Delhi Corona Update: દિલ્હીમાં ફરી કોરોનાના કેસમાં વધારો, 24 કલાકમાં 1200થી વધુ કેસ, એક દર્દીનું મોત
આજે દિલ્હીમાં કોરોનાના 1204 નવા કેસ નોંધાયા છે, જ્યારે કોરોનાના 1 દર્દીનું મૃત્યુ થયું. આ સાથે રાજ્યમાં કોરોનાના સક્રિય કેસ (Corona Cases) વધીને 4508 થઈ ગયા છે. જો કે, દિલ્હીમાં કોરોના સંક્રમણ દરમાં ઘટાડો થયો છે. રાજ્યનો ચેપ દર 6.42% થી ઘટીને 4.64% થયો છે.
દિલ્હીમાં (Delhi) 26 એપ્રિલ મંગળવારના રોજ કોરોનાના કેસોમાં (Corona Cases) જોરદાર ઉછાળો આવ્યો છે. આજે, દિલ્હીમાં કોરોનાના 1204 નવા કેસ નોંધાયા છે, જ્યારે કોરોનાના 1 દર્દીનું મૃત્યુ થયું. આ સાથે રાજ્યમાં કોરોનાના સક્રિય કેસ વધીને 4508 થઈ ગયા છે. જો કે, દિલ્હીમાં કોરોના સંક્રમણ દરમાં ઘટાડો થયો છે. રાજ્યનો ચેપ દર 6.42% થી ઘટીને 4.64% થયો છે. સોમવારે 25 એપ્રિલે, 1,011 નવા કોરોના કેસ નોંધાયા હતા. રવિવારે પણ રાજ્યમાં 1000 થી વધુ કેસ નોંધાયા હતા. રવિવારે, દિલ્હીમાં 1,083 નવા કેસ મળી આવ્યા હતા અને એક દર્દીનું ચેપને કારણે મૃત્યુ થયું હતું. 23 એપ્રિલ, શનિવારે, દિલ્હીમાં કોરોના ચેપના 1094 નવા કેસ નોંધાયા, જ્યારે 2 દર્દીઓના મોત થયા.
Delhi reports 1204 new #COVID19 cases, 863 recoveries and 1 death in the last 24 hours.
Active cases 4508 pic.twitter.com/qxSNFHqvkd
— ANI (@ANI) April 26, 2022
ભારતમાં કોરોના વાયરસના કેસમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,483 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 1,970 લોકોને રજા આપવામાં આવી છે. મંત્રાલયે જણાવ્યું છે કે મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં દેશમાં 4,30,62,569 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 886નો વધારો થયો છે, આમ સક્રિય કેસની સંખ્યા વધીને 15,636 થઈ ગઈ છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર 1970 દર્દીઓના સ્વસ્થ થયા પછી દેશમાં સાજા થવાનો દર વધીને 98.75 ટકા થઈ ગયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ અત્યાર સુધીમાં કુલ 4,25,23,311 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. સાથે જ છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે પાંચ લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 5,23,622 લોકોના મોત થયા છે. મંત્રાલયના ડેટા અનુસાર દેશમાં દૈનિક કોવિડ પોઝીટીવીટી દર 0.55 ટકા છે. સક્રિય કેસ કુલ કેસના માત્ર 0.04% ટકા છે.
દેશમાં રસીકરણની કામગીરી પૂરજોશમાં
સરકારના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં કુલ 83.54 કરોડ કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમાંથી છેલ્લા 24 કલાકમાં 4.49 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ આંકડાઓ દ્વારા એ જાણી શકાય છે કે દૈનિક કોવિડ પોઝિટીવીટી રેટ 0.55 ટકા છે, જ્યારે સાપ્તાહિક પોઝિટીવીટી રેટ 0.58 ટકા છે. જો આપણે રસીકરણ વિશે વાત કરીએ તો દેશમાં અત્યાર સુધીમાં 187.95 કરોડ રસીના ડોઝ લોકોને આપવામાં આવ્યા છે. દેશમાં ગયા વર્ષથી કોવિડ રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો : કોંગ્રેસમાં જોડાવાના ઇનકાર વચ્ચે નવજોત સિંહ સિદ્ધુ પ્રશાંત કિશોરને મળ્યા, PK સાથેની એક સેલ્ફી પોસ્ટ કરી
આ પણ વાંચો : ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની મુસીબત વધી, આસામ પોલીસ પર હુમલાના કેસમાં પાંચ દિવસ પોલીસ કસ્ટડીમાં ધકેલાયા
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો