Farmers Protest: ખેડૂત નેતા ચઢૂનીએ કહ્યું- સરકાર વાતચીત માટે બોલાવે તેની રાહ જોઈ રહ્યા છીએ, માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી ખેડૂતો બોર્ડરથી નહીં હટે
સમિતિના સભ્ય ગુરનામ સિંહ ચઢૂનીનું કહેવું છે કે, મીટિંગ ક્યારે થશે તે અંગે સરકાર તરફથી હજુ સુધી કોઈ ફોન કે મેસેજ આવ્યો નથી. મીટિંગ થશે તો વાતચીત થશે. અમે અમારી વાત સરકાર સુધી પહોંચાડી છે કે અમે 5 સભ્યોની કમિટી બનાવી છે.
કેન્દ્ર સરકારે ત્રણેય કૃષિ કાયદાઓ (Farm Laws) પાછા ખેંચી લીધા છે, પરંતુ ખેડૂતો હજુ પણ તેમની અન્ય માંગણીઓ સાથે દિલ્હીની સરહદ પર બેઠા છે. ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી તેમની અન્ય માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી તેઓ દિલ્હીની સરહદ (Delhi Borders) પર ઉભા રહેશે. સંયુક્ત કિસાન મોરચા (SKM) દ્વારા તેની અન્ય માંગણીઓ પૂર્ણ કરવા અને સરકાર સાથે વાટાઘાટો કરવા માટે 5 સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે. આજે એવી અપેક્ષા છે કે સરકાર અને ખેડૂતો દ્વારા રચાયેલી આ સમિતિ વચ્ચે બેઠક યોજાઈ શકે છે, જેમાં અન્ય મુદ્દાઓ પર ચર્ચા થશે.
સમિતિના સભ્ય ગુરનામ સિંહ ચઢૂનીનું કહેવું છે કે, મીટિંગ ક્યારે થશે તે અંગે સરકાર તરફથી હજુ સુધી કોઈ ફોન કે મેસેજ આવ્યો નથી. મીટિંગ થશે તો વાતચીત થશે. અમે અમારી વાત સરકાર સુધી પહોંચાડી છે કે અમે 5 સભ્યોની કમિટી બનાવી છે. જો સરકાર વાત કરવા માંગતી હોય તો કરી શકે છે. લઘુત્તમ ટેકાના ભાવની (MSP) ગેરંટી, વળતર, ખેડૂતો સામે દાખલ કરાયેલા કેસ પરત કરવા સહિતના અન્ય મુદ્દાઓ છે, જેના વિશે વાત કરવી પડશે.
ગુરનામ સિંહ એ પણ કહે છે કે એવી અપેક્ષા છે કે સરકાર તરફથી આજે વાતચીત માટે બોલાવે. હરિયાણાના સીએમ સાથે વાતચીત થઈ શકી નથી, આગળ વાતચીત થશે. મૃત્યુ પામેલા ખેડૂતોના (Farmers Death) આંકડામાં જો કોઈ સમસ્યા હોય તો સરકારે તેની તપાસ કરાવવી જોઈએ. તમામ મામલાઓ સાથે મળીને સમાધાન કરવામાં આવશે.
7 ડિસેમ્બરે SKM ની મહત્વની બેઠક સંયુક્ત કિસાન મોરચાની (SKM) 7 ડિસેમ્બરે બેઠક છે, જેમાં સરકાર સાથે શું વાતચીત થાય છે તેના પર નિર્ણય નિર્ભર છે.
5 સભ્યોની સમિતિ 1. બલબીર સિંહ રાજેવાલ: ભારતીય કિસાન યુનિયનના સ્થાપક નેતાઓમાંના એક છે. 2. ડૉ. અશોક ધવલેઃ મહારાષ્ટ્રના વતની, અખિલ ભારતીય કિસાન સભા, મહારાષ્ટ્રના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. 3. શિવકુમાર શર્મા ઉર્ફે કક્કા: તે મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લાના મછેરા ખુર્દ ગામના રહેવાસી છે. 4. ગુરનામ સિંહ ચઢૂની: તે કુરુક્ષેત્રના ચઢૂની ગામના રહેવાસી છે. તેઓ ભારતીય કિસાન યુનિયન (ચઢૂની જૂથ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. 5. યુદ્ધવીર સિંહઃ મૂળ દિલ્હીના મહિપાલપુરના રહેવાસી છે. ખેડૂતો આંદોલનનો મહત્વનો ભાગ બની રહ્યા છે.
આ પણ વાંચો : ઈસ્લામ છોડી વસીમ રિઝવી બન્યા જિતેન્દ્ર નારાયણ ત્યાગી, યતિ નરસિંહાનંદે ગ્રહણ કરાવ્યો સનાતન ધર્મ
આ પણ વાંચો : Maharashtra : પરમબીર સિંહ મામલે રાજ્ય સરકારનું આકરુ વલણ, સરકારે સુપ્રીમ કોર્ટને કરી આ વિનંતી