Corona Update: રાહતના સમાચાર, દેશના આ રાજ્યોમાં કોરોનાના 100થી ઓછા એક્ટિવ કેસ!
કેરળ જેવા ઘણા રાજ્યોમાં પરિસ્થિતિ હજુ નિયંત્રણમાં નથી, પરંતુ ઘણા રાજ્યો એવા છે જ્યાં કોરોના વાઈરસના એકટિવ કેસની સંખ્યા ઘટીને 100થી નીચે આવી ગઈ છે. જાણો આ રાજ્યમાં કોનો સમાવેશ થાય છે.
Corona Update: કોરોના વાઈરસનું સંકટ હજુ યથાવત છે. દેશમાં કેરળ (Kerala) જેવા રાજ્યો હજુ પણ કોરોના સામે ઝઝુમી રહ્યા છે. પરંતુ એવા ઘણા રાજ્યો છે, જ્યાં કેસોની સંખ્યા નોંધપાત્ર રીતે નીચે આવી છે અને તે રાજ્યોમાં એક્ટિવ કેસોની સંખ્યા 100થી ઓછી થઈ ગઈ છે. હાલ આ રાજ્યોમાં કોવિડની પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. જ્યારે એક કેન્દ્રશાસિત પ્રદેશ છે જ્યાં એક પણ એક્ટિવ કેસ નથી.
આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે, જ્યાં સક્રિય કેસ 100થી ઓછા છે. આ સિવાય મૃત્યુઆંકમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જાણો આ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો વિશે.
આંદામાન અને નિકોબાર
આંદામાનમાં કુલ સક્રિય કેસ 20 છે, આ સિવાય આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોરોનાને (Corona) કારણે 129 લોકોના મોત થયા છે, પરંતુ લાંબા સમયથી અહીં કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત થયું નથી.
બિહાર
બિહારમાં હાલમાં 60 એક્ટિવ કેસ છે. રાજ્યમાં કોરોનાને (Covid 19) કારણે અત્યાર સુધીમાં 9,659 લોકોના મોત નીપજ્યા છે.
ચંદીગઢ
ચંદીગઢમાં 44 એક્ટિવ કેસ છે અને અત્યાર સુધી 64 હજારથી વધુ લોકો કોરોના સંક્રિમત થઈ ચુક્યા છે.
દાદરા નગર હવેલી
દાદરા નગર હવેલી સંપૂર્ણ કોરોના મુક્ત છે. આ રાજ્યમાં હાલ એક પણ કોરોના એક્ટિવ કેસ નથી.
ઝારખંડ
ઝારખંડની વાત કરીએ તો અહીં પણ સક્રિય કેસોની સંખ્યા 100થી નીચે છે, કારણ કે હાલમાં રાજ્યમાં 63 સક્રિય કેસ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 5,133 લોકોને કોરોનાને કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
લક્ષદ્વીપ
લક્ષદ્વીપમાં માત્ર 10 કોરોના એક્ટિવ કેસ છે અને અહીં અત્યાર સુધીમાં 51 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે.
મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશમાં પણ કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 100ની નીચે છે. રાજ્યમાં હાલમાં 90 સક્રિય કેસ છે. કોરોનાને કારણે આ રાજ્યમાં 10 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.
રાજસ્થાન
રાજસ્થાનમાં 98 સક્રિય કેસ છે, પરંતુ રાજ્યમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 8,954 લોકોના મોત થયા છે.
કોરોનાની બીજી લહેરમાં મોટાભાગના રાજ્યોમાં ભયંકર પરિસ્થિતિ જોવા મળી હતી, પરંતુ હાલ રાજ્યોમાં કોરોનાના સંક્રમણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
આ પણ વાંંચો: કોરોના જ્ઞાનશાળા: શું કેન્સરના દર્દીઓ માટે પણ કોરોના વેક્સિન છે સલામત અને અસરકારક, જાણો રિચર્ચના આંકડા
આ પણ વાંંચો: કોરોના જ્ઞાનશાળા: બાળકોમાં ઈમ્યુનિટી કઈ રીતે વધારવી? તમારા ઘરનો જ આ ખોરાક છે ઈમ્યુનિટી બૂસ્ટર