Delhi: LG વીકે સક્સેના અને અરવિંદ કેજરીવાલ વચ્ચેનો વિવાદ વકર્યો, કેજરીવાલે કહ્યું- સર, અમને અમારું કામ કરવા દો

|

Jan 20, 2023 | 3:10 PM

લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો હતો. તાજેતરમાં દિલ્હી વિધાનસભામાં અરવિંદ કેજરીવાલ દ્વારા લેફ્ટનન્ટ ગવર્નરને લખેલા પત્રમાં એલજી કોણ છે? ની ટિપ્પણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે આવા નિવેદનો યોગ્ય નથી.

Delhi: LG વીકે સક્સેના અને અરવિંદ કેજરીવાલ વચ્ચેનો વિવાદ વકર્યો, કેજરીવાલે કહ્યું- સર, અમને અમારું કામ કરવા દો
Arvind Kejriwal

Follow us on

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના વચ્ચે પત્ર યુદ્ધ ચાલુ છે. આજે ઉપરાજ્યપાલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો હતો, જેના જવાબમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ પત્ર લખ્યો છે. અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું કે, આજે સવારે એલજી સાહેબનો પત્ર મળ્યો. તેમને મારો જવાબ. સાહેબ, અમને અમારું કામ કરવા દો, તમે દિલ્હીની કાયદો અને વ્યવસ્થા ઠીક કરો, જેથી કંઝાવલા જેવો બીજો કિસ્સો ફરી ન બને.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે કેબિનેટ અને ધારાસભ્યો સાથે 21 જાન્યુઆરીએ બપોરે 1 વાગ્યે તમારા ઘરે આવીશું અથવા તમારી અનુકૂળતા મુજબ સમય જણાવો. કેજરીવાલે કહ્યું કે એક તરફ LG સાહેબ મોહલ્લા ક્લિનિક્સનું ભાડું, ડોક્ટરોના પગાર અને ટેસ્ટ રોકે છે અને પછી કહે છે કે મોહલ્લા ક્લિનિક્સ સારું કામ નથી કરી રહ્યા. દિલ્હી મહિલા આયોગની ચેરપર્સન સ્વાતિ માલીવાલ પર હુમલો થયો, જો તેઓ સુરક્ષિત નથી તો સામાન્ય મહિલા કેવી રીતે રહેશે. દિલ્હીના લોકો તેમના શિક્ષકોને ફિનલેન્ડ મોકલવા માંગે છે. તમે ત્યાં જવા માટે કેમ રોકો છો?

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

 

આ પણ વાંચો : Delhi: કંઝાવલા કાંડ મુદ્દે અરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન, કહ્યું- આરોપીઓને ફાંસીની સજા મળવી જોઈએ

LGએ કેજરીવાલને લખ્યો હતો પત્ર

તમને જણાવી દઈએ કે, લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો હતો. તાજેતરમાં દિલ્હી વિધાનસભામાં અરવિંદ કેજરીવાલ દ્વારા લેફ્ટનન્ટ ગવર્નરને લખેલા પત્રમાં એલજી કોણ છે? ની ટિપ્પણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે આવા નિવેદનો યોગ્ય નથી. આ સિવાય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં દિલ્હી વિધાનસભાથી એલજીની ઓફિસ સુધી ધારાસભ્યો અને મંત્રીઓની કૂચને લઈને કહેવામાં આવ્યું છે કે તેમણે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને મળવાનો સમય આપ્યો હતો.

અમે તમારા હેડમાસ્તર નથી: લેફ્ટનન્ટ ગવર્નર

LG વિનય કુમાર સક્સેનાએ કહ્યું કે, મુખ્યમંત્રી દ્વારા મીડિયામાં નિવેદન આપવામાં આવ્યું હતું કે લેફ્ટનન્ટ ગવર્નર મળવા માંગતા નથી. આ વાત ખોટી છે, જ્યારે આટલા ઓછા સમયમાં 70-80 લોકો માટે વ્યવસ્થા કરવી શક્ય ન હતી. લેફ્ટનન્ટ ગવર્નરે પત્રમાં લખ્યું છે કે તેઓ તેમના હેડમાસ્ટર નથી. છેલ્લા 7-8 વર્ષથી દિલ્હીમાં રહે છે. તેમને દિલ્હીની પણ ચિંતા છે. આ સિવાય લેફ્ટનન્ટ ગવર્નરે શિક્ષણના મુદ્દાને પણ ઘેર્યો છે અને દિલ્હીની સરકારી શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓની ઘટતી ટકાવારીની વાત પણ કરવામાં આવી છે.

Next Article