AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus Update : કોરોના વાયરસના બીજા અને ત્રીજા વેરિઅંટ પર રસી કારગર : વૈજ્ઞાનિક

Coronavirus Update : ભારતમાં સામે આવેલા કોરોના વાયરસનું બીજુ અને ત્રીજુ સ્વરુપ લગભગ એક જેવુ જ છે અને અત્યારે અપાઇ રહેલી રસી તેના વિરુધ્ધ અસરકારક છે.

Coronavirus Update : કોરોના વાયરસના બીજા અને ત્રીજા વેરિઅંટ પર રસી કારગર : વૈજ્ઞાનિક
રચનાત્મક તસ્વીર
Niyati Trivedi
| Edited By: | Updated on: Apr 24, 2021 | 7:15 AM
Share

Coronavirus Update : ભારતમાં સામે આવેલા કોરોના વાયરસનું બીજુ અને ત્રીજુ સ્વરુપ લગભગ એક જેવુ જ છે અને અત્યારે અપાઇ રહેલી રસી તેના વિરુધ્ધ અસરકારક છે. નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ બાયોમેડિકલ જીનોમિક્સના નિદેશક સૌમિત્ર દાસે શુક્રવારે આ જાણકારી આપી હતી. સાર્સ-સીઓવી-19 ના જીનોમ અનુક્રમણ પર એક વેબિનારમાં બોલતી વખતે દાસે કહ્યું કે બીજુ અને ત્રીજુ સ્વરુપ બોલચાલ માટે છે

તેમણે કહ્યું કે બીજુ અને ત્રીજુ સ્વરુપ એક જ છે. બીજુ અને ત્રીજુ સ્વરુપ અતિવ્યાપી શબ્દ છે અને અલગ અલગ સંદર્ભોમાં તેનો અલગ અલગ રીતથી ઉપયોગ કરવામાં આવ્યો છે. કલ્યાણી સ્થિત ધ નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ બાયોમેડિકલ જીનોમીક્સ, જૈવ પ્રૌધોગિકી વિભાગ અંતર્ગત આવનારી સંસ્થા છે અને દેશની એ 10 પ્રયોગશાળામાંથી એક છે જે કોરોનાવાયરસના જીનોમ અનુક્રમણમાં સામેલ છે.

આ પહેલા ગુરુવારે ભારતમાં કોરોના વાયરસના એક નવા સ્વરુપના વિશે જાણકારી મળી હતી જે ઝડપથી ફેલાઇ શકે છે અને માનવ શરીરની પ્રતિરોધક ક્ષમતાથી બચીને નિકળવામાં સક્ષમ છે. વૈજ્ઞાનિકોના અનુસાર જો કે આ વાતનો કોઇ પુરાવો નથી કે નવા સ્વરુપના કારણ દેશમાં કે પશ્ચિમ બંગાળમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધતા હોય.

નવા સ્વરુપ વિશે સૌથી પહેલા બંગાળમાંથી જ ખબર પડી હતી. નવા સ્વરુપને બી.1.618 નામ આપવામાં આવ્યું છે. બી.1.617થી અલગ છે અને આને બેવડા ઉત્પરિવર્તન વાળા વાયરસના નામે પણ ઓળખાય છે. માનવામાં આવી રહ્યું છે કે ભારતમાં બીજી લહેરમાં કોરોના વાયરસના કેસ ખૂબ ઝડપી વધી રહ્યા છે. વૃધ્ધિ પાછળ આ જ સ્વરુપ છે. સીએસઆઈઆર-ઇન્સ્ટીટ્યૂટ ઓફ જીનોમિક એન્ડ ઇન્ટીગ્રેટીવ બાયોલોજી (સીએસઆઈઆર-આઈજીબીઆઈબી) નવી દિલ્લીના નિદેશક અનુરાગ અગ્રવાલે કહ્યું કે ચિંતા કરવાની કોઇ જરુર નથી, સાર્વજનિક સ્વાસ્થ્ય ઉપાયોની જરુરછે. તેમણે કહ્યું કે બી.1.618ના સંબંધમાં તપાસ કરવામાં આવી રહી છે. ભારતમાં મુખ્ય રુપથી મળનારા સાર્સ-સીઓવી-2 નું એક નવુ સ્વરુપ છે.

g clip-path="url(#clip0_868_265)">