તવાંગમાં 9 ડિસેમ્બરે કાંટાળા તાર લપેટેલા લોખંડના સળીયા અને હાથમા બંદૂક સાથે 1 કલાક સુધી થઈ હતી અથડામણ, જાણો આખી ઘટના
India China Clash in Tawang વાતાવરણમાં ઉશ્કેરાટ હતો અને જોત જોતામાં બન્ને દેશના સૈન્ય જવાનો વચ્ચે પથ્થરમારો કરવા સાથે ઝપાઝપી શરૂ થઈ હતી. જે લગભગ એક કલાક સુધી ચાલી હતી. સ્થિતિ બગડી રહી હતી. બંને પક્ષોના સૈનિકો એક પછી એક ઘાયલ થઈ રહ્યાં હતા.
ચીનના સૈનિકો અરુણાચલ પ્રદેશના તવાંગ સેકટરમાં ઘૂસણખોરી કરવા આવ્યા હતા. પરંતુ ભારતીય સૈનિકોએ દૃઢતાથી તેમનો સામનો કર્યો હતો અને તેમને પાછા તેમની સરહદમાં તગેડી મૂક્યા હતા. ઓગસ્ટ 2020માં લદ્દાખની ગાલવાન ખીણમાં ભારત અને ચીનના સૈન્ય જવાનો વચ્ચે થયેલી અથડામણ બાદ 9 ડિસેમ્બર 2022ના રોજ બીજી અથડામણ હતી.
અરુણાચલ પ્રદેશનું તવાંગ સેક્ટરમાં ગત 9 ડિસેમ્બરના રોજ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણમાં બંને દેશના સેનાના જવાનો ઘાયલ થયા હતા. ચીનના સૈનિકો ઘૂસણખોરી કરવા માટે તવાંગ સેકટરમાં ધૂસી આવ્યા હત. પરંતુ ભારતીય સૈનિકોએ ચીનના સૈનિકોની ધૂસણખોરીનો દૃઢતાથી સામનો કર્યો હતો. ઓગસ્ટ 2020માં લદ્દાખની ગાલવાન ખીણમાં ભારત અને ચીનના સૈન્ય જવાનો વચ્ચે થયેલી અથડામણ બાદ 9 ડિસેમ્બર 2022ના રોજ બીજી અથડામણ હતી. અહેવાલો અનુસાર તવાંગમાં બંને દેશોના સૈનિકો વચ્ચે લગભગ એક કલાક સુધી અથડામણ થઈ હતી. આ અથડામણ બાદ બંને દેશના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓએ દરમિયાનગીરી કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ સમગ્ર વિવાદ ચીનના સૈન્ય જવાનો તરફથી શરૂ થયો હતો. ત્યારબાદ ભારતીય સૈનિકોએ તેનો જવાબ આપ્યો હતો. જેના ભાગરૂપે 300 જેટલા ચીનના સૈનિકોનો પીછો કર્યો હતો. ચીન અરુણાચલ પ્રદેશના તવાંગને તિબેટનો ભાગ માને છે. જાણો ગત 9 ડિસેમ્બરના રોજ તવાંગમાં શું થયું હતું.
બપોરનો સમય હતો. ભારતીય 30 સૈન્ય જવાનોની પેટ્રોલિંગ ટીમ અને ચીનના 50 સૈન્યની પેટ્રોલ ટીમ, અરુણાચલ પ્રદેશમાં તવાંગ સેક્ટરના યાંગત્સેમાં વાસ્તવિક નિયંત્રણ રેખાના વિવાદિત સ્થળ પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન બંને દેશોની સેનાઓ સામ સામે આવી હતી.
યાંગ્ત્સે સેક્ટર તવાંગથી 25 કિમી ઉત્તર પૂર્વમાં છે. જ્યારે અથડામણ થઈ, ત્યારે ચીન અને ભારતીય સૈન્ય જવાનો બંદૂકો, સળિયા, ભાલા અને કાંટાળા તાર લપેટેલા હથિયારોથી સજ્જ હતા.
પહેલા બે પેટ્રોલિંગ પાર્ટીઓ વચ્ચે અથડામણ થઈ હતી. પરંતુ બંદૂકોનો ઉપયોગ કર્યા વિના બંને સેનાના સૈનિકો સામસામે આવી ગયા. આ અથડામણ લગભગ 30 મિનિટ સુધી ચાલી હતી.
અથડામણ દરમિયાન બંને પક્ષના સૈનિકો ઘાયલ થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન કેટલાક જવાનોને ફ્રેક્ચર પણ થયું છે. બાકીના સૈનિકો ઘાયલોને અથડામણના સ્થળેથી સલામત સ્થળે દૂર લઈ ગયા હતા.
ગણતરીની મિનિટોમાં જ અથડામણ વધી ગઈ. બંને સેનાઓએ વધારાની સૈન્ય મદદ માટે મંગાવી હતી. ચીન તરફથી લગભગ 250 સૈનિકો આવ્યા હતા અને ભારત તરફથી લગભગ 200 સૈનિકો અથડામણના સ્થળે આવી પહોચ્યા હતા. બન્ને દેશના સૈન્ય જવાનોની સંખ્યા વધીને સંખ્યા લગભગ 500 સુધી પહોંચી ગઈ હતી.
વાતાવરણમાં ઉશ્કેરાટ હતો અને જોત જોતામાં બન્ને દેશના સૈન્ય જવાનો વચ્ચે પથ્થરમારો કરવા સાથે ઝપાઝપી શરૂ થઈ હતી. જે લગભગ એક કલાક સુધી ચાલી હતી. સ્થિતિ બગડી રહી હતી. બંને પક્ષોના સૈનિકો એક પછી એક ઘાયલ થઈ રહ્યાં હતા. બન્ને દેશના સૈન્ય જવાનો વચ્ચેની અથડામણ પૂરી થઈ ત્યાં સુધીમાં ઓછામાં ઓછા 30 સૈનિકોને ગંભીર ઈજા પહોચી હતી.