DCGIની નિષ્ણાત સમિતિએ કોવિશિલ્ડ અને કોવેક્સિનને ખુલ્લા બજારમાં વેચવાની કરી ભલામણ- સૂત્ર

DCGI ની નિષ્ણાત સમિતિએ શુક્રવારે Covaxin અને Covishield ની સંપૂર્ણ માર્કેટિંગ મંજૂરી માટે ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાની અરજીઓની સમીક્ષા કરી હતી.

DCGIની નિષ્ણાત સમિતિએ કોવિશિલ્ડ અને કોવેક્સિનને ખુલ્લા બજારમાં વેચવાની કરી ભલામણ- સૂત્ર
Recommendation to sell Covishield and Covaccine in the open market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2022 | 11:15 PM

DCGI ની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી (SEC) એ કોવિશિલ્ડ (Covishield) અને કોવેક્સીનના (Covaccine) ખુલ્લા બજારમાં વેચાણની ભલામણ કરી છે. માહિતી અનુસાર, DCGIની નિષ્ણાત સમિતિએ શુક્રવારે કોવેક્સિન અને કોવિશિલ્ડની સંપૂર્ણ માર્કેટિંગ મંજૂરી માટે ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાની અરજીઓની સમીક્ષા કરી હતી. જે બાદ હવે સૂત્રોને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે સમિતિએ કોવિશિલ્ડ અને કોવેક્સિનને ઓપન માર્કેટમાં વેચવાની ભલામણ કરી છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટે ગયા વર્ષે ડિસેમ્બરમાં કોવીશિલ્ડ રસી માટે સંપૂર્ણ માર્કેટિંગ મંજૂરી માટે અરજી કરી હતી, જ્યારે ભારત બાયોટેકે પણ થોડા સમય પહેલા કોવેક્સીનના સંપૂર્ણ માર્કેટિંગ માટે અરજી કરી હતી.

સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઇઓ અદાર પૂનાવાલાએ ટ્વિટર પર કહ્યું હતું કે, ભારત સરકાર પાસે હવે પૂરતો ડેટા છે કે તે સંપૂર્ણ બજાર અધિકૃતતા પર વિચાર કરી શકે.

સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
એલ્વિશ યાદવ સહિત Bigg Bossના કન્ટેસ્ટન્ટ જઈ ચૂક્યા જેલ,જાણો કોણ છે સામેલ
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે
આજનું રાશિફળ તારીખ : 19-03-2024

કોવિશિલ્ડ અને ભારત બાયોટેકના કોવેક્સિનનો (Covaxin)  ઉપયોગ હાલમાં દેશના કોરોના રસીકરણ (Corona Vaccination) અભિયાનમાં થઈ રહ્યો છે.

તે જ સમયે, ભારત બાયોટેકે આ પહેલા કહ્યું હતું કે તેમની કોવેક્સીન (COVAXIN) હવે પુખ્ત વયના લોકો અને બાળકો માટે એક જ રસી તરીકે ઉપયોગ કરી શકાય છે. કંપની સાથે સંકળાયેલા અધિકારીઓએ કહ્યું હતું કે અમે કોરોના સામે વૈશ્વિક રસી વિકસાવવા માટે જે રિઝોલ્યુશન લીધું હતું તે પૂર્ણ થયું છે. આ રસી બનાવવા અને લાઇસન્સ આપવાની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે.

ભારત બાયોટેકની ‘કોવેક્સિન’ કોવિડ-19 સામે 77.8 ટકા અસરકારક સાબિત થઈ છે. આ રસી ડેલ્ટા વેરિઅન્ટ સામે 65.2% અસરકારક છે અને તમામ પ્રકારના કોરોના વાયરસ સામે 70.8 ટકા અસરકારક છે, જે દેશમાં કોવિડ-19ની બીજી લહેર દરમિયાન સૌથી વધુ અસરકારક હતી. માહિતી અનુસાર, દેશમાં નિર્મિત આ રસી કોવિડ-19ના ગંભીર લક્ષણો સામે 93.4 ટકા અસરકારક છે.

સગર્ભા મહીલાઓ માટે સુરક્ષીત છે વેક્સીન ? જાણો શું કહે છે ડોક્ટર

સરકારી ડેટા અનુસાર, માત્ર 2.78 કરોડ ડોઝ ગર્ભવતી મહિલાઓને 15 જાન્યુઆરી સુધી આપવામાં આવ્યા છે. 1.59 કરોડને પ્રથમ ડોઝ મળ્યો છે અને 1.19 કરોડે બંને ડોઝ લીધા છે. સગર્ભા વસ્તીમાં રસીકરણ પર છૂટાછવાયા ડેટા ઉપલબ્ધ છે. જાહેર ડોમેનમાં ઉપલબ્ધ છેલ્લો રાજ્ય મુજબનો ડેટા સપ્ટેમ્બર-ઓક્ટોબર 2021 નો છે. ગર્ભવતી મહિલાઓને જલ્દીથી જલ્દી વેક્સિનેટ કરવાની જરૂર છે કારણ કે તેઓને સંક્રમણ થવાના ચાન્સ ખૂબ વધુ હોય છે. જો આની કાળજી લેવામાં ન આવે તો સમસ્યાઓ વધી શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">