વાવાઝોડુ જવાદ નબળુ પડ્યુ, પુરી પહોચતા સુધીમાં ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે
Cyclone JAWAD: IMD એ જવાદની આગાહી કરતા કહ્યું હતું કે રવિવારે બપોરે જવાદ વાવાઝોડુ પુરી તરફ ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધતા પહેલા ધીમે ધીમે ડીપ ડિપ્રેશનમાં નબળું પડશે.
Jawad Cyclone : ભારતીય હવામાન વિભાગે ( India Meteorological Department – IMD ) શનિવારે જણાવ્યું હતું કે ચક્રવાત જવાદ (Cyclone Jawad) ધીમુ પડીને ડીપ ડિપ્રેશનમાં (Deep depression) ફેરવાઈ ગયુ છે. હવામાન વિભાગે જણાવ્યું કે ડીપ ડિપ્રેશન આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ અને ઓડિશાના ગોપાલપુર, પારાદીપ અને પુરીમાં છે. IMDએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે કે, ચક્રવાત જવાદ નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે જે વિશાખાપટ્ટનમ (Andhra Pradesh) થી લગભગ 180 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં, ગોપાલપુરથી 260 કિમી દક્ષિણે, પુરીથી 330 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં અને પારાદીપથી 420 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ છે.
ગઈકાલ શનિવારે, IMD એ જવાદની આગાહી કરતા કહ્યું હતું કે રવિવારે બપોરે જવાદ વાવાઝોડુ પુરી તરફ ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધતા પહેલા ધીમે ધીમે ડીપ ડિપ્રેશનમાં નબળું પડશે. દરમિયાન, વાવાઝોડુ અને વરસાદની અપાયેલી ચેતવણીના ભાગરૂપે, પશ્ચિમ બંગાળ અને ઓડિશા સરકારે શનિવારે લોકોને દરિયાકાંઠેથી દૂર રહેવા જણાવ્યું હતું. પુરીના દરિયાકાંઠે પર લોકોને તેમની અસ્થાયી દુકાનો અને સામાન સાથે ખાલી કરવા કહેવામાં આવ્યું હતું.
પશ્ચિમ બંગાળમાં 11,000 લોકોનું કરાયુ સ્થળાંતર બીજી તરફ, બંગાળના પૂર્વ મેદિનીપુર અને દક્ષિણ 24 પરગણા જિલ્લાઓમાં, વહીવટીતંત્રે દરિયા કિનારાના પ્રવાસીઓને દરિયાકિનારાથી દૂર રહેવા વિનંતી કરી છે કારણ કે વાવાઝોડું જવાદ ઓડિશા-આંધ્ર પ્રદેશના દરિયાકાંઠા નજીક પહોંચ્યું છે. પશ્ચિમ બંગાળમાં લગભગ 11,000 લોકોને સુરક્ષિત વિસ્તારોમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે માછીમારો દિઘા, શંકરપુર, કાકદ્વિપ અને રાજ્યના અન્ય દરિયાકાંઠાના વિસ્તારોમાં પાછા ફર્યા હતા, એમ એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું.
ઓડિશામાં, પુરીના જિલ્લા પોલીસ વડા કંવર વિશાલ સિંહે કહ્યું કે શહેરમાં હોમ શેલ્ટર બનાવવામાં આવ્યા છે. લોકોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. દરેકને વાવાઝોડા જવાદ અંગે સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી છે. પુરીના જિલ્લા મેજિસ્ટ્રેટ સમર્થ વર્માએ જણાવ્યું હતું કે ચક્રવાત પછી વીજળી અને પીવાના પાણીની સેવાઓ પુનઃસ્થાપિત કરવા માટે સંબધિત વિભાગની ટીમો હાજર છે અને હાલમાં ઘરના આશ્રયસ્થાનોમાં રહેતા લોકોને ગરમ ખોરાક આપવામાં આવી રહ્યો છે. શનિવારે ઓડિશાના 19 જિલ્લામાં શાળાઓ બંધ રહી હતી.
દિઘામાં એનડીઆરએફના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ એસ ડી પ્રસાદે જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાં એનડીઆરએફની 18 ટીમો તૈનાત છે. અમે વાવાઝોડા અંગે લોકોને જાગૃત કર્યા છે અને જો જરૂર પડે તો સ્થળાંતર માટે તૈયાર છીએ. તે રાહતની વાત છે કે આજે પુરી બીચ પર પહોંચતા પહેલા વાવાઝોડુ જાવદ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે.
આ પણ વાંચોઃ
Ahmedabad: લીધી હતી પોર્સની કરોડોની કાર, હવે સર્વિસથી નાખુશ વ્યક્તિએ કર્યું એવું કામ કે તમે પણ ચોંકી જશો
આ પણ વાંચોઃ