પુત્રવધૂએ શાકમાં ઝેર ભેળવીને સાસુને મોતને ઘાટ ઉતારી? જાણો સમગ્ર ઘટના

|

Sep 21, 2022 | 3:39 PM

અશોક કુમારે પોલીસને જણાવ્યું કે પુત્રવધૂના ખરાબ વર્તનને કારણે તેણે પુત્રવધૂ અને પુત્રને અલગ કરી દીધા. તેણે તે ઘરમાં જ ઉપરનો ભાગ પુત્ર અને પુત્રવધૂને આપ્યો અને અશોક અને તેની પત્ની ચંદ્રકલા ઘરના નીચેના ભાગમાં રહેવા લાગ્યા. પરંતુ તેમ છતાં પુત્રવધૂએ બંનેને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું.

પુત્રવધૂએ શાકમાં ઝેર ભેળવીને સાસુને મોતને ઘાટ ઉતારી? જાણો સમગ્ર ઘટના
સસરાએ પુત્રવધૂ સામે નોંધાવી હત્યાની ફરિયાદ

Follow us on

રાજસ્થાનની  (Rajasthan) રાજધાની જયપુરના માલવિય નગરના પોલીસ સ્ટેશનમાં ( Malviya Nagar Police Station ) એક કેસ નોંધાયો હતો. જેમાં પુત્રવધૂએ સાસુને શાકમાં ઝેર નાખીને હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. આ અંગે પુત્રવધૂ સહિત ચાર લોકો સામે હત્યાનો  (Murder) ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે ફરિયાદીની નોંધના આધારે આ ઘટનામાં તપાસ હાથ ધરી છે.

જાણો શું છે સમગ્ર ઘટના

માલવિય નગરના પોલીસ ઇન્સપેક્ટર  (PI) ધર્મરાજ ચૌધરીએ જણાવ્યું હતું કે અશોક કુમાર નામના એક વ્યક્તિએ તેની પત્નીની અવસાનના 1 મહિના બાદ મંગલવારે મોડી રાત્રે પોતાની પુત્રવધૂ સામે તેમજ અન્ય 3 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી અશોક કુમારે વહુ સરોજ, સરોજના પિતા રમેશ અને ભાઈ રિંકૂ સામે ફિરયાદ દાખલ કરી છે. અશોક કુમારે પોલીસને જણાવ્યું હતું કે તેમના દીકરાના લગ્ન છ વર્ષ અગાઉ સરોજ સાથે થયા હતા. ત્યારબાદ કેટલાક સમય સુધી તો સરોજનું વર્તન બધા સાથે વ્યવસ્થિત હતી, પરંતુ બાદમાં સરોજ બધાને હેરાન કરવા લાગી હતી.

પીઆઇ ધર્મરાજ ચૌધરીએ જણાવ્યું હતું કે અશોક કુમારના જણાવ્યા પ્રમાણે સરોજ તેની માતા અને ભાઇની અસરમાં આવીને પરિવારના લોકો સાથે ઝઘડો કરતી હતી અને ઘણી વાર તેના સાડા ત્રણ વર્ષના દીકરાને મૂકીને તેના પિયર જતી રહેતી હતી અને બે ત્રણ મહિના સુધી પાછી જ આવતી નહોતી. આવું ઘણી વાર થયું ત્યાર પછી આ મુદ્દે પંચાયત બેસાડવામાં આવી હતી અને પરિવારના અન્ય લોકોએ પણ સરોજને ઘણી વાર સમજાવી હતી પરંતુ તે સમજી જ નહોતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

જુદી રહેવા છતાં પુત્રવધૂ ન સુધરી

અશોક કુમારે પોલીસને જણાવ્યું કે પુત્રવધૂના ખરાબ વર્તનને કારણે તેણે પુત્રવધૂ અને પુત્રને અલગ કરી દીધા. તેણે તે ઘરમાં જ ઉપરનો ભાગ પુત્ર અને પુત્રવધૂને આપ્યો અને અશોક અને તેની પત્ની ચંદ્રકલા ઘરના નીચેના ભાગમાં રહેવા લાગ્યા. પરંતુ તેમ છતાં પુત્રવધૂએ બંનેને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું. આ વર્ષે ઓગષ્ટ માસ પહેલા પુત્રવધૂ સાડા ત્રણ વર્ષના પુત્રને મૂકીને તેના પિયરમાં જતી રહી હતી. આથી પુત્રએ ઘણા ફોન કર્યા, લેવા ગયો તેમ છતાં સરોજ પાછી જ ન આવી. આખરે ઘણા દિવસો બાદ તે પરત ફરી અને તે સમયે સરોજના પિયરમાંથી આવેલા લોકોએ કહ્યું કે સરોજને અલગ ન કરો.

પાછા ફર્યા પછીના બાર દિવસ બધું બરાબર ચાલ્યું તો અશોક પણ ખુશ હતો. બાર દિવસ પછી વહુએ મસાલા ભીંડાનું શાક બનાવ્યું. તેના સાસુ ડુંગળી ન ખાતા હોવાથી સાસુ માટે અલગ શાક બનાવ્યું હતું. આ શાક ખાધા પછી બે કલાક બાદ સાસુને ઉલ્ટી થવા લાગી અને તેઓ બેભાન થઈ ગયા હતા તેથી પુત્રએ માતાને હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં ડોક્ટરોએ તેને આઈસીયુમાં સારવાર આપી હતી.

ડોક્ટરોએ જણાવ્યું કે ચંદ્રકલાને ઝેર આપવામાં આવ્યું છે. જો ખબર પડે કે કેવા પ્રકારનું ઝેર આપવામાં આવ્યું છે, તે જાણી શકાય, તો તેને બચાવી શકાય. આના પર અશોકે તેના પુત્રને ઘરે મોકલીને તપાસ કરવાનું કહ્યું, જ્યારે પુત્રને જાણવા મળ્યું કે સરોજે તમામ વાસણો સાફ કર્યા છે અને બાકીનું શાકભાજી બહાર ફેંકી દીધું છે. સાથે જ સરોજ તેના રૂમમાં એસી ચાલુ રાખીને સૂઈ રહી છે.

બે દિવસની સારવાર બાદ સાસુનું અવસાન થયું અને સાસુના મૃત્યુ પછી પણ સરોજના ચહેરા પર ઉદાસીનો કોઈ ભાવ નહોતો. પત્નીના મૃત્યુ બાદ અશોક કુમાર એક મહિના સુધી આઘાતમાં હતો અને હવે સંબંધીઓના સમજાવટ પર તેણે સરોજ અને તેના માતા-પિતા અને ભાઈ વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કર્યો છે. હાલ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

Next Article