Breaking News : દિલ્હી બ્લાસ્ટના મુખ્ય સૂત્રધાર આતંકી ડો. ઉમરનું ઘર સુરક્ષા એજન્સીઓએ IED બ્લાસ્ટથી ઉડાવી દીધું
દિલ્હીમાં થયેલા ભયાનક વિસ્ફોટની તપાસમાં મોટો ખુલાસો થયો છે. પુલવામાનો ડૉક્ટર ઉમર મોહમ્મદ આ ષડયંત્રનો મુખ્ય સૂત્રધાર હતો, જે વિસ્ફોટમાં માર્યો ગયો. હવે સુરક્ષા એજન્સીઓએ મોટી કાર્યવાહી કરી છે.

દિલ્હીમાં થયેલા ભયાનક વિસ્ફોટની તપાસ દરમિયાન મોટો ખુલાસો થયો છે. તપાસ એજન્સીઓ મુજબ, પુલવામાનો ડૉક્ટર ઉમર મોહમ્મદ આ કાવતરાનો મુખ્ય સૂત્રધાર હતો. ઉમર પોતે પણ આ વિસ્ફોટમાં માર્યો ગયો હતો. ઘટનાના ગુનાહિત પાસાઓ બહાર આવતા જ જમ્મુ-કાશ્મીર પોલીસે ઉમરનું ઘર ઉડાવી દેવાની કાર્યવાહી હાથ ધરી છે.
દિલ્હીમાં સાંજે 7 વાગ્યે થયો હતો વિસ્ફોટ
સોમવારે સાંજે સાત વાગ્યાની આસપાસ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જોરદાર વિસ્ફોટ થયો, જેમાં કુલ 13 લોકોના મોત થયા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઉમર લાંબા સમયથી આ હુમલાની યોજના બનાવી રહ્યો હતો અને જૈશ-એ-મોહમ્મદના એક મૉડ્યુલ સાથે જોડાયેલો હતો.
Security forces in South Kashmir have razed the Pulwama residence of Umar Nabi, the Delhi car-blast bomber! pic.twitter.com/AjftEyTwmA
— Nabila Jamal (@nabilajamal_) November 14, 2025
હુમલાના માસ્ટરમાઇન્ડ તરીકે ઉમરનું નામ સામે આવ્યું
વિસ્ફોટ બાદ દેશભરમાં પાડવામાં આવેલા દરોડાઓ દરમિયાન વધુ પુરાવા મળ્યા. સુરક્ષા દળોને ખબર પડી કે ઉમર જ આ સમગ્ર હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો અને તેની ગેંગ છેલ્લા બે વર્ષથી આ કાવતરું ઘડી રહી હતી. પોલીસે તેના ભાઈ અને માતાની પણ ધરપકડ કરી છે.
માતાનો ખુલાસો: “હું જાણતી હતી કે એ કટ્ટરપંથી બની ગયો છે”
પોલીસ પૂછપરછમાં ઉમરની માતાએ જણાવ્યું કે તે જાણતી હતી કે તેનો પુત્ર કટ્ટર વિચારો તરફ વળી ગયો છે. છેલ્લા ઘણા દિવસોથી તેમની સાથે વાતચીત પણ નહોતી થઈ. વિસ્ફોટ પહેલા ઉમરે પરિવારને સ્પષ્ટ કહ્યું હતું કે તેને ફોન ન કરવો, છતાં પરિવાર એ તેની પ્રવૃત્તિઓ વિશે પોલીસને જાણ કરી નહોતી.
2,900 કિલો વિસ્ફોટકો જપ્ત કર્યો..
વિસ્ફોટ થતાં પહેલા જ સુરક્ષા એજન્સીઓએ ઉમરની ટીમના કેટલાક સભ્યોને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી લગભગ 2,900 કિલો વિસ્ફોટકો જપ્ત થયા હતા, જે મોટા હુમલાની યોજના દર્શાવે છે.
પુલવામાનુ રહેવાસી ઉમર – વ્યવસાયે ડૉક્ટર
ઉમર મોહમ્મદ પુલવામાનો રહેવાસી અને વ્યવસાયે ડૉક્ટર હતો. જૈશ-એ-મોહમ્મદ સાથે તેની સક્રિય સંડોવણી તપાસ દરમિયાન સ્પષ્ટ થઈ છે.
