Delhi Corona Update: દિલ્હીમાં કોરોનાનો કહેર, એક જ દિવસમાં 20 હજારથી વધુ લોકો આવ્યા પોઝિટિવ

છેલ્લા ચોવીસ કલાકમાં 102965 લોકોના ટેસ્ટ (કોરોના ટેસ્ટ) કરવામાં આવ્યા હતા. જેમાં 20181 દર્દીઓ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે, આ સાથે દિલ્હીમાં કોરોના સંક્રમણનો દર વધીને 19.60 થઈ ગયો છે.

Delhi Corona Update: દિલ્હીમાં કોરોનાનો કહેર, એક જ દિવસમાં 20 હજારથી વધુ લોકો આવ્યા પોઝિટિવ
દિલ્લીમાં 8 જાન્યુઆરી 2022ના રોજ કોરોનાના નવા 20 હજારથી વધુ નોંધાયા કેસ (સાંકેતિક તસવીર)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2022 | 8:17 PM

દિલ્હીમાં કોરોનાના કેસ (Corona case in Delhi) ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. આજે શનિવારે રાજધાનીમાં કોરોના સંક્રમણના 20181 નવા કેસ નોંધાયા છે. જ્યારે 7 લોકોના મોત થયા છે. એક દિવસમાં કોરોના સંક્રમણના કેસમાં 3 હજારનો વધારો નોંધાયો છે. જો કે રાહતની વાત એ છે કે છેલ્લા ચોવીસ કલાકમાં 11869 દર્દીઓ સંક્રમણમાંથી સાજા થયા છે. હાલમાં દિલ્હીમાં કોરોના સંક્રમિત સક્રિય દર્દીઓની  (Corona Active Case) સંખ્યા 48178 પર પહોંચી ગઈ છે. રાજધાનીમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે.

શુક્રવારે દિલ્લીમાં કોરોના સંક્રમણના 17 હજારથી વધુ કેસ નોંધાયા હતા. આજે 20181 નવા કેસ નોંધાયા છે. જ્યારે, સાત લોકો મૃત્યુ પામ્યા છે (7 Corona Death). વધતા જતા કોરોના સંક્રમણના વચ્ચે, 25909 દર્દીઓ હોમ આઈસોલેશનમાં તેમની સારવાર લઈ રહ્યા છે. કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે ટેસ્ટ પણ ઝડપથી થઈ રહ્યા છે. છેલ્લા ચોવીસ કલાકમાં 102965 લોકોના ટેસ્ટ (કોરોના ટેસ્ટ) કરવામાં આવ્યા હતા. જેમાં 20181 દર્દીઓ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે, આ સાથે દિલ્હીમાં કોરોના સંક્રમણનો દર વધીને 19.60 થઈ ગયો છે.

1586 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે દિલ્હીની વિવિધ હોસ્પિટલમાં કોરોનાના 1586 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તેમાંથી 1308 દર્દીઓ દિલ્હીના અને 172 દર્દીઓ દિલ્હીની બહારના છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાંથી 106 દર્દીઓ કોરોના શંકાસ્પદ છે. કોરોનાના 1480 કન્ફર્મ દર્દીઓ છે. જ્યારે 279 કોરોના સંક્રમિત દર્દીઓ ICUમાં દાખલ છે. વેન્ટિલેટર (Ventilator) પર 27 દર્દીઓ સહિત 375 દર્દીઓ હાલમાં ઓક્સિજન સપોર્ટ (Oxygen support)પર છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

કોરોના સંક્રમણથી 7 દર્દીના નિપજ્યા મોત દિલ્હીમાં અત્યાર સુધીમાં કુલ 1526979 દર્દીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે, 1453658 દર્દીઓ કોરોના સંક્રમણથી સાજા થયા છે. અત્યાર સુધીમાં સંક્રમણને કારણે કુલ 25143 દર્દીઓના મોત થયા છે. રાજધાનીમાં કોરોના પોઝિટિવ દર 4.75 ટકા અને મૃત્યુ દર 1.65 ટકા છે. સંક્રમણ વધ્યા બાદ કન્ટેનમેન્ટ ઝોનનો આંક 9227 પર પહોંચી ગયો છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને આજે શનિવારે 20 હજારથી વધુ કોરોના કેસ આવવાની સંભાવના વ્યક્ત કરી હતી. આજે શનિવારે 20 હજારથી વધુ નવા સંક્રમિત દર્દીઓ સામે આવ્યા છે. જ્યારે કોરોનાના 7 દર્દીનાના મોત થયા છે. ઓમિક્રોનનો ખતરો પણ દિલ્હીમાં ઝડપથી વધી રહ્યો છે. આજે શનિવારે રાજધાનીમાં ઓમિક્રોનના 48 નવા કેસ નોંધાયા છે. આ સાથે દરેકને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ

મુંબઈના 96 ટકા એવા દર્દીઓને આપવો પડ્યો ઓક્સિજન, જેમણે નથી કરાવ્યું વેક્સિનેશન, કોરોનાની ઘાતક અસરથી બચાવી રહી છે વેક્સિન

આ પણ વાંચોઃ

કોરોનાની ત્રીજી લહેરને લઈને શું છે તૈયારીઓ ? આ રાજ્યની હાઈકોર્ટે સરકાર પાસે માગ્યો રિપોર્ટ

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">