Corona : દિલ્હીમાં લોકડાઉન થઈ રહ્યું છે સફળ, હવે 4000 થી ઓછા કેસ નોંધાયા

Chandrakant Kanoja

|

Updated on: May 19, 2021 | 5:53 PM

દેશમાં સતત ફેલાઇ રહેલા કોરોના વાયરસના ચેપને કાબૂમાં લેવા માટે દિલ્હી સરકારે લગાવેલું લોકડાઉન સફળ થઈ રહેલું જોવા મળી રહ્યું છે. જેમાં આજે દિલ્હીમાં કોરોનાના 4000 થી ઓછા કેસ નોંધાયા છે. જો કે તેમ છતાં દિલ્હીમાં કોરોનાથી વધી રહેલા મૃત્યુ હજુ પણ સરકાર માટે ચિંતાનો વિષય છે.

Corona : દિલ્હીમાં લોકડાઉન થઈ રહ્યું છે સફળ, હવે 4000 થી ઓછા કેસ નોંધાયા
દિલ્હીમાં લોકડાઉન થઈ રહ્યું છે સફળ, હવે 4000 થી ઓછા કેસ નોંધાયા

Follow us on

દેશમાં સતત ફેલાઇ રહેલા Corona વાયરસના ચેપને કાબૂમાં લેવા માટે દિલ્હી સરકારે લગાવેલું લોકડાઉન સફળ થઈ રહેલું જોવા મળી રહ્યું છે. જેમાં આજે દિલ્હીમાં કોરોનાના 4000 થી ઓછા કેસ નોંધાયા છે. જો કે તેમ છતાં દિલ્હીમાં કોરોનાથી વધી રહેલા મૃત્યુ હજુ પણ સરકાર માટે ચિંતાનો વિષય છે.

રાજધાની દિલ્હીમાં લોકડાઉનને લગભગ એક મહિના પૂરો થયો છે. તેમજ હવે લોકડાઉન રંગ લાવતું હોય તેમ લાગી રહ્યું છે. બુધવારે દિલ્હીમાં Corona વાયરસના 3 846 નવા કેસ નોંધાયા છે. જેમાં આઆ એપ્રિલ મહિના બાદ પ્રથમવાર એવું બન્યું છે કે દિલ્હીમાં કોરોનાના આટલા ઓછા કેસ નોંધાયા છે. તેમજ કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં વધારો થતાં રિકવરી રેટમાં પણ વધારો થયો છે.

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 9427 લોકોએ Corona ને મ્હાત આપી છે. જો કે દિલ્હીના કોરોનાથી મૃત્યુઆંક વધવાનું ચાલુ છે. રાજધાની દિલ્હીમાં બુધવારે કોરોનાએ 235 લોકોના જીવ લીધા હતા. તેમજ રાષ્ટ્રીય રાજધાનીમાં પોઝિટિવિટી રેટ હવે 7.61 ટકા પર આવી ગયો છે.

સરકારી આંકડા મુજબ હાલમાં દિલ્હીમાં કોરોના વાયરસના 45,047 સક્રિય કેસ છે.જ્યારે દિલ્હીમાં ચેપગ્રસ્ત કોરોનાની કુલ સંખ્યા હવે 14 લાખને પાર પહોંચી ગઈ છે. દિલ્હીમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 22,346 લોકોનાં મોત નીપજ્યાં છે.

આ પહેલા 17 મે એટલે કે સોમવારે દિલ્હીમાં 4 હજાર 524 નવા કેસ નોંધાયા હતા. 5 એપ્રિલ પછી આ પહેલીવાર છે જ્યારે પાટનગરમાં 5 હજારથી ઓછા નવા કેસ નોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે, આરોગ્ય મંત્રાલયના  જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યોમાં Corona ના નવા કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જે રાજ્યોમાં કોવિડ -19 ના નવા કેસોમાં ઘટાડો થયો છે તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ અને ગુજરાત છે. છેલ્લા બે અઠવાડિયા દરમિયાન બિહારના 38 જિલ્લાઓમાંથી 18 જિલ્લાઓમાં કોવિડના કેસ ઘટયા છે. મધ્યપ્રદેશના 52 માંથી 33 જિલ્લાઓમાં કેસ ઓછા થયા છે. મહારાષ્ટ્રના 36 માંથી 24 જિલ્લાઓમાં કેસ નોંધાયા છે.

આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં ફક્ત 8 રાજ્યો એવા છે જ્યાં દૈનિક 10,000 થી વધુ કેસ નોંધાય છે. 75% નવા કેસ ફક્ત 10 રાજ્યોમાંથી જ આવી રહ્યા છે. ફેબ્રુઆરી 2021 થી પરીક્ષણોની સંખ્યા સતત વધી રહી છે. કોવિડ પરીક્ષણ છેલ્લા 14 અઠવાડિયામાં સરેરાશ 2.5ગણું વધ્યું છે.

ભારતમા કોરોના વાયરસ ફેલાયો છે. પરંતુ કુલ વસ્તીની દ્રષ્ટિએ આ આંકડો હજી પણ અન્ય દેશોની સરખામણીએ ઓછો છે. યુ.એસ. માં, 10.1% વસ્તી સંક્રમિત છે. જ્યારે ભારતમાં ફક્ત 1.8 ટકા વસ્તી ચેપથી પ્રભાવિત છે.

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati