કોરોનાનાં મોતના ડરામણા આંકડા : કોરોના કેસમાં ઘટાડો, પરંતુ મોતના આંકડા બન્યા ચિંતાનુ કારણ,વાંચો સમગ્ર અહેવાલ
કોરોનાની ત્રીજી લહેરમાં મૃત્યુનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ રાહતની વાત એ છે કે, મોટાભાગના દર્દીઓ ઘરે રહીને જ સ્વસ્થ થઈ રહ્યા છે.
Corona Update : છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના નવા કેસમાં (Corona Case) ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ મૃત્યુના આંકડા હજુ પણ ચિંતાનું કારણ છે. છેલ્લા 3 દિવસથી કોરોનાને કારણે 500 થી વધુ લોકોના મોત (Corona Death) થઈ રહ્યા છે. ગુરૂવારે કોવિડ-19ના 2,86,384 નવા કેસ નોંધાયા છે.જ્યારે આ દરમિયાન 3.06 લાખ લોકો સાજા થયા હતા. બુધવારની સરખામણીમાં 470 વધુ લોકો સંક્રમિત મળી આવ્યા છે. તમને જણાવી દઈએ કે, બુધવારે 2,85,914 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા અને 659 લોકોના મોત થયા હતા.
કોરોનાનો કહેર યથાવત
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા 9 દિવસમાં કોરોનાને કારણે 400થી વધુ લોકોના દરરોજ કોરોનાને કારણે મોત થઈ રહ્યા છે અને ત્રણ દિવસમાં 500થી વધુ લોકોના મોત થતા હાલ તંત્રની ચિંતા વધી છે.કોરોનાની ત્રીજી લહેરમાં મૃત્યુનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ રાહતની વાત એ છે કે, મોટાભાગના દર્દીઓ ઘરે રહીને સાજા થઈ રહ્યા છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, 24 જાન્યુઆરીએ રાજ્યમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા 51 હજાર 864 હતી. જેમાંથી 49955 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. માત્ર 1909 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.સાથે જ સોમવારે રિકવરી રેટ વધીને 93.21 પર પહોંચ્યો છે.
કેરળમાં 140 સંક્રમિત દર્દીના થયા મોત
બુધવારે કેરળમાં કોવિડ -19 ના 49,771 નવા કેસ સાથે, રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 57,74,857 થઈ ગઈ છે. જ્યારે માત્ર એક દિવસમાં 140 સંક્રમિતોના કોરોનાને કારણે મૃત્યુ થયા હતા. નવા આંકડા સાથે રાજ્યમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 52,281 લોકોએ જીવ ગુમાવ્યો છે. મૃત્યુના નવા કેસોમાં એવા 77 કેસનો પણ સમાવેશ થાય છે જે કેન્દ્રની નવી માર્ગદર્શિકા અને સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ અપીલના આધારે કોવિડ-19ને કારણે થયેલા મૃત્યુમાં સામેલ કરવામાં આવ્યા છે.
403 જિલ્લામાં ચેપનો દર 10% થી વધુ
જો મેડિકલ હેલ્થ ડિપાર્ટમેન્ટના રિપોર્ટ પર નજર કરીએ તો રાજસ્થાનમાં 1 થી 25 જાન્યુઆરી સુધીમાં 1.92 લાખથી વધુ કેસ નોંધાયા છે, જેમાંથી 176 લોકોના મોત થયા છે.ઉપરાંત સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર દેશના 400 થી વધુ જિલ્લાઓ હાલ રેડ ઝોનમાં છે. પાંચ રાજ્યોના 52 જિલ્લામાં જ્યાં વિધાનસભાની ચૂંટણીઓ થઈ રહી છે ત્યાં સંક્રમણ ખૂબ વધારે હોવાથી તંત્રની ચિંતા વધી છે. 17 થી 23 જાન્યુઆરીની વચ્ચે દેશના દરેક જિલ્લાની સમીક્ષા કર્યા પછી તૈયાર કરવામાં આવેલા આ રિપોર્ટ અનુસાર 403 જિલ્લામાં કોરોનાનો સાપ્તાહિક સંક્રમણ દર 10% છે.
આ પણ વાંચો : Covid in India: ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2.86 લાખ નવા કેસ સામે આવ્યા, ત્રણ લાખથી વધુ દર્દીઓએ વાયરસને માત આપી