Corona Update: દેશમાં કોરોના કેસમાં આંશિક ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 2,483 નવા કેસ નોંધાયા
Corona Virus: સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ અત્યાર સુધીમાં કુલ 4,25,23,311 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. ઉપરાંત છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે પાંચ લોકોના મોત થયા છે.
Corona Update: ભારતમાં કોરોના વાયરસના (Coronavirus in India) કેસમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના (Health Ministry) આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,483 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 1,970 લોકોને રજા આપવામાં આવી છે. મંત્રાલયે જણાવ્યું છે કે મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં દેશમાં 4,30,62,569 લોકો કોરોનાથી (Corona Case) સંક્રમિત થયા છે. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસોની (Corona Active Case) સંખ્યામાં 886નો વધારો થયો છે, આમ સક્રિય કેસની સંખ્યા વધીને 15,636 થઈ ગઈ છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર 1970 દર્દીઓના સ્વસ્થ થયા પછી દેશમાં સાજા થવાનો દર વધીને 98.75 ટકા થઈ ગયો છે.
COVID-19 | India reports 2,483 fresh cases and 1,970 recoveries, in the last 24 hours. Active cases 15,636
Daily positivity rate (0.55%) pic.twitter.com/BQlCsKd3pe
— ANI (@ANI) April 26, 2022
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ અત્યાર સુધીમાં કુલ 4,25,23,311 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. સાથે જ છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે પાંચ લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 5,23,622 લોકોના મોત થયા છે. મંત્રાલયના ડેટા અનુસાર દેશમાં દૈનિક કોવિડ પોઝીટીવીટી દર 0.55 ટકા છે. સક્રિય કેસ કુલ કેસના માત્ર 0.04% ટકા છે.
દેશમાં રસીકરણની કામગીરી પૂરજોશમાં
સરકારના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં કુલ 83.54 કરોડ કોવિડ ટેસ્ટ (Covid Test) કરવામાં આવ્યા છે. તેમાંથી છેલ્લા 24 કલાકમાં 4.49 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ આંકડાઓ દ્વારા એ જાણી શકાય છે કે દૈનિક કોવિડ પોઝિટીવીટી રેટ 0.55 ટકા છે, જ્યારે સાપ્તાહિક પોઝિટીવીટી રેટ 0.58 ટકા છે. જો આપણે રસીકરણ વિશે વાત કરીએ તો દેશમાં અત્યાર સુધીમાં 187.95 કરોડ રસીના ડોઝ લોકોને આપવામાં આવ્યા છે. દેશમાં ગયા વર્ષથી કોવિડ રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. રસીકરણ દ્વારા જ દેશમાં કોરોનાને નિયંત્રણમાં રાખવામાં મદદ મળી છે.
18 વર્ષથી વધુ ઉંમરના લોકો જેમણે રસીના (Vaccination) બીજા ડોઝના નવ મહિના પૂરા કર્યા છે, તેઓ સાવચેતીનો ડોઝ લેવા માટે પાત્ર છે. આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને અત્યાર સુધીમાં 2.64 કરોડથી વધુ સાવચેતીના ડોઝ આપવામાં આવ્યા છે. રોગચાળા સામે રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન ગયા વર્ષે 16 જાન્યુઆરીએ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ફ્રન્ટલાઈન કર્મચારીઓનું રસીકરણ ગયા વર્ષે 2 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું.
આ પણ વાંચો: સુરતમાં સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદની સજા, આરોપીની પત્નીને દસ વર્ષની કેદની સજાનો હુકમ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો