સુરતમાં સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદ, મદદગારી બદલ તેની પત્નીને દસ વર્ષની કેદની સજાનો હુકમ
અમરોલીની સગીરાનું વર્ષ 2020માં અપહરણ કરી ઉત્તરપ્રદેશ લઈ જઈ વારંવાર દુષ્કર્મ ગુજારાયો હતો. આરોપી અશ્વની ત્રિવેણી ગુપ્તા અને તેની પત્ની પાર્વતી ગુપ્તાએ અપહરણ કર્યું હતું ત્યાર બાદ સંબંધીઓને ત્યાં લઈ જઈ વારંવાર દુષ્કર્મ ગુજારાયું હતું. 17 વર્ષીય પીડિત સગીરા મોકો મળતાં ત્યાંથી ભાગીને પોતાના પરિવારને ત્યાં આવી ગઈ હતી.
સુરતમાં સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે જ્યારે આરોપીની પત્નીને દસ વર્ષની કેદની સજાનો હુકમ કર્યો છે. સુરતના અમરોલી વિસ્તારમાં વર્ષ 2020માં બનેલી ઘટનામાં કોર્ટે ચુકાદો આપ્યો છે.
અમરોલીની સગીરાનું વર્ષ 2020માં અપહરણ કરી ઉત્તરપ્રદેશ લઈ જઈ વારંવાર દુષ્કર્મ ગુજારાયો હતો. આરોપી અશ્વની ત્રિવેણી ગુપ્તા અને તેની પત્ની પાર્વતી ગુપ્તાએ અપહરણ કર્યું હતું ત્યાર બાદ સંબંધીઓને ત્યાં લઈ જઈ વારંવાર દુષ્કર્મ ગુજારાયું હતું. 17 વર્ષીય પીડિત સગીરા મોકો મળતાં ત્યાંથી ભાગીને પોતાના પરિવારને ત્યાં આવી ગઈ હતી. પરિવારને આપવીતી જણાવતા અમરોલી પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી.
આ કેસ સુરત કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી અશ્વની ત્રિવેણી ગુપ્તાને જીવનના અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી છે. પત્નીએ પણ આરોપીને આ કૃત્યમાં સાથ આપતા દસ વર્ષની કેદની સજાનો હુકમ કર્યો છે.
આ પણ વાંચોઃ Surat : પ્રદુષણ નિયંત્રણ કરવામાં સફળ સુરત મનપા હવે કાર્બન ક્રેડિટ વેચીને સવા કરોડ કમાઈ શકશે
આ પણ વાંચોઃરાજ્યમાં ગરમીના પ્રમાણમાં હજી વધારો થશે, હવામાન વિભાગે 5 દિવસ હિટવેવની આગાહી કરી