AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચીનમાં “zero Covid” નિયમ હેઠળ લોકોને મેટલ બોક્સમાં રહેવાની ફરજ પાડવામાં આવી રહી છે : જુઓ વીડિયો

શંકાસ્પદ COVID-19 દર્દીઓને મેટલ બોક્સમાં રાખવા માટે લોકોને ક્વોરેન્ટાઇન કેમ્પ (Quarantine camp)માં લઈ જતી બસોની કતાર ચીનના સોશિયલ મીડિયા પર જોવા મળી હતી.

ચીનમાં zero Covid નિયમ હેઠળ લોકોને મેટલ બોક્સમાં રહેવાની ફરજ પાડવામાં આવી રહી છે : જુઓ વીડિયો
In China, people are forced to live in metal boxes (Viral Video)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2022 | 8:42 AM
Share

COVID-19 : સમગ્ર વિશ્વમાં કોરોના (Corona)ના વધી રહેલા કેસ ચિંતાનો વિષય છે. કોરોના આવ્યાને લગભગ 2 વર્ષ થઈ ગયા છે, ત્યારથી ઘણા દેશોમાં ઘણી વખત લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં ફરી એકવાર ચીન પર સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે. ચીને તેની “zero Covid”નીતિના ભાગ રૂપે તેના નાગરિકો પર કડક નિયમો લાદ્યા છે, જ્યારે બેઇજિંગ આવતા મહિને વિન્ટર ઓલિમ્પિક્સ (Winter Olympics)નું આયોજન કરવાની તૈયારી કરી રહ્યું છે

ત્યારે લાખો લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવી રહ્યા છે.આ દ્રશ્યો દેશે COVID-19ના ફેલાવાને રોકવા માટે લીધેલા કેટલાક કડક પગલાંમાંથી એક છે.સગર્ભા સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધો સહિતના લોકોને આ મેટલ બોક્સમાં બે અઠવાડિયા સુધી રહેવાની ફરજ પાડવામાં આવી રહી છે, કેટલાક વિસ્તારોમાં મધ્યરાત્રિ પછી રહેવાસીઓને કહેવામાં આવ્યું હતું કે, તેઓએ તેમના ઘર છોડીને Quarantine Centersમાં જવાની જરૂર છે.

ઘરની બહાર નીકળવા પર પણ પ્રતિબંધ

ચીનમાં, ફરજિયાત ટ્રેક-એન્ડ-ટ્રેસ એપ્લિકેશનનો અર્થ એ છે કે નજીકના સંપર્કોને સામાન્ય રીતે શોધી કાઢવામાં આવે છે અને ઝડપથી અલગ કરવામાં આવે છે.રિપોર્ટ અનુસાર, ચીનમાં લગભગ 20 મિલિયન લોકો હવે તેમના ઘરોમાં કેદ છે અને ખોરાક ખરીદવા માટે તેમના ઘરની બહાર નીકળવા પર પણ પ્રતિબંધ છે.

કોરોનાવાયરસ પ્રથમ વખત 2019માં મળી આવ્યો

ચાઇના, જ્યાં કોરોનાવાયરસ પ્રથમ વખત 2019માં મળી આવ્યો હતો, તેની પાસે એક ફોર્મ્યુલા છે જેને તે રોગ ફાટી નીકળવાના નિયંત્રણ કરવા માટે “dynamic zero”કહે છે: કડક લોકડાઉન (lockdown)અને તાત્કાલિક mass testing. લોકડાઉનથી વિપરીત, ચીનમાં લોકોને તેમની ઇમારતો છોડવા પર પ્રતિબંધ મૂકી શકાય છે અથવા જો તેઓને ઉચ્ચ જોખમવાળા સંપર્કો ગણવામાં આવે તો હોટલના રૂમમાં રહેવાની ફરજ પડી શકે છે.

g clip-path="url(#clip0_868_265)">