મહારાષ્ટ્રના રાજ્યપાલે મુંબઈ સાકીનાકા બળાત્કાર મુદ્દે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આપ્યો એવો જવાબ કે દેશભરમાં થઈ ચર્ચા
મહાવિકાસ અઘાડી સરકારના નેતાઓની દલીલ છે કે, મહીલાઓની સુરક્ષા મુદ્દાને લઈને જે આધારે રાજ્યપાલ બે દીવસીય વિધાનસભાનુ વિશેષ સત્ર બોલાવવાની વાત કરી રહ્યા છે, તે તર્કથી તો ઉત્તરપ્રદેશમાં દૈનિક રીતે સંમેલન બોલાવવું પડશે. ગુજરાતમાં દરરોજ ત્રણ બળાત્કારની ઘટનાઓ બને છે. આવી સ્થિતિમાં ત્યાં આખા મહિનાનું સંમેલન બોલાવવું પડશે.
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ (Bhagat Singh Koshyari) મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને (Uddhav Thackeray) પત્ર લખ્યો છે. તે પત્રમાં તેમણે મુંબઈના સાકીનાકામાં એક મહિલા પર બળાત્કાર અને હત્યાની ઘટનાના આધારે મહારાષ્ટ્રમાં બે દિવસ માટે વિશેષ વિધાનસભા સત્ર બોલાવવાની વાત કરી હતી. આ સિવાય, તેના વિશે ચર્ચા કર્યા બાદ, તેમણે મહિલાઓ પર થતા અત્યાચાર પર કડક પગલાં લેવા જણાવ્યું હતું.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના તે પત્રના જવાબમાં આજે (મંગળવાર, 21 સપ્ટેમ્બર) એક પત્ર લખ્યો છે. પત્રમાં ઉદ્ધવ ઠાકરેએ ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ અને દિલ્હી જેવા રાજ્યોમાં મહિલાઓ પર બળાત્કાર અને હત્યાની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે.
આ રાજ્યોનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને વિધાનસભાનું સત્ર બોલાવવાને બદલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ગૃહમંત્રી અમિત શાહને (HM Amit Shah) પત્ર લખવાની અપીલ કરી છે. તે પત્રમાં, પીએમ અને ગૃહમંત્રીને અપીલ કરો કે આ રાષ્ટ્રવ્યાપી સમસ્યાના ઉકેલ માટે ચાર દિવસ માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવે. ત્યાં સાકીનાકા મુદ્દે પણ ચર્ચા થવી જોઈએ.
એટલે કે, ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલના પત્રને એક રીતે મહાવિકાસ આઘાડી સરકાર (Mahavikas Aghadi Govt.) પર હુમલાની જેમ જોયો છે. મુખ્યમંત્રીએ રાજ્યપાલને જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે કે પહેલા તેમણે દેશના બાકીના રાજ્યોની સ્થિતિ જોવી જોઈએ, ત્યારબાદ તેમણે મહારાષ્ટ્રની પરિસ્થિતિની ચિંતા કરવી જોઈએ.
તો પછી યુપીમાં દરરોજ અને ગુજરાતમાં એક મહિના માટે, વિશેષ સત્ર બોલાવવું પડે.
મહાવિકાસ આઘાડી સરકાર સાથે સંકળાયેલા નેતાઓએ એવો તર્ક આપ્યો છે કે જે રીતે રાજ્યપાલ મહિલા સુરક્ષાના મુદ્દે ખાસ સત્ર બોલાવવાની વાત કરી રહ્યા છે, તે તર્કના આધારે તો ઉત્તર પ્રદેશમાં દૈનિક સત્ર બોલાવવું પડશે. ગુજરાતમાં દરરોજ ત્રણ બળાત્કારની ઘટનાઓ બને છે. આ રીતે ગુજરાતમાં એક મહિનાનું સત્ર બોલાવવું પડશે.
રાજ્યપાલ જે રાજ્યમાંથી આવે છે ત્યાં ઉત્તરાખંડમાં પણ મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓમાં 200 ટકાનો વધારો થયો છે. પહેલા ત્યાં એક સત્ર બોલાવવું જોઈએ. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે રાજ્યપાલ જે રીતે વિપક્ષના સુરમાં સુર પુરાવી રહ્યા છે તે તંદુરસ્ત લોકશાહીની નિશાની નથી. રાજ્યપાલના પત્રની ટીકા કરતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નાના પટોલેએ કહ્યું કે રાજ્યપાલે ખાસ સત્રની માગણી કરી રહ્યા છે. આ જોઈને નવી પરંપરા શરૂ થઈ રહી છે.
વિધાન પરિષદમાં વિપક્ષના નેતા પ્રવિણ દારેકરે રાજ્યપાલના પત્રના મુખ્યમંત્રીના જવાબના મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના જવાબને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે. તેમણે કહ્યું છે કે કેન્દ્ર સરકાર પર આંગળી ચીંધીને રાજ્ય સરકાર પોતાની જવાબદારીમાંથી છટકી શકતી નથી. રાજ્યપાલને જવાબ આપવાને બદલે, તેમની ચિંતાઓને કાળજીપૂર્વક સમજવાની અને તેના પર ગંભીરતાથી અમલ કરવાની જરૂર છે.
અઘાડી સરકાર રાજ્યપાલની નહી માને વાત, મહિલાઓની સલામતી પર વિશેષ સત્ર બોલાવશે નહીં
સૂત્રો દ્વારા સમાચાર આવી રહ્યા છે કે મહા વિકાસ આઘાડી સરકાર રાજ્યપાલ દ્વારા કરવામાં આવેલી માંગને સ્વીકારશે નહીં. મહાવિકાસ અઘાડી સરકારે આને રાજ્ય સરકારને બદનામ કરવાની કાર્યવાહી તરીકે લીધું છે. રાજ્ય સરકાર વિધાનસભાનું વિશેષ સત્ર પણ બોલાવશે નહીં કારણ કે રાજ્ય સરકારને આશંકા છે કે ભાજપ ત્યાં તેના 12 ધારાસભ્યોનું સસ્પેન્શન રદ કરવાની માંગ ઉઠાવી શકે છે. તમને જણાવી દઈએ કે છેલ્લા સત્રમાં ભાજપના 12 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
રાજ્ય સરકાર એટલા માટે પણ ખાસ સત્ર બોલાવવા માંગતી નથી કારણ કે ભાજપ રાજ્યમાં મહિલાઓની સુરક્ષા અને મહા વિકાસ આઘાડીના નેતાઓ સામે ભ્રષ્ટાચારના મામલે આક્રમક બની શકે છે.
આ પણ વાંચો : Mumbai : આવકવેરા વિભાગની તપાસમાં ખુલાસો, અનિલ દેશમુખે 17 કરોડની આવક છુપાવી