસ કરવામાં આવી રહ્યા છે.
કેશ વાનમાંથી 1 કરોડની લૂંટ
કેશ વાનમાંથી રૂ. 1 કરોડની લૂંટ કરનાર ગુનેગારોને શોધી કાઢવામાં પોલીસે તપાસ તેજ કરી છે. ગુરુગ્રામમાં છેલ્લા દિવસોમાં ગુનાહિત ઘટનાઓમાં ઝડપથી વધારો થયો છે. એક પોલીસ કોન્સ્ટેબલને બાઇક પર સવાર બદમાશોએ ગોળી મારી હતી. આ ગુનાહિત ઘટના સુશાંત લોક વિસ્તારમાં બની હતી.
પોલીસ સ્નેચરને પકડવા માટે તપાસ કરી રહ્યા હતા તે જ સમયે પોલીસે બાઇક સવારને રોકવાનો પ્રયાસ કર્યો, તે દરમિયાન બદમાશોએ પોતાને બચાવવા માટે પોલીસ પર ગોળીબાર કર્યો. હવે ધોળા દિવસે 1 કરોડ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે. આ ઘટના પોલીસ પર સવાલો ઉભા કરી રહી છે.
આંખમાં મરચાનો પાવડર નાખીને ઘટનાને અંજામ આપ્યો
હથિયારધારી બદમાશોએ બંદૂકની અણીએ બેંકની કેશ વાનમાંથી એક કરોડ રૂપિયાની લૂંટ કરી હતી. પૈસાની લૂંટ થતાં જ બદમાશો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. લૂંટની આ મોટી ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સાથે જ ગુરુગ્રામ પોલીસ પર પણ સવાલો ઉઠી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે બદમાશોએ બેંક કેશ વાનના કર્મચારીઓ અને ડ્રાઈવરની આંખમાં મરચાનો પાવડર નાખીને લૂંટ કરી હતી.
આ પણ વાંચો : ઉત્તર પ્રદેશમાં ફરીથી માસ્ક જરૂરી, યોગી સરકારે લખનૌ, નોઈડા, ગાઝિયાબાદ સહિત 7 શહેરો માટે આદેશ જાહેર કર્યા
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો