Ahmedabad: લીધી હતી પોર્સની કરોડોની કાર, હવે સર્વિસથી નાખુશ વ્યક્તિએ કર્યું એવું કામ કે તમે પણ ચોંકી જશો

Ahmedabad: કરોડોની કારના માલિકે કંપનીથી હેરાન થઈને એવું પગલું ભર્યું છે કે કંપનીના હોશ ઉડી જાય. જી હા 2 કરોડની કારનું ફૂલેકું કાઢવામાં આવ્યું હતું.

અમદાવાદમાં (Ahmedabad) અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. શહેરના એક વ્યક્તિએ કારનું (Car) જ ફૂલેકું કાઢ્યાની માહિતી સામે આવી છે. માહિતી પ્રમાણે ઉંમંગ કપોપરા નામના વ્યક્તિએ આ ફૂલેકું ફેરવ્યું. ખાસ વાત એ છે કે આ ગાડીની કિંમત 2 કરોડ 1 લાખની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે ઉમંગ કપોપરાએ પોર્સ કંપનીની (Porsche Car) હાઈબ્રિડ કારને દોરીથી બાંઘીને તેનું ફુલેકુ કાઢ્યું હતું. કંપનીની સર્વિસ સારી નહીં હોવાનો કાર માલિકનો આક્ષેપ છે.

વિગતવાર વાત કરીએ તો ઉમંગ કપોપરા પાસે પોર્સ કંપનીની કાર છે. આ કારની કિંમત આસરે 2 કરોડ 1 લાખની છે. ત્યારે ઉંમગ કપોપરાને કારની સર્વિસ સારની ન મળતા તેઓ નારાજ હતા. કંપનીની સર્વિસથી નાખુશ હોવાનો આક્ષેપ ઉમંગ કપોપરાએ કર્યો છે. ત્યારે કંપની દ્રારા મેન્યુફેક્ચરીંગ ડિફોલ્ટ હોવાનો પણ આક્ષેપ તેમણે કર્યો છે. આ કારણે કંપની સામે વિરોધ કર્યો હોવાની વાત તેમણે જણાવી છે.

ઉંમંગ કપોપરાના જણાવ્યા અનુસાર બે કરોડની ગાડીમાં બ્રેક, એક્સીલેટર, સહિત અનેક ખામીઓ છે. તો આ સમસ્યાઓથી હેરાન થઈને બેન્ડ બાજા સાથે ગાડીને દોરીઓ વડે બાંધીને ખેંચવામાં આવી હતી. રસ્તા પરથી પસાર થતું ફુલેકું જોઈ લોકોમાં પણ કુતુહલ જામ્યું હતું,

 

આ પણ વાંચો: AHMEDABAD : કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ MSMEના નવા બિલ્ડીંગનું ઉદ્ઘાટન કર્યુ, કહ્યું “ગુજરાતના MSME ક્ષેત્ર પાસે ઘણી સંભાવનાઓ”

આ પણ વાંચો: AHMEDABAD : સંસ્કારધામ ખાતે ઓલમ્પિક ગોલ્ડમેડાલીસ્ટ નીરજ ચોપરાએ 75 શાળાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati