AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19: દેશમાં કોરોના વેક્સીનેશનનો આંકડો 106 કરોડને પાર, અત્યાર સુધીમાં 32.94 કરોડ લોકોને લાગ્યા બંને ડોઝ

તાજેતરમાં સરકારી ડેટામાં એવું બહાર આવ્યું છે કે કોવિડ -19 રસીનો પ્રથમ ડોઝ લેનારા 11 કરોડથી વધુ લોકોએ બે ડોઝ વચ્ચેનો નિર્ધારિત અંતરાલ પૂરો થયા પછી પણ બીજો ડોઝ લીધો નથી.

Covid-19: દેશમાં કોરોના વેક્સીનેશનનો આંકડો 106 કરોડને પાર, અત્યાર સુધીમાં 32.94 કરોડ લોકોને લાગ્યા બંને ડોઝ
Corona vaccine
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 12:27 AM
Share

દેશમાં કોરોના વાઈરસ સામે (Covid-19 Vaccination) ચાલી રહેલા વેક્સીનેશનનો આંકડો 106 કરોડને પાર થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે કહ્યું કે આજે સાંજે 7 વાગ્યા સુધી દેશભરમાં 61 લાખ રસીના ડોઝ આપવામાં આવ્યા. જ્યારે દેશમાં કોવિડ -19 રસીકરણનો કુલ આંકડો વધીને 1.06 અરબ થઈ ગયો છે. જેમાં 73.13 કરોડ લોકોને પ્રથમ ડોઝ અને 32.94 કરોડ લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં દેશમાં સૌથી વધુ વેક્સીન ઉત્તર પ્રદેશમાં (13.01 કરોડ ડોઝ) લગાવવામાં આવી છે. આ પછી મહારાષ્ટ્રમાં 9.76 કરોડ ડોઝ, પશ્ચિમ બંગાળમાં 7.64 કરોડ ડોઝ, ગુજરાતમાં 7.02 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

આરોગ્ય મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એન્ટી-કોવિડ-19 રસીના 111.13 કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. હાલમાં રાજ્યો પાસે રસીના 12.73 કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ છે, જેનો હજુ સુધી ઉપયોગ થયો નથી.

ભારત સરકારે આ વર્ષના અંત સુધીમાં તમામ પાત્રતા ધરાવતા લોકોને રસી આપવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. તેથી, રસીકરણ અભિયાનને વધુ ઝડપી બનાવવા માટે રાજ્યો પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. 21 ઓક્ટોબરે દેશમાં વેક્સીનેશનનો આંકડો 1 અરબને પાર થયા પછી આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે હવે બીજા ડોઝની રાહ જોઈ રહેલા લોકો માટે વેક્સીન સુનિશ્ચિત કરવામાં આવશે. એક નિવેદનમાં કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આવા લાભાર્થીઓ પર ધ્યાન આપવા જણાવ્યું હતું.

તાજેતરમાં સરકારી ડેટામાં એવું બહાર આવ્યું છે કે કોવિડ -19 રસીનો પ્રથમ ડોઝ લેનારા 11 કરોડથી વધુ લોકોએ બે ડોઝ વચ્ચેનું નિર્ધારિત અંતર પૂરૂ થયા પછી પણ બીજો ડોઝ લીધો નથી. આંકડા દર્શાવે છે કે 3.92 કરોડથી વધુ લાભાર્થીઓએ 6 અઠવાડિયાથી વધુ સમયથી બીજો ડોઝ લીધો નથી. આ રીતે લગભગ 1.57 કરોડ લોકોએ ચારથી છ અઠવાડિયાના વિલંબ પછી અને 1.5 કરોડથી વધારે લોકોએ બેથી ચાર અઠવાડિયાના વિલંબ પછી કોવિશિલ્ડ અથવા કોવેક્સિનનો બીજો ડોઝ લીધો નથી.

3.38 કરોડ લોકોએ બીજો ડોઝ લેવામાં બે અઠવાડિયા કરતાં વધુ સમયનો વિલંબ કર્યો છે

તેવી જ રીતે, 3.38 કરોડથી વધુ લોકો એવા છે કે જેઓ બીજો ડોઝ લેવામાં બે અઠવાડિયા મોડા છે. કોવિશિલ્ડના પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે 12-16 અઠવાડિયાનું અંતર છે, જ્યારે કોવેક્સિનના બે ડોઝ વચ્ચે ચાર અઠવાડિયાનું અંતર જાળવવામાં આવે છે. હાલમાં દેશમાં આ બંને રસીઓનું રસીકરણ મોટાપાયે ચાલી રહ્યું છે.

શનિવારે દેશમાં કોવિડ -19 ચેપના 14,313 નવા કેસ નોંધાયા હતા. આ પછી સંક્રમિતોની સંખ્યા વધીને 3,42,60,470 થઈ ગઈ છે. દેશમાં હાલમાં સક્રિય દર્દીઓની સંખ્યા (સારવાર લઈ રહેલા લોકો) 1,61,555 છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશભરમાં વધુ 549 લોકોના મોત સાથે મૃત્યુઆંક વધીને 4,57,740 થઈ ગયો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર સક્રિય દર્દીઓની સંખ્યા ચેપના કુલ કેસોના 0.47 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછી છે. જ્યારે રિકવરી રેટ 98.19 ટકા છે.

આ પણ વાંચો :  Sameer Wankhede Case: ‘સમીર વાનખેડેએ ધર્મ બદલ્યો, એવું લાગતું નથી’, રાષ્ટ્રીય SC કમિશનના ઉપાધ્યક્ષનું મોટું નિવેદન

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">