AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CORONA : ગુજરાતમાં નવા 48 કેસ, રાજ્યના 8 માંથી 6 મનપા વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા, જાણો કોરોનાના તમામ સમાચાર

Gujarat Corona Update : કોરોના રસીકરણ અભિયાનમાં આજે 5 ડિસેમ્બરે રાજ્યમાં 1,39, 589 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

CORONA : ગુજરાતમાં નવા 48 કેસ, રાજ્યના 8 માંથી 6 મનપા વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા, જાણો કોરોનાના તમામ સમાચાર
Gujarat Corona Update
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2021 | 9:52 PM
Share

Gujarat Corona News : રાજ્યમાં આજે 5 ડિસેમ્બરે કોરોના વાયરસના નાવ 48 કેસ નોંધાયા છે, તો આજે નોંધાયેલા નવા કેસોમાં અમદાવાદ શહેરમાં સૌથી 17 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસોની સંખ્યા 8,27,707 (8 લાખ 27 હજાર 707 ) થઇ છે. રાજ્યમાં આજે કોરોનાના કારણે સુરત જિલ્લામાં એક દર્દીનું મૃત્યુ છે, રાજ્યમાં કુલ મૃત્યુઅંક 10,095 થયો છે.

રાજ્યમાં આજે 5 ડિસેમ્બરે કોરોનાથી મુક્ત થઇને સાજા થયેલા 24 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,17,263( 8 લાખ 17 હજાર 263) દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં આજે એક્ટીવ કેસની સંખ્યા વધીને 349 થઇ છે.

કોરોના રસીકરણ અભિયાનમાં રાજ્યમાં આજે 5 ડિસેમ્બરે 1,39, 589 લોકોને કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યાં છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 8,28,33,719 ( 8 કરોડ 28 લાખ 33 હજાર 719) રસીકરણના ડોઝ આપવામાં આવ્યાં છે.

રાજ્યના અન્ય મહત્વના સમાચાર જોઈએ તો

1.AHMEDABAD : CM ભુપેન્દ્ર પટેલે કહ્યું, કોરોના વિરોધી રસીકરણ ઝુંબેશમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર

મુખ્યપ્રધાને કોવીડકાળમાં આપદ ધર્મ તરીકે ફરજ બજાવનારા તબીબો અને આરોગ્યકર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યપ્રધાને કહ્યું કે , “ટુ ગેધર વી ફલાય “નો સંદેશો દર્શાવે છે કે આપણે નાના પ્રયાસોથી મોટા પરિવર્તનો આણી શકીએ છીએ.

2.Jamnagar: ઓમિક્રોનના દર્દીના સંપર્કમાં આવેલા 2 વ્યક્તિ કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ

Omicron in Gujarat: જામનગરમાં ગુજરાતનો પહેલો ઓમિક્રોનનો કેસ નોંધાયો છે. હવે તેના સંપર્કમાં આવેલા અન્ય 2 લોકો કોરોના પોઝિટીવ આવતા તંત્રની ચિંતા વધી છે.

3.SURENDRANAGR : આફ્રિકાથી લીંબડી આવેલા વ્યક્તિ કોરોના સંક્રમિત, ઓમિક્રોનની આશંકાએ સેમ્પલ ગાંધીનગર મોકલાયા

Omicron Gujarat : આફ્રિકાથી લીંબડી આવેલા આ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સુરેન્દ્રનગરના વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ વ્યક્તિના અન્ય પરિવારજનોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

4.Rajkot: એરપોર્ટ પર કોરોના ચેકિંગના કડવા અનુભવ બાદ સાંસદ રામ મોકરિયાની સિવિલ મુલાકાત, જાણો વિગત

Rajkot: રાજ્યમાં નવા વેરિએન્ટની એન્ટ્રી થઇ ગઈ છે. ત્યારે MP રામ મોકરિયાએ રાજકોટ સિવિલની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં તેમણે આરોગ્ય તંત્રના કામનું નિરીક્ષણ કર્યું હતું.

5.ગુજરાતમાં ઓમીક્રોનની એન્ટ્રી બાદ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આપ્યું આ મોટું નિવેદન

અમદાવાદ એરપોર્ટ પર દરરોજ રોજની સાતથી આઠ દેશોની ફ્લાઇટ આવે છે. તેમજ સરકાર પાસે તમામ પ્રકારોનો ડેટા છે. વિદેશથી આવેલા પ્રવાસીઓનો ડેટા રાખાય છે.

6.ઓમીક્રોનની દહેશત વચ્ચે સુરતમાં તંત્ર સજ્જ, કોરોનાની સારવાર માટે બેડની સંખ્યામાં વધારો કરાયો

સુરતના મેયરે કહ્યું કે ઓમિક્રોનના ખતરાને પગલે તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવાઈ છે. નવી સિવિલ હોસ્પિટલના ત્રીજા માળે 83 બેડનો અલાયદો વોર્ડ શરૂ કરાયો છે.

7.Vaccination: દેશમાં 50 ટકાથી વધુ લોકોનું સંપૂર્ણ રસીકરણ થયું, આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું- એક થઈને કોરોનાને હરાવીશું

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોવિડ-19 રસીના 127 કરોડથી વધુ ડોઝ લાગુ કરવામાં આવ્યા છે. તેમાંથી ઓછામાં ઓછો એક ડોઝ 79.90 કરોડ લોકોને આપવામાં આવ્યો છે અને બંને ડોઝ 47.71 કરોડ લોકોને આપવામાં આવ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">