ડેલ્ટા કરતા પણ વધુ ઘાતક છે કોરોના વાયરસનો નવો B.1.1.1.529 વેરિયન્ટ, જાણો નવા વાયરસ સંબંધિત 5 મહત્વની બાબત

Coronavirus new variant: કોરોના વાયરસના નવા B.1.1.1.529 વેરિયન્ટે સમગ્ર વિશ્વમાં ચિંતા વધારી છે. નિષ્ણાતો તેને ડેલ્ટા વેરિયન્ટ કરતાં વધુ ઘાતક અને ચેપી ગણાવી રહ્યા છે. ભારત સહિત ઘણા દેશોમાં સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. અહીં જાણો કોરોના વાયરસના આ નવા પ્રકાર વિશેની પાંચ મહત્વની બાબતો:

ડેલ્ટા કરતા પણ વધુ ઘાતક છે કોરોના વાયરસનો નવો B.1.1.1.529 વેરિયન્ટ, જાણો નવા વાયરસ સંબંધિત 5 મહત્વની બાબત
Corona's new variant (symbolic image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2021 | 7:37 AM

કોરોના વાયરસની (Corona virus) મહામારીથી છુટકારો મેળવવાના તમામ પ્રયાસો વચ્ચે ફરી એકવાર તેનું નવું સ્વરૂપ વિશ્વમાં સામે આવ્યું છે, જેણે સમગ્ર વિશ્વમાં આ ચેપી રોગને લઈને ચિંતા વધારી દીધી છે. એક અઠવાડિયામાં વાયરસ (virus) જે રીતે ઝડપથી ફેલાઈ ગયો છે તે જોતાં નિષ્ણાતો માને છે કે તે ડેલ્ટા વેરિયન્ટ (Delta variant) કરતાં વધુ ખતરનાક છે અને વધુ ઝડપથી ફેલાઈ શકે છે. નવો વેરિયન્ટ (variant) રસીને પણ બેઅસર કરી શકે છે. એટલે કે, કોરોનાની રસી (Corona vaccine) તેના પર બિનઅસરકારક સાબિત થઈ શકે છે, કારણ કે જેમણે સંપૂર્ણમાત્રામાં રસી લીધી હોય તેવી વ્યક્તિઓમાં પણ નવા વેરિયન્ટનું (New variants) સંક્રમણ જોવા મળ્યુ છે.

કોરોના વાયરસનું આ નવું સ્વરૂપ B.1.1.1.529 છે, જેને ‘બોત્સ્વાના વેરિયન્ટ’ તેમજ ઓમિક્રોન (Omicron ) તરીકે પણ ઓળખવામાં આવે છે. દક્ષિણ આફ્રિકામાં 100 થી વધુ કેસ નોંધાયા છે, જ્યારે બોત્સ્વાના, હોંગકોંગ અને ઇઝરાયેલમાં પણ કેસ નોંધાયા છે. આવી સ્થિતિમાં, જો પરિસ્થિતિને જલ્દીથી નિયંત્રિત કરવામાં નહીં આવે તો તે અન્ય દેશોમાં પણ ફેલાઈ શકે છે. કોરોના વાયરસના આ ચેપી પ્રકારને ધ્યાનમાં રાખીને, બ્રિટન, ફ્રાન્સ, ઇઝરાયેલ, ઇટાલી, સિંગાપોર સહિત ઘણા દેશોએ દક્ષિણ આફ્રિકા અને ક્ષેત્રના અન્ય દેશોની મુસાફરીને પ્રતિબંધિત કરવાનો નિર્ણય લીધો છે. ભારતે પણ એલર્ટ જાહેર કર્યું છે અને એરપોર્ટ પર દક્ષિણ આફ્રિકા, બોત્સ્વાના અને હોંગકોંગથી આવતા મુસાફરોની કડક દેખરેખ અને સ્ક્રીનિંગ કરવા જણાવ્યું છે. કોવિડ-19ના આ નવા પ્રકાર વિશે જાણો 5 ખાસ વાતો: 1 આરોગ્ય નિષ્ણાતોના મતે, કોરોના વાયરસના નવા ‘B.1.1.1.529’ પ્રકારમાં અનેક મ્યુટેશન છે, જે આ રોગ અને તેની ચેપી ક્ષમતાના સંદર્ભમાં ચિંતાનો વિષય છે. નિષ્ણાતોના મતે, તે અત્યાર સુધી શોધાયેલો સૌથી ભારે પરિવર્તિત પ્રકાર છે, જેનો અર્થ છે કે આ વેરિયન્ટ સામે રસી બહુ અસરકારક ન હોઈ શકે. 2 કોવિડ-19નું નવું વેરિયન્ટ B.1.1.1.529 તેના સ્પાઇક પ્રોટીનમાં મોટી સંખ્યામાં મ્યુટેશન ધરાવે છે, જે માનવ શરીરના કોષોમાં વાયરસના પ્રવેશમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમાં કુલ 50 મ્યુટેશન છે, જેમાં એકલા સ્પાઇક પ્રોટીન પર 30 થી વધુ મ્યુટેશન છે. 3 વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કહ્યું છે કે નવા વેરિયન્ટની અસરને સમજવામાં થોડા અઠવાડિયા લાગશે. B.1.1 પર ચર્ચા કરવા અને નિર્ણય લેવા માટે WHOએ એક બેઠક બોલાવી છે. જો કે, WHO એ કોવિડ સામે રક્ષણ મેળવવા રસીકરણ અને માસ્ક પહેરવા સહિત અન્ય સાવચેતીનાં પગલાં ચાલુ રાખવાનું કહ્યું છે. 4 આ અઠવાડિયે દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસના આ નવા પ્રકારની ઓળખ કરવામાં આવી હતી, જે ટૂંક સમયમાં અન્ય દેશોમાં ફેલાઈ ગઈ હતી. બોત્સ્વાનાની સાથે હોંગકોંગ અને ઈઝરાયેલમાં પણ કેસ નોંધાયા છે. મલાવીથી પરત આવેલા વ્યક્તિમાં મોટી સંખ્યામાં પરિવર્તન સાથે કોરોનાનો આ પ્રકાર ઈઝરાયેલમાં જોવા મળ્યો છે. 5 એવું માનવામાં આવે છે કે તે HIV/AIDSથી સંક્રમિત દર્દીમાં નવો વેરિયન્ટ દેખાયો હતો, જેની સારવાર થઈ શકતી ન હતી અને જેના કારણે તેની રોગપ્રતિકારક શક્તિ ઘણી નબળી હતી. આવી સ્થિતિમાં, નબળા રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો કોરોના વાયરસના આ પ્રકારથી સૌથી વધુ પ્રભાવિત થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આ પણ વાંચોઃ

Covid-19 Variant : ખુબ ઝડપથી ફેલાતા વેરિયન્ટે વધારી ચિંતા, WHO એ કોવિડ-19 નવા વેરિયન્ટને નામ આપ્યુ ‘ઓમિક્રોન’

g clip-path="url(#clip0_868_265)">