corona update: કોરોનાએ ત્રીજી લહેર માટે વધારી ચિંતા, દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 44658 કેસ નોંધાયા
દેશમાં છેલ્લા બે દિવસથી કોરોનાના કેસની સંખ્યા વધતા ચિંતા ઉપજાવી છે. વિતેલા 24 કલાકમાં કોરોનાના નવા 44658 દર્દીઓ નોંધાયા છે, તો 496 દર્દીના મોત નિપજ્યા છે.
દેશમાં છેલ્લા ઘણા લાંબા સમયથી કોરોનાની (corona) બીજી લહેરમાં રાહત જેવી સ્થિતિ હતી, પરંતુ ફરી એક વખત કોરોનાની સ્થિતિ વધતી જણાય છે. માત્ર એક જ દિવસમાં 40 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. વિતેલા છેલ્લા 24 કલાકમાં કોરોનાના 44,658 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ, કોરોનાના સક્રિય કેસોની (Corona Active cases ) સંખ્યા ઝડપથી વધીને 3,44,899 થઈ ગઈ છે. એટલું જ નહીં, નવા કેસોમાં વધારો થવાને કારણે, સક્રિય કેસોની ટકાવારી પણ વધીને 1.06 ટકા થઈ છે, જે આ સપ્તાહની શરૂઆતમાં 1 ટકાથી ઓછી થઈ હતી. આના કારણે કોરોનાથી સાજા થવાનો રિકવરી રેટ પણ નીચે આવ્યો છે અને તે હવે 97.60% થઈ ગયો છે.
સાજા થતા લોકોની સંખ્યા ઘટી રહી છે, નવા કેસો વધી રહ્યા છે. કોરોનાના (corona) સક્રિય કેસોમાં વધારો થવાનું એક કારણ એ છે કે નવા કેસોની સરખામણીમાં સાજા થનારા લોકોની સંખ્યા ઘટી રહી છે. એક તરફ, છેલ્લા બે દિવસથી સતત 40 હજારથી વધુ કેસ મળી રહ્યા છે, જ્યારે સાજા થનારા લોકોની સંખ્યા ઓછી છે. છેલ્લા એક દિવસમાં 32,988 લોકોએ કોરોનાને હરાવ્યો છે. અગાઉ ગુરુવારે એક દિવસમાં 46 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા અને હવે ફરીથી સમગ્ર દેશમાં 44 હજાર કેસ મળવાથી ચિંતા વધી છે. દેશના તમામ રાજ્યોમાં શાળાઓ, જીમ અને મોલ જેવી સંસ્થાઓ ખોલવાની સાથે હવે કેસોમાં વધારો થતાં ચિંતા વધી છે. આવી સ્થિતિમાં, કોરોનાને લઈને જાહેર કરેલ માર્ગદર્શિકાનુ કડકાઈથી પલાન કરવાનો સમય ફરી એક વખત પાછો આવી ગયો છે.
India reports 44,658 new #COVID19 cases,32,988 recoveries and 496 deaths in the last 24 hrs, as per Health Ministry.
Total cases: 3,26,03,188 Total recoveries: 3,18,21,428 Active cases: 3,44,899 Death toll: 4,36,861
Total vaccinated: 61,22,08,542 (79,48,439) in last 24 hrs pic.twitter.com/3Ekda2cKBP
— ANI (@ANI) August 27, 2021