હવે 5 વર્ષ સુધી કરોડો બાળકોને આપવામાં આવશે મફતમાં ભોજન, PM પોષણ શક્તિ નિર્માણ યોજના શરૂ કરશે સરકાર
આ યોજના શિક્ષણ વિભાગથી જોડાયેલી છે અને તેમાં દેશના કરોડો બાળકો જે નિર્ધન પરિવારમાંથી આવે છે, તેમને પોષણ યોજનાનો લાભ આપવામાં આવશે.
કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ (PM Poshan Shakti Nirman Yojana) યોજના શરૂ કરવા જઈ રહી છે. જેની હેઠળ 5 વર્ષ સુધી દેશના કરોડો બાળકોને મફતમાં ભોજન આપવામાં આવશે. બુધવારે એક કેબિનેટ બ્રીફિંગમાં તેની જાહેરાત કરવામાં આવી. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thakur) આ યોજના વિશે જાણકારી આપી છે.
આ યોજના શિક્ષણ વિભાગથી જોડાયેલી છે અને તેમાં દેશના કરોડો બાળકો જે નિર્ધન પરિવારમાંથી આવે છે, તેમને પોષણ યોજનાનો લાભ આપવામાં આવશે. તેના માટે સરકારે વધારાના ભંડોળનો નિર્ણય લીધો છે. જે બાળક સરકારી સ્કૂલોમાં ભણવા માટે જાય છે, તેમના માટે આ યોજના શરૂ કરવામાં આવશે. તેનું નામ પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના રાખવામાં આવ્યું છે. સરકારી સ્કૂલોમાં જતા વિદ્યાર્થીઓની સાથે સરકાર તરફથી ફંડ મેળવનારી સ્કૂલોમાં પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે.
Union Cabinet gives nod to start PM POSHAN scheme to provide mid-day meal to students of more than 11.2 lakh Govt and Govt-aided schools across the country. The scheme will run for 5 years & Rs 1.31 lakh crores will be spent: Union Minister Anurag Thakur pic.twitter.com/YfVB87B4jT
— ANI (@ANI) September 29, 2021
નવી યોજનામાં શું છે
સરકાર મુજબ દેશના કરોડો વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજનાનો લાભ આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે આ યોજના હેઠળ બપોરનું પણ ભોજન આપવામાં આવશે, જે પહેલા પણ આપવામાં આવતુ હતું. આ યોજના પર 1,71,000 કરોડ રૂપિયા ખર્ચ થશે. દેશના કરોડો બાળકોને પોષક તત્વોથી ભરપુર ભોજન મળે, તેના માટે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજનાની શરૂઆત કરવામાં આવી રહી છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સરકારનો પ્રયત્ન છે કે બાળકના ભણતરની સાથે તેમનું પોષણ પણ સુનિશ્ચિત કરવામાં આવે અને તેને ધ્યાનમાં રાખતા આ નવી યોજના શરૂ કરવામાં આવી રહી છે. તેનાથી સ્કૂલોમાં ગરીબ વિદ્યાર્થીઓની હાજરી વધશે અને તેમના ભણતર અને પોષણનો વિકાસ થશે. આ યોજના દ્વારા શિક્ષણમાં ‘સોશિયલ અને જેન્ડર ગેપ’ પુરો કરવામાં મદદ મળશે.
બીજા આ મહત્વના નિર્ણયો લીધા
પ્રેસ બ્રીફિંગમાં બીજા ઘણા નિર્ણય વિશે જાણકારી આપવામાં આવી. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે યૂનિયન કેબિનેટે નીમચ-રતલામ ટ્રેકને ડબલ કરવાનો નિર્ણય લીધો છે. આ કામમાં 1,096 કરોડ રૂપિયા ખર્ચ થવાનું અનુમાન છે. તે સિવાય Rajkot-Kanalusલાઈનને પણ ડબલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કામને પૂરૂ કરવામાં લગભગ 1,080 કરોડનો ખર્ચ આવશે.
આત્મનિર્ભર ભારત યોજનામાં તેજી
પત્રકારોને યોજનાઓની જાણકારી આપતા વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે મોદી સરકાર નિકાસને વધારવા માટે ખુબ જ પ્રયત્નશીલ છે. ઉદ્યોગ ક્ષેત્રમાં મેન્યુફેક્ચરિંગ પર ઘણા નિર્ણય લેવામાં આવ્યા. 1 વર્ષમાં આત્મનિર્ભર ભારત હેઠળ નિકાસ પર ફોક્સ કરવામાં આવ્યું. ચાલુ નાણાકીય વર્ષમાં 21 સપ્ટેમ્બર સુધી દેશમાં 185 બિલિયન ડોલરની નિકાસ થઈ, જે 6 મહિનાનો રેકોર્ડ છે.
આ પણ વાંચો: Ahmedabad : રેલવે મંત્રીએ 2200 કરોડના બે પ્રોજેકટની જાહેરાત કરી, 3 વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક