Corona Update: દેશમાં કોરોનાના 15,786 નવા કેસ નોંધાયા, 561 દર્દીઓના થયા મોત

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કોવિડ-19ના સક્રિય દર્દીઓ હવે ઘટીને 1,72,594 લાખ થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને હરાવ્યા બાદ 16,479 લોકો સાજા થયા છે.

Corona Update: દેશમાં કોરોનાના 15,786 નવા કેસ નોંધાયા, 561 દર્દીઓના થયા મોત
Corona Cases In India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 12:10 PM

દેશમાં કોરોનાની ગતિ ધીમી થવા લાગી છે અને છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના (Corona Virus) 15,906 નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કોવિડ-19ના સક્રિય દર્દીઓ હવે ઘટીને 1,72,594 લાખ થઈ ગયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં રોગચાળાને કારણે 561 લોકોના મોત થયા છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાને હરાવ્યા બાદ 16,479 લોકો સાજા થયા છે. જે બાદ દેશમાં કોરોનામાંથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 3,35,48,605 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કોવિડ-19ના સક્રિય દર્દીઓ હવે ઘટીને 1,72,594 લાખ થઈ ગયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, ગઈકાલે ભારતમાં કોરોના વાયરસ માટે 13,40,158 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ગઈકાલ સુધીમાં દેશમાં કુલ 59,97,71,320 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ભારતે કોરોના રોગચાળા સામેની લડાઈમાં એક સીમાચિહ્ન પાર કર્યું છે અને કોરોના રસીના 100 કરોડ ડોઝનો આંકડો પૂરો કર્યો છે. ભારતે માત્ર 10 મહિનામાં અશક્યને શક્ય બનાવી દીધું. આશરે 130 કરોડની વસ્તીમાં કોરોના રસીના 100 કરોડ રસીકરણ ડોઝનો આંકડો દેશ માટે મોટી સિદ્ધિ છે. રસીકરણના મામલે માત્ર ચીન જ ભારતથી આગળ છે. અત્યાર સુધીમાં દેશભરમાં 102.10 કરોડ કોરોના રસી ડોઝ આપવામાં આવ્યા છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

કોરોના અપડેટ કુલ કેસ: 3,41,75,468 સક્રિય કેસ: 1,72,594 કુલ મૃત્યુ: 4,54,269 કુલ રસીકરણ: 1,02,10,43,258

સતત 30 મા દિવસે ત્રીસ હજારથી ઓછા કેસ ડેટા અનુસાર, કોરોના વાયરસના દૈનિક નવા કેસ સતત 30 મા દિવસે 30,000 થી ઓછા અને સતત 119 મા દિવસે 50,000 થી ઓછા છે. સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા કુલ કેસના 0.51 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછી છે. કોવિડ-19 માંથી સાજા થતા દર્દીઓનો રાષ્ટ્રીય દર 98.17 ટકા નોંધાયો હતો, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે. મૃત્યુ દર 1.33 ટકા નોંધાયો હતો.

રાજ્યના આંકડા જો રાજ્યોની વાત કરીએ, તો ઉત્તર-પૂર્વ રાજ્ય મિઝોરમમાં કોરોના વાયરસના 572 નવા કેસ નોંધાયા હતા અને કોરોનાને કારણે 2 લોકોના મોત થયા હતા. હાલમાં રાજ્યમાં કુલ 1,17,261 કેસ છે. જેમાંથી સક્રિય કેસ 8,943 છે. અત્યાર સુધીમાં, કુલ 1,07,911 લોકોને અલગ અલગ હોસ્પિટલોમાંથી રિકવર અને રજા આપવામાં આવી છે. મિઝોરમમાં કોરોના સંક્રમણથી કુલ 407 લોકોના મોત થયા છે.

આંદામાન અને નિકોબાર ટાપુઓમાં રવિવારે કોવિડ-19ના બે નવા કેસ સાથે સંક્રમિત લોકોની સંખ્યા વધીને 7,648 થઈ ગઈ છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં આઠ દર્દીઓ સારવાર હેઠળ છે અને 7,511 લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં 129 સંક્રમિતોના મોત થયા છે.

આ પણ વાંચો : જમ્મુ -કાશ્મીર: શોપિયામાં આતંકવાદીઓએ વધુ એક વ્યક્તિની કરી હત્યા, અત્યાર સુધીમાં 13 લોકોના મોત

આ પણ વાંચો : Singhu Border Lynching : લખબીર સિંહની હત્યા મામલે કોર્ટે ચારેય નિહંગ આરોપીઓની બે દિવસની પોલીસ રિમાન્ડ લંબાવી

g clip-path="url(#clip0_868_265)">