OMICRON : રાજસ્થાનમાં ઓમિક્રોન વેરીએન્ટના 9 કેસ નોંધાયા, દેશમાં કુલ સંખ્યા 21 થઇ

Rajsthan Omicron new : દક્ષિણ આફ્રિકાથી પરત ફરેલા ચાર લોકોમાં ઓમિક્રોન વેરિઅન્ટ જોવા મળ્યું છે, આ લોકોના સંપર્કમાં આવેલા વધુ પાંચ લોકોમાં પણ ઓમિક્રોન વેરિઅન્ટની પુષ્ટિ થઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2021 | 10:19 PM

Omicron News: રાજસ્થાનના જયપુરમાં કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનના નવ કેસ નોંધાયા છે. દક્ષિણ આફ્રિકાથી પરત ફરેલા ચાર લોકોમાં ઓમિક્રોન વેરિઅન્ટ જોવા મળ્યું છે, આ ચારેયને RUHSમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આ લોકોના સંપર્કમાં આવેલા વધુ પાંચ લોકોમાં પણ ઓમિક્રોન વેરિઅન્ટની પુષ્ટિ થઈ છે. આ નવા કેસ સાથે, હવે દેશમાં આ પ્રકારથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા 21 પર પહોંચી ગઈ છે.

મેડિકલ સેક્રેટરી વૈભવ ગલરિયાએ કહ્યું કે સંક્રમિત લોકોના જીનોમ સિક્વન્સિંગથી પુષ્ટિ થઈ છે કે નવ લોકો કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનથી સંક્રમિત થયા છે.

ગેલેરિયાએ જણાવ્યું હતું કે વિભાગે પહેલાથી જ દક્ષિણ આફ્રિકાથી પરત ફરેલા પરિવારના ચારેય સભ્યોને RUHS હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તેના સંપર્કમાં આવેલા અન્ય પાંચ લોકોને પણ ચેપ લાગ્યો છે, તેઓને પણ RUHSમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.

તેમણે જણાવ્યું કે દક્ષિણ આફ્રિકાથી પરત ફરેલા પરિવાર સહિત તેમના સંપર્કમાં આવેલા 34 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 9 લોકોને ઓમિક્રોનથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે જ્યારે 25 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

તેમણે જણાવ્યું કે સીકર જિલ્લાના અજીતગઢનો એક પરિવાર પણ પરિવારના સંપર્કમાં આવ્યો હતો, તે તમામની પણ તપાસ કરવામાં આવી છે પરંતુ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેમણે કહ્યું કે સંપર્કમાં આવેલા તમામ લોકોના મોટા પાયે કોન્ટેક્ટ ટ્રેસિંગ કરીને સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : CORONA : ગુજરાતમાં નવા 48 કેસ, રાજ્યના 8 માંથી 6 મનપા વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા, જાણો કોરોનાના તમામ સમાચાર

આ પણ વાંચો : ઓમીક્રોનનો આતંક, મહારાષ્ટ્રમાં આજે સામે આવ્યા 7 ઓમીક્રોનના દર્દી, દેશમાં અત્યાર સુધી 21 લોકો થઈ ચુક્યા છે સંક્રમિત

Follow Us:
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">