AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lakhimpur Kheri Violence: SC તરફથી આશિષ મિશ્રાના જામીન રદ થવા પર રાકેશ ટિકૈતે વ્યક્ત કરી ખુશી, કહ્યું કોર્ટની સત્તાથી જ સારો ચાલશે દેશ

સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપતા આશિષ મિશ્રાના જામીન રદ કર્યા છે. હવે તેમણે એક સપ્તાહમાં પોલીસ સમક્ષ સરેન્ડર થવું પડશે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait) આ બાબતે ખુશી વ્યક્ત કરી છે.

Lakhimpur Kheri Violence: SC તરફથી આશિષ મિશ્રાના જામીન રદ થવા પર રાકેશ ટિકૈતે વ્યક્ત કરી ખુશી, કહ્યું કોર્ટની સત્તાથી જ સારો ચાલશે દેશ
Rakesh tikait (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2022 | 5:19 PM
Share

લખીમપુર ખેરી હિંસા કેસના (Lakhimpur Kheri Violence) આરોપી આશિષ મિશ્રાને (Ashish Mishra) સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે આશિષ મિશ્રાના જામીન રદ કર્યા છે. આ બાબતે ખેડૂત નેતા રાકેશ ટિકૈતની પ્રતિક્રિયા સામે આવી છે. ભારતીય કિસાન યુનિયનના પ્રમુખ રાકેશ ટિકૈતે (Rakesh Tikait) કહ્યું છે કે કોર્ટની સત્તાથી જ દેશ યોગ્ય રીતે ચાલશે. ખેડૂત નેતાએ કહ્યું કે લખીમપુર ખેરી હિંસા કેસમાં યુપી સરકારે કોર્ટમાં તથ્યો રજૂ કર્યા ન હતા, તેથી આશિષ મિશ્રાને જામીન ન મળ્યા. તેમણે કહ્યું કે જો કોર્ટ પોતાની સત્તાનો ઉપયોગ કરે તો દેશ સારો ચાલી શકે છે.

આશિષ મિશ્રાની જામીનને પડકારતી અરજી પર આજે સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાના જામીન કોર્ટે રદ કર્યા છે. આ સાથે જ કોર્ટે મંત્રીના પુત્રને સરેન્ડર કરવાનો આદેશ જાહેર કર્યો છે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલ જામીન રદ કરી દીધા છે. કોર્ટના આદેશ મુજબ હવે આશિષ મિશ્રાએ એક સપ્તાહની અંદર પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવું પડશે.

‘આશિષ મિશ્રાના જામીન રદ’

4 એપ્રિલે સુપ્રીમ કોર્ટે આશિષ મિશ્રાના જામીન પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ખેડૂતોએ આશિષના જામીન રદ કરવા કોર્ટમાં અરજી કરી હતી. આ પહેલા સુપ્રીમ કોર્ટે પણ અલ્હાબાદ હાઈકોર્ટના જામીન આપવાના આદેશ પર સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે આ કેસની સુનાવણી હજુ શરૂ થવાની છે, આવી સ્થિતિમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ઈજાઓની પ્રકૃતિ જેવી બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ નહીં.

દિવંગત પત્રકાર રમણ કશ્યપના ભાઈ પવન કશ્યપે આશિષ મિશ્રાના જામીન રદ કરવા બદલ સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે ન્યાય આપવા માટે તેઓ સુપ્રીમ કોર્ટનો આભાર માને છે. આ સાથે તેમણે વકીલોનો પણ મક્કમતાથી પક્ષ રાખવા બદલ આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે આ નિર્ણયથી ન્યાયતંત્રમાં તેમનો વિશ્વાસ વધુ વધ્યો છે.

આશિષ મિશ્રાને સુપ્રીમ કોર્ટનો આંચકો

સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપતા આશિષ મિશ્રાના જામીન રદ કર્યા છે. હવે તેમણે એક સપ્તાહમાં પોલીસ સમક્ષ સરેન્ડર થવું પડશે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે આ બાબતે ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે યુપી સરકારે આ બાબતે તમામ તથ્યો કોર્ટ સમક્ષ મુક્યા નથી. સાથે જ તેમણે કહ્યું કે કોર્ટની સત્તાથી જ દેશ યોગ્ય રીતે ચાલશે.

આ પણ વાંચો: કૃષિ મંત્રાલયે શરૂ કર્યા બે પોર્ટલ, ખેડૂતો અને ઉદ્યોગપતિઓને મળશે લાભ

આ પણ વાંચો: Russia-Ukraine War: રશિયાએ લ્વીવ શહેરમાં 5 મિસાઈલ છોડી, 6 લોકોના મોત, યુક્રેનના PMએ કહ્યું- આત્મસમર્પણ નહીં કરે દેશ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">