ફરી એકવાર સેવામાં હાજર : દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કોરોનાને આપી મ્હાત

ફરી એકવાર સેવામાં હાજર : દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કોરોનાને આપી મ્હાત
CM Arvind Kejriwal (File Photo)

દેશમાં ફરી એક વાર કોરોનાએ માથુ ઉંચક્યુ છે. આવી સ્થિતિમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા, જોકે હવે તેઓ કોરોનાથી રિકવર થયા છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Jan 09, 2022 | 12:07 PM

Delhi: ફરી એક વાર સમગ્ર વિશ્વમાં કોરોના કેસમાં (Corona Case) ઉછાળો આવ્યો છે. ત્યારે આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) પણ કોરોના સંક્રમિત થયા હતા.

જો કે આજે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. CM કેજરીવાલે ટ્વીટ કરીને માહિતી આપતા લખ્યુ કે તેમનો કોવિડ -19 રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, વધુમાં લખ્યુ કે, કોરોનામાંથી સાજા થયા બાદ હું ફરી એકવાર તમારી સેવામાં હાજર છુ.

હું ફરી એકવાર તમારી સેવામાં હાજર છુ : અરવિંદ કેજરીવાલ

તમને જણાવી દઈએ કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 3 જાન્યુઆરીના રોજ દહેરાદૂનમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી, ત્યારબાદ તેમને કોરોના લક્ષણ જોવા મળતા કોરોના રિપોર્ટ (Corona Report) કરાવ્યો, જેમાં તેઓ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યુ હતુ. આ દરમિયાન કેજરીવાલે તેના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી હતી.

ફરી ચૂંટણીની રણનિતીમાં સક્રિય થશે કેજરીવાલ

ઉલ્લેખનીય છે કે CM અરવિંદ કેજરીવાલ કોરોના સંક્રમિત થયા બાદ 5 જાન્યુઆરીના રોજ ગોવામાં (Goa)  યોજાનાર કેજરીવાલની મોટી ત્રિરંગા યાત્રા પણ મોકૂફ રાખવામાં આવી હતી. જો કે હવે જ્યારે 5 રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે અને ચૂંટણી પંચ દ્વારા કોરોનાને ધ્યાનમાં રાખીને મોટા જાહેર મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે અરવિંદ કેજરીવાલ ટૂંક સમયમાં વર્ચ્યુઅલ સભાઓને સંબોધિત કરતા જોવા મળશે.

રાજધાનીમાં કોરોનાની રફ્તાર યથાવત

તમને જણાવી દઈએ કે દિલ્હીમાં કોરોના વાઈરસના કેસ (Corona Case) ઝડપથી વધી રહ્યા છે. આરોગ્ય વિભાગના ડેટા અનુસાર હાલમાં રાજધાનીમાં કોરોનાના 48,178 સક્રિય કેસ છે. જેમાંથી 1,480 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. આ સિવાય અન્ય દર્દીઓને હોમ આઈસોલેશન અથવા કોવિડ કેન્દ્રોમાં દાખલ કરવામાં આવ્યા છે.  ત્યારે હાલ વધતા કેસને જોતા ત્રીજી લહેરની આશંકા વર્તાઈ રહી છે.

આ પણ વાંચો : કોરોનાનું તાંડવ: એક દિવસમાં નવા કોરોના કેસ દોઢ લાખને પાર, સૌથી વધુ આ રાજ્યમાં ઓમિક્રોનનો પ્રકોપ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati