ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની મુસીબત વધી, આસામ પોલીસ પર હુમલાના કેસમાં પાંચ દિવસ પોલીસ કસ્ટડીમાં ધકેલાયા
આસામ પોલીસે જણાવ્યું હતું કે સંબંધિત અધિકારીએ કોંગ્રેસ ધારાસભ્ય મેવાણી( Jignesh Mevani) સામે ફરિયાદ નોંધાવી હતી અને ત્યારપછી ભારતીય દંડ સંહિતા (આઈપીસી) કલમો હેઠળ જાહેર સેવકની ફરજ નિભાવતા અટકાવવા, ઈરાદાપૂર્વક નુકસાન પહોંચાડવાના આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
ગુજરાતના(Gujarat) ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની(Jignesh Mevani) મુસીબતો ઓછી થવાનું નામ નથી લઈ રહી. હવે આસામના(Assam) બારપેટા જિલ્લાની સ્થાનિક અદાલતે પોલીસ પર હુમલાના સંબંધમાં તેને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. મેવાણીની ચાર દિવસ પહેલા આસામ પોલીસ દ્વારા એક મહિલા પોલીસ અધિકારી પર હુમલો કરવાના આરોપમાં ફરીથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે તેને સોમવારે સ્થાનિક અદાલતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધના તેમના ટ્વિટ્સ સંબંધિત કેસમાં જામીન આપ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે સંબંધિત અધિકારીએ કોંગ્રેસ ધારાસભ્ય મેવાણી સામે ફરિયાદ નોંધાવી હતી અને ત્યારપછી ભારતીય દંડ સંહિતા (આઈપીસી) કલમો હેઠળ જાહેર સેવકની ફરજ નિભાવતા અટકાવવા, ઈરાદાપૂર્વક નુકસાન પહોંચાડવાના આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
બારપેટા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, કથિત ઘટના ત્યારે બની જ્યારે મહિલા અધિકારી 21 એપ્રિલના રોજ સરકારી વાહનમાં અધિક પોલીસ અધિક્ષક સુરજીત સિંહ પાનેસર અને અન્ય અધિકારી સાથે દલિત નેતાને ગુવાહાટી એરપોર્ટથી કોકરાઝાર લઈ જઈ રહ્યા હતા. મેવાણીના વકીલ અંગશુમાન બોરાએ કહ્યું કે મેવાણી સામેના આરોપોને અત્યાચાર ગણાવ્યા હતા. જ્યારે તેવો ત્રણ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં હતા અથવા જ્યારે કોકરાઝાર કોર્ટમાં તેની જામીન અરજી પર ચર્ચા ચાલી રહી હતી ત્યારે બારપેટા કેસનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. બોરાએ કહ્યું કે અચાનક જામીન મળ્યા બાદ તેની ફરી ધરપકડ કરવામાં આવી.
કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા
કોકરાઝાર ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભાવના કાકોટીએ વડાપ્રધાનને તેમના ટ્વીટ્સ સંબંધિત કેસમાં બે જામીન સાથે 30,000 રૂપિયાની ચુકવણી સાથે જામીન આપ્યા હતા. કોર્ટે તેમને નિર્દેશ આપ્યો કે કેસ સાથે પ્રત્યક્ષ કે આડકતરી રીતે જોડાયેલ કોઈપણ વ્યક્તિને કોઈ પ્રલોભન, જાહેરમાં ધાકધમકી કે વચન ન આપવું. કોર્ટની આગોતરી પરવાનગી વિના તેને સ્થળ ન છોડવા માટે પણ કહેવામાં આવ્યું હતું.
ભાજપ દ્વારા મારી છબી ખરાબ કરવાનું ષડયંત્ર છે
કોકરાઝારથી વાનમાં બારપેટા જિલ્લામાં લઈ જવામાં આવતાં, મેવાણીએ આરોપ લગાવ્યો કે તે “ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા મારી છબી ખરાબ કરવા અને આયોજનબદ્ધ રીતે મારો નાશ કરવાનું કાવતરું હતું”. મેવાણીએ પત્રકારોને કહ્યું, “તેઓએ (ભાજપ અને આરએસએસ) રોહિત વેમુલા, ચંદ્રશેખર આઝાદ સાથે પણ એવું જ કર્યું અને હવે તેઓ મને નિશાન બનાવી રહ્યા છે.” તેમને દલિતોની ગંભીર સમસ્યા છે. અમે ભારતીય બંધારણમાં વિશ્વાસ કરીએ છીએ. સાવરકર દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરને નિશાન બનાવાયા હતા અને મોદી જીગ્નેશ મેવાણીને નિશાન બનાવી રહ્યા છે.
આ પણ વાંચો : કોલકાતામાં પ્રથમ વખત થયું રોબોટિક કિડની ટ્રાન્સપ્લાન્ટ, 25 વર્ષનો દર્દી લાંબા સમયથી ડાયાલિસિસ પર હતો
આ પણ વાંચો : IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સ પાસે સચિન-ઝહીર સહિત 18 સપોર્ટિંગ સ્ટાફની ફોજ છે, હાર માટે માત્ર રોહિત જ કેમ જવાબદાર?
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો