અબ તેરા ક્યા હોગા કેજરીવાલ? દિલ્હીમાં ભાજપ સત્તામાં આવતા શું ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા કેજરીવાલની મુશ્કેલી વધશે ?
દિલ્હીમાં આમ આદમી પાર્ટીની કરારી હાર બાદ પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ ઔર વધશે તેમાં કોઈ શક નથી. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે આમ આદમી પાર્ટીને ધોબી પછાડ આપી છે અને 48 બેઠકો સાથે દિલ્હીની કમાન સંભાળવા જઈ રહી છે. ત્યારે એ વાત તો ચોક્કસ છે કે જ્યારે ભાજપ દિલ્હીમાં સત્તામાં ન હતી તો પણ કેજરીવાલને જેલના દરવાજા બતાવી દીધા હતા તો હવે કેજરીવાલ સામેના એ તમામ કેસોની ફરીથી તપાસ થશે. ત્યારે આવો જોઈએ કે અત્યાર સુધી કેજરીવાલ સામે કેટલા કેસ થયેલા છે અને ક્યા કેસની તપાસ લંબિત છે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ જનાદેશ મળ્યો છે અને આમ આદમી પાર્ટીને કરારી શિકસ્તનો સામનો કરવો પડ્યો છે. હવે દિલ્હીમાં મુશ્કેલ ઘડી જો કોઈની હોય તો તે કેજરીવાલની છે. કારણ કે દિલ્હીના પૂર્વ સીએમ કેજરીવાલ કેન્દ્રની ભાજપ સરકારે અનેક કેસ કરેલા હતા. જેમા કેજરીવાલને જેલમાં પણ રહેવુ પડ્યુ હતુ. હાલ પણ કેજરીવાલ જામીન પર બહાર છે. ઈડી- CBIની તેના પર લટક્તી તલવાર છે ત્યારે દિલ્હીમાં કરારી હાર બાદ કેજરીવાલ સામે કરવામાં આવેલા એ તમામ કેસ ફરી તેના માટે પડકાર ઉભા કરશે.
જો કે અહીં એ નોંધપાત્ર બાબત એ પણ છે કે જ્યારે દિલ્હીમાં ભાજપ સત્તામાં ન હતી તો પણ એક્સાઈઝ નીતિમાં કરાયેલા ભ્રષ્ટાચારના કેસમાં મનિષ સિસોદિયા, સંજયસિંહ અને ખુદ અરવિંદ કેજરીવાલને પણ જેલમાં જવુ પડ્યુ હતુ. ત્યારે હવે સત્તામાં આવતા જ ભાજપ એ તમામ કેસોની ઝીણવટપૂર્વક તપાસ કરાવશે અને તેનો ઈશારો ખુદ ગઈકાલે પીએમ મોદીએ કરી તેમની વિક્ટરી સ્પીચમાં કરી દીધો છે. તેમણે જણાવ્યુ કે હતુ કે વિધાનસભામાં પ્રથમ સત્રમાં જ CAGના રિપોર્ટને રજૂ કરવામાં આવશે. દિલ્હીમાં જીત બાદ ભાજપ કેન્દ્ર અને રાજ્ય બંનેમાં મજબુત સ્થિતિમાં છે. આથી AAP સરકારની તમામ જૂની ફાઈલોની સમીક્ષા કરશે.
દિલ્લી એક્સાઈઝ પોલિસી કેસ (2023-24)
આ કેસમાં કેજરીવાલ અને AAPના નેતાઓ પર દિલ્લી એક્સાઈઝ પોલિસી (દારૂ નીતિ)માં કથિત ભ્રષ્ટાચારનો આરોપ છે. આરોપ મુજબ, આ એક્સાઈઝ પોલિસી અંતર્ગત કેટલીક ખાનગી કંપનીઓને લાભ પહોંચાડવામાં આવ્યો. ED અને CBIએ તપાસ શરૂ કરી અને માર્ચ 2024માં કેજરીવાલની ધરપકડ કરવામાં આવી અને તેઓને તિહાડ જેલમાં મોકલવામાં આવ્યા હતા.
ED અને CBIની વધુ ઊંડાણભરી તપાસ
જ્યારે ભાજપ સિસ્ટમમાં ન હતી, ત્યારે પણ CBI (Central Bureau of Investigation) અને ED (Enforcement Directorate) દ્વારા કેજરીવાલ અને AAP નેતાઓની તપાસ ચાલુ હતી. હવે દિલ્હીમાં ભાજપ વધુ મજબૂત સ્થિતિમાં આવી છે. ત્યારે કેજરીવાલ સામેની દરેક ફાઈલ ફરીથી ખોલવામાં આવી શકે.
AAP નેતાઓની મુશ્કેલી વધશે
જે રીતે મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન જેવી મુખ્ય વ્યક્તિઓ પહેલેથી જ ED અને CBIની કાર્યવાહી હેઠળ છે., તે જોતા AAPના વધુ નેતાઓ પર પર સકંજો કસાશે, જેમા આતિશી મર્લો પણ કદાચ બાકાત નહીં હોય. કેજરીવાલની રાજકીય મૂવમેન્ટને નુકસાન થઈ શકે છે. જો તેઓ લાંબા સમય સુધી કેજરીવાલ કાયદાકીય આંટીઘૂંટીઓમાં ફસાયેલા રહેશે તો AAPની ચૂંટણી તૈયારી અને વ્યૂહરચના પર અસર પડી શકે છે.
શું કેજરીવાલ આ કાનૂની પડકારોનો સામનો કરી શકશે?
જો કેજરીવાલ કોર્ટમાં પોતે નિર્દોષ હોવાનો પુરાવો આપી શકે તો તેઓ કદાચ તેમાંથી બહાર આવી શકે. જો ભ્રષ્ટાચાર સંબંધિત વધુ મજબૂત પુરાવા તેની વિરુદ્ધ સામે આવે છે તો તેની રાજકીય ઈમેજને ભારે નુકસાન પહોંચી શકે છે આથી આગામી સમયમાં કેજરીવાલના રાજકીય ભવિષ્ય ખતરામાં છે અને કોર્ટમાં કે કોર્ટ બહાર તેમને મોટી લડત આપવી પડશે તે નિશ્ચિત છે. ભવિષ્યમાં નવા એક્ટ અને કાયદા અનુસાર કેજરીવાલ પર વધુ કાનૂની પ્રહારો થઈ શકે છે. જો કેજરીવાલ પર વધુ ગંભીર પુરાવાઓ સામે આવશે, તો તેમની ધરપકડની શક્યતા પણ નકારી શકાય નહીં.
શું કેજરીવાલ રાજકીય રીતે ટકી શકશે?
જો કેજરીવાલને કોર્ટ દ્વારા રાહત મળે, તો તેઓ ભવિષ્યમાં પણ મજબૂત નેતા બની શકે. જો ભ્રષ્ટાચારના આરોપોમાં કાનૂની મજબૂત પુરાવા સામે આવે, તો AAP માટે લાંબા ગાળે નુકસાન થઈ શકે.