Coronavirus : રસી તૈયાર કરવી એ વિશિષ્ટ પ્રક્રિયા, રાતોરાત ઉત્પાદન વધારવું શક્ય નથી : અદાર પૂનાવાલા

Coronavirus : પુણેની સીરમ ઇન્સ્ટીટ્યૂટના સીઇઓ અદાર પૂનાવાલાએ કહ્યુ કે વેક્સીનનું ઉત્પાદન રાતો-રાત વધારી દેવુ સંભવ નથી. તેમણે કહ્યુ કે આ એક વિશિષ્ટ પ્રક્રિયા છે. 

  • Tv9 Webdesk22
  • Published On - 19:35 PM, 3 May 2021
Coronavirus :  રસી તૈયાર કરવી એ વિશિષ્ટ પ્રક્રિયા, રાતોરાત ઉત્પાદન વધારવું શક્ય નથી : અદાર પૂનાવાલા
અદાર પૂનાવાલા

Coronavirus : દેશમાં કોરોના રસીકરણના ત્રીજા ચરણની શરુઆત થઇ સુકી છે. પરંતુ વેક્સીનની અછતના કારણે કેટલાય રાજ્યોમાં 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સીન આપવામાં નથી આવી રહી . આ વચ્ચે દેશમાં બ્રિટનની દવા નિર્માતા કંપની અસ્ટ્રાજેનકા સાથે મળીને કોવિશીલ્ડ વેક્સીન તૈયાર કરી રહેલી પુણેની સીરમ ઇન્સ્ટીટ્યૂટના સીઇઓ અદાર પૂનાવાલાએ કહ્યુ કે વેક્સીનનું ઉત્પાદન રાતો-રાત વધારી દેવુ સંભવ નથી. તેમણે કહ્યુ કે આ એક વિશિષ્ટ પ્રક્રિયા છે.

અદાર પૂનાવાલાએ સોમવારે એક નિવેદન રજૂ કરતા કહ્યુ કે એ સંભવ નથી કે રાતો-રાત ઉત્પાદન વધારી દેવામાં આવે આપણે એ પણ સમજવાની જરુર છે કે ભારતની આબાદી બહુ મોટી છે. તમામ વયસ્કો માટે વેક્સીનના ડોઝનું ઉત્પાદન સરળ કામ નથી. ત્યાંસુધી કે ઓછી જનસંખ્યા વાળા વિકસિત દેશ અને કંપની પણ આને લઇને સંઘર્ષ કરતી દેખાઇ રહી છે.

 

સીરમ ઇન્સ્ટીટ્યૂટના સીઇઓએ આગળ કહ્યુ કે અમે સમજીએ છીએ કે દરેક સંભવિત જલ્દીથી જલ્દી વેક્સીન લેવા ઇચ્છે છે. અમે  પણ એ ઇચ્છીએ છીએ અમે આ દિશામાં  પ્રયાસ કરી રહ્યા છીએ. કોવિડ-19 વિરુધ્ધ લડાઇમાં ભારતને મજબૂત કરવા માટે અમે કઠોર મહેનત કરીશુ

તેમણે આગળ એમ પણ કહ્યુ કે અમે ગયા વર્ષે એપ્રિલ મહિનાથી ભારત સરકાર સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ. અમને તમામ પ્રકારનું સમર્થન મળ્યુ છે.એ પછી સાઇન્ટીફિક હોય કે રેગ્યુલેટરી કે ફાયનાન્શીયલ