Coronavirus Omicron Variant : કોરોનાના નવો વાયરસ ડેલ્ટા સાથે ભળી જશે તો ખતરનાક સાબિત થશે, વાયરસના નવા સ્વરૂપને ભારતમાં પ્રવેશતા રોકવા વૈજ્ઞાનિકોની ચેતવણી
ઈન્સ્ટિટ્યૂટ ઑફ જીનોમિક્સ એન્ડ ઈન્ટિગ્રેટિવ બાયોલોજી (IGIB), કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR), નવી દિલ્હીના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. વિનોદ સ્કેરિયા કહે છે કે વાયરસમાં પહેલીવાર 32 મ્યુટેશન થયા છે.
દક્ષિણ આફ્રિકા સહિત ત્રણ દેશોમાં કોરોના વાયરસના (Corona virus) નવા પ્રકારના આગમન બાદ ભારતીય વૈજ્ઞાનિકોની ચિંતા ઝડપથી વધી ગઈ છે. જીનોમ સિક્વન્સિંગ પર નજર રાખનાર ઇન્સાકોગ ( INSACOG ) માને છે કે જો આ નવું વેરિઅન્ટ B.1.1.529 ( Omicron) ડેલ્ટા (Delta) સાથે ભળી જશે તો ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. જો કે અત્યાર સુધી આ બન્ને વાયરસના મિશ્રણના કોઈ પુરાવા સામે આવ્યા નથી, પરંતુ ભારતીય વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે વાયરસના નવા સ્વરૂપને કોઈ પણ ભોગે ભારતમાં પ્રવેશતો અટકાવવો જોઈશે.
ઈન્સ્ટિટ્યૂટ ઑફ જીનોમિક્સ એન્ડ ઈન્ટિગ્રેટિવ બાયોલોજી (IGIB), કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR), નવી દિલ્હીના વરિષ્ઠ વૈજ્ઞાનિકનું કહે છે કે વાયરસમાં પહેલીવાર 32 મ્યુટેશન થયા છે. તે વાયરસનું સ્પાઇક માળખું છે જેણે સૌથી વધુ ફેરફારો કર્યા છે અને તેના કારણે બ્રેક-થ્રુ સંક્રમણ (રસી લેવી અથવા ફરીથી સંક્રમિત) ના કેસો નોંધાયા છે.
તેમનુ કહેવુ છે કે, રાહ જોવાનો સમય જતો રહ્યો છે. હવે આ વેરિયન્ટ સામે કામ કરવાનો સમય છે. આપણે સાવચેત રહેવાની જરૂર છે. સંપૂર્ણ તકેદારી સાથે રસી અને જાહેર આરોગ્યને લગતા પગલાં તાત્કાલિક શરૂ કરવા જરૂરી છે. જો કે, આ વેરિયન્ટ વિશે વધુ માહિતી માટે થોડા દિવસો રાહ જોવી પડશે. દક્ષિણ આફ્રિકા સહિત અન્ય દેશોના વૈજ્ઞાનિકો પણ તેના અભ્યાસમાં લાગેલા છે.
ICMRએ પણ વ્યક્ત કરી ચિંતા નવી દિલ્હી સ્થિત ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના વરિષ્ઠ વૈજ્ઞાનિકનુ માનવુ છે કે ભારતમાં પહેલેથી જ 69 ટકા નમૂનાઓમાં વધુ ગંભીર પ્રકારો જોવા મળ્યા છે. તેમાં સૌથી વધુ જોખમી ડેલ્ટા છે. આવી સ્થિતિમાં, જો આ નવું વેરિયન્ટ ભારતમાં દાખલ થાય અને તે ડેલ્ટા સાથે ભળી જશે તો શુ થશે તે તો હાલ વિજ્ઞાનિકો પણ કહી શકે તેમ નથી.
ડેલ્ટા વેરિઅન્ટમાં જ 25 ગણું પરિવર્તન INSACOG અનુસાર, ભારતમાં અત્યાર સુધીમાં 1.15 લાખ નમૂનાઓની જીનોમ સિક્વન્સિંગ પૂર્ણ કરવામાં આવી છે. જેમાંથી 45394 સેમ્પલમાં ગંભીર પ્રકારો જોવા મળ્યા છે. ડેલ્ટાના 28880 કેસ મળી આવ્યા છે. ડેલ્ટા વેરિયન્ટમાં જ 25 મ્યુટેશન થયા છે અને અત્યાર સુધીમાં 6611 સેમ્પલમાં આ મ્યુટેશનની ઓળખ કરવામાં આવી છે.
શંકાસ્પદને હોમ ક્વોરેન્ટાઇન રાખો નવા વેરિયન્ટને લઈને શુક્રવારે વૈજ્ઞાનિકોની ઉચ્ચ સ્તરીય બેઠક બાદ એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે કહ્યું કે અત્યારે સૌથી વધુ ભાર હોમ ક્વોરેન્ટાઈન પર આપવામાં આવી રહ્યો છે, પરંતુ આ ત્રણ દેશો સિવાય શંકાસ્પદ દર્દીઓને એરપોર્ટ પર જ ક્વોરેન્ટાઈનની સેવા મળવી જોઈએ. જેથી નવા વેરિયન્ટની એન્ટ્રી અંગે કોઈ શંકા જ ન રહે. તેમણે કહ્યું કે દેશને છેલ્લા 20 મહિનાનો અનુભવ મળ્યો છે અને શંકાસ્પદ દર્દીઓના ક્વોરેન્ટાઇન માટે કડક પગલાં લેવા જરૂરી છે. જેથી સંક્રમણનો સ્ત્રોત નષ્ટ થાય.
આ પણ વાંચોઃ
ડેલ્ટા કરતા પણ વધુ ઘાતક છે કોરોના વાયરસનો નવો B.1.1.1.529 વેરિયન્ટ, જાણો નવા વાયરસ સંબંધિત 5 મહત્વની બાબત
આ પણ વાંચોઃ